હરિયાણા: કેમિકલ ફેક્ટરીમાં બોઇલર ફાટવાને કારણે 4નાં મોત, 30થી વધારે લોકો ઘાયલ
રાજધાની બોર્ડર પર રહેલા હરિયાણાનાં બહાદુરગઢમાં એક ફેક્ટરીનું બોઇલર ફાટવાને કારણે 4 લોકોનાં મોત થયાનાં સમાચાર છે. બહાદુરગઢ ઇન્ડસ્ટ્રીયલ એરિયાની કેમિકલ ફેક્ટરીમાં બોઇલર ફાટવાને કારણે આ દુર્ઘટના થઇ. આ દુર્ઘટનામાં 30થી વધારે લોકો ઘાયલ હોવાનું જાણવા મળી રહ્યું છે. બોઇલર ફાટ્યા બાદ વિસ્ફોટ એટલો ભયાનક થયો કે ત્રણ માળની ઇમારત તુટી પડી હતી. ત્યાર બાદ ફેલાયેલી આગના કારણે આસપાસની 4 ફેક્ટ્રીઓમાં પણ આગ લાગી ગઇ હતી.
Trending Photos
જઝ્ઝર: રાજધાની બોર્ડર પર રહેલા હરિયાણાનાં બહાદુરગઢમાં એક ફેક્ટરીનું બોઇલર ફાટવાને કારણે 4 લોકોનાં મોત થયાનાં સમાચાર છે. બહાદુરગઢ ઇન્ડસ્ટ્રીયલ એરિયાની કેમિકલ ફેક્ટરીમાં બોઇલર ફાટવાને કારણે આ દુર્ઘટના થઇ. આ દુર્ઘટનામાં 30થી વધારે લોકો ઘાયલ હોવાનું જાણવા મળી રહ્યું છે. બોઇલર ફાટ્યા બાદ વિસ્ફોટ એટલો ભયાનક થયો કે ત્રણ માળની ઇમારત તુટી પડી હતી. ત્યાર બાદ ફેલાયેલી આગના કારણે આસપાસની 4 ફેક્ટ્રીઓમાં પણ આગ લાગી ગઇ હતી.
ઇડરીયા ગઢમાંથી મળી આવ્યા શિલ્પ, જો કે આ મુર્તિઓ જોઇને સમગ્ર તંત્ર દોડતું થયું
મળતી માહિતી અનુસાર અનેક મજુરો કાટમાળમાં દટાયા હોવાની આશંકા છે. હજી સુધી 30થી વધારે મજુરોને બહાર કાઢવામાં આવ્યા છે. આ વિસ્તારમાં આવેલી હોસ્પિટલમાં તમામને સારવાર માટે ખસેડવામાં આવી રહ્યા છે. પોલીસ, સ્થાનિક તંત્ર, ફાયરબ્રિગેડ અને બચાવદળ ઘટના સ્થળ પર રાહત અને બચાવકામગીરી કરી રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, દિલ્હીમાં આગની ઘટનાઓમાં અચાનક વધારો થઇ ગયો છે. જેના કારણે સ્થાનિક તંત્ર સામે પણ સવાલો ઉઠી રહ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે