રોજ ખાઓ 50 ગ્રામ શેકેલા ચણા અને 7 દિવસમાં થશે મોટો ચમત્કાર !

શેકેલા ચણા ખાવાથી શરીરને જબરદસ્ત સ્વાસ્થ્ય લાભ થાય છે 

રોજ ખાઓ 50 ગ્રામ શેકેલા ચણા અને 7 દિવસમાં થશે મોટો ચમત્કાર !

નવી દિલ્હી : જો તમને શેકેલા ચણા ભાવતા હો તો નિયમિત રીતે એને ખાવાનું શરુ કરી દો. શેકેલા ચણા ખાવાથી શરીરને ભારે ફાયદો થાય છે. જો શેકેલા ચણા ચાવીચાવીને ખાવામાં આવે તો પુરુષોની તાકાતમાં વધારો થાય છે. શેકેલા ચણાને ગરીબોની બદામ કહેવામાં આવે છે. એમાં કાર્બોહાઇડ્રેટ, પ્રોટીન, કેલ્શિયમ, આર્યન અને વિટામીન ભરપુર પ્રમાણમાં હોય છે. દિલ્હીના સિનિયર ડાયેટિશિયન ડો. હિમાંશી શર્માના મત પ્રમાણે જો વ્યક્તિ રોજ સરેરાશ 50થી 60 ગ્રામ ચણાનું સેવન કરે તો હેલ્થને બહુ ફાયદો થાય છે. 

1. વધે છે રોગપ્રતિકારક શક્તિ : રોજ શેકેલા ચણા ખાવાથી શરીરની રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય છે. આના કારણે અનેક બીમારીઓથી બચાવ થાય છે. આ સિવાય ઋતુસંધિકાળ વખતે થતી શારીરિક સમસ્યાઓથી બચાવ થાય છે.
2. સ્થુળતામાં ઘટાડો : જો તમે કે કોઈ પરિવારજન સ્થુળતાથી ગ્રસ્ત હોય તો શેકેલા ચણા ખાવાથી ફાયદો થાય છે. આ ચણાનું સેવન વધારાની ચરબીને પિગાળવામાં મદદ કરે છે. 
3. પેશાબને લગતી સમસ્યાથી છૂટકારો : શેકેલા ચણાનું સેવન પેશાબ સાથે જોડાયેલી સમસ્યાઓથી મુક્તિ અપાવે છે. જેને વારંવાર પેશાબ લાગવાની સમસ્યા હોય તે ચણા અને ગોળનું સેવન કરે તો એને રાહત મળી શકે છે. આ પ્રયોગથી થોડા દિવસમાં જ રાહત મળી શકે છે. 
4. દૂર કરે નપુંસકતા : દૂધ સાથે શેકેલા ચણા ખાવાથી પાતળા સ્પર્મની સમસ્યા દૂર થઈ જાય અને વીર્ય ગાઢ બને છે. શેકેલા ચણાને મધ સાથે ખાવાથી નપુંસકતા દૂર થાય છે અને પુરુષત્વમાં વૃદ્ધિ થાય છે. શેકેલા ચણા ખાવાથી કુષ્ઠ રોગનો પણ અંત થાય છે. 
5. કબજિયાતમાં રાહત : જે લોકોને કબજિયાતની સમસ્યા હોય તે રોજ શેકેલા ચણા ખાય તો રાહત મળે છે. કબજિયાત શરીરમાં અનેક બીમારીઓને જન્મ આપે છે. કબજિયાતને કારણે વ્યક્તિને આખો દિવસ આળસ આવે છે. 
6. પાચનશક્તિ વધારે : ચણા પાચનશક્તિને સંતુલિત રાખે છે અને માનસિક શક્તિને વધારે છે. ચણા ખાવાથી લોહી સ્વચ્છ બને છે અને ત્વચામાં નિખાર આવે છે. ચણામાં ફોસ્ફરસ હોય છે જે હિમોગ્લોબિનનું લેવલ વધારે છે અને કિડનીમાંથી એકસ્ટ્રા સોલ્ટ સાફ કરે છે. 
7. ડાયાબિટીસમાં રાહત : શેકેલા ચણા ખાવાથી ડાયાબિટીસમાં રાહત મળે છે. શેકેલા ચણા ગ્લુકોઝને શોષી લે છે જેના કારણે ડાયાબિટીસ નિયંત્રણમાં આવે છે. રાત્રે સુતી વખતે શેકેલા ચણાને ચાવીને ગરમ દૂધ સાથે ખાવાથી શ્વાસનળીના અનેક રોગ દૂર થાય છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news