મુંબઈ: ભારે વરસાદના કારણે ટ્રેક પર ફસાઈ મહાલક્ષ્મી એક્સપ્રેસ, અનેક મુસાફરો અટવાયા, 28 ફ્લાઈટ પ્રભાવિત

મહારાષ્ટ્રની રાજધાની મુંબઈ અને આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત છે. હવામાન ખાતાના જણાવ્યાં મુજબ 24 કલાકમાં મુંબઈમાં 150થી 180 મિલીમીટર વરસાદ નોંધાયો છે. શનિવારે પણ ભારે વરસાદની ચેતવણી અપાઈ છે. 

મુંબઈ: ભારે વરસાદના કારણે ટ્રેક પર ફસાઈ મહાલક્ષ્મી એક્સપ્રેસ, અનેક મુસાફરો અટવાયા, 28 ફ્લાઈટ પ્રભાવિત

મુંબઈ/નવી દિલ્હી: મહારાષ્ટ્રની રાજધાની મુંબઈ અને આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત છે. હવામાન ખાતાના જણાવ્યાં મુજબ 24 કલાકમાં મુંબઈમાં 150થી 180 મિલીમીટર વરસાદ નોંધાયો છે. શનિવારે પણ ભારે વરસાદની ચેતવણી અપાઈ છે. આ દરમિયાન લોકોને બહાર ન નીકળવાની ચેતવણી અપાઈ છે. સમુદ્ર તટે ન જવાની પણ સલાહ અપાઈ છે. ખરાબ હવામાનના કારણે અત્યાર સુધી 24 ફ્લાઈટને અસર થઈ છે. મહાલક્ષ્મી એક્સપ્રેસ બદલાપુર અને વાંગની સ્ટેશનો વચ્ચે પાણીથી ભરેલા ટ્રેક પર ફસાઈ ગઈ છે. તેમાં ફસાયેલા 700 જેટલા મુસાફરોને બહાર કાઢવા માટે એનડીઆરએફની ટીમ રવાના થઈ ગઈ છે. અત્યાર  સુધી રેલવે પ્રોટેક્શન ફોર્સ અને નગર પોલીસ ઘટનાસ્થળે પહોંચીને ટ્રેનમાં ફસાયેલા મુસાફરોને બિસ્કિટ, પાણી જેવી જરૂરી સામગ્રીઓ આપી રહી છે. 

— ANI (@ANI) July 27, 2019

હવામાન ખાતાના જણાવ્યાં મુજબ મુંબઈગરાઓને હજુ પણ વરસાદથી રાહત મળે તેવું લાગતું નથી. શુક્રવારે હવામાન ખાતા  તરફથી કરાયેલી આગાહી મુજબ મુંબઈ અને આસપાસના વિસ્તારોમાં આંધી આવવાની પણ સંભાવના છે. વિભાગના જણાવ્યાં મુજબ આગામી 4 કાલક દરમિયાન થાણા, રાયગઢ અને મુંબઈમાં 50થી 60 કિમી પ્રતિ કલાકની ઝડપથી પવન ફૂંકાવવાની સંભાવના છે. આ ઉપરાંત કોંકણ વિસ્તારમાં ભારે વરસાદની આગાહી છે. 

— ANI (@ANI) July 27, 2019

7 ફ્લાઈટ  કેન્સલ
ખરાબ હવામાન અને ભારે વરસાદના કારણે રાજ્યમાં હવાઈ મુસાફરી પ્રભાવિત થઈ છે. છત્રપતિ શિવાજી આંતરરાષ્ટ્રીય એરપોર્ટના જનસંપર્ક અધિકારીએ જણાવ્યું કે છેલ્લા બે કલાકથી રાજ્યમાં  ભારે વરસાદના કારણે લગભગ તમામ ફ્લાઈટ સરેરાશ અડધો કલાક લેટ છે. 7 ફ્લાઈટ કેન્સલ કરાઈ છે. જ્યારે 8 ફ્લાઈટ છેલ્લી ઘડીએ લેન્ડિંગ કેન્સલ થયા બાદ ફરીથી લેન્ડ થઈ શકી અને 9 ફ્લાઈટના રૂટ ડાઈવર્ટ કરાયા છે. 

જુઓ LIVE TV

હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ બહાર પાડી
આ અગાઉ મહારાષ્ટ્રની રાજધાની મુંબઈ સ્થિત રાજ્ય હવામાન ખાતાએ શુક્રવારે થાણા અને પુણેમાં ઓરેન્જ એલર્ટ બહાર પાડી છે. તે અગાઉ 26 અને 28 જુલાઈના રોજ પાલઘરમાં રેડ એલર્ટ જાહેર કરાઈ છે. અત્રે જણાવવાનું કે હવામાનની વિભિન્ન સ્થિતિઓ માટે રેડથી લઈને ઓરેન્જ સુધીની અલગ અલગ એલર્ટ બહાર પાડવામાં આવે છે. જેમાં ઓરેન્જ એલર્ટ અધિકારીઓને ગંભીર સ્થિતિને પહોંચી વળવા માટે તૈયાર રહેવાનું સિગ્નલ હોય છે. 

હવામાન વિભાગના જણાવ્યાં મુજબ મંગળવારે અડધી રાત બાદથી રાજ્યમાં હવામાન ફરીએકવાર એક્ટિવ થયું છે. ભારતે વરસાદના  કારણે રાજ્યમાં નીચાણવાળા વિસ્તારોમાં પુરની સંભાવના છે. આ ઉપરાંત જૂની અને જર્જરિત ઈમારતોને નુકસાન થવાની પણ શક્યતા છે. વરસાદથી રેલ સેવાઓ પણ ખરાબ રીતે પ્રભાવિત  થઈ છે. મુંબઈ લોકતની સેન્ટ્રલ લાઈન પર આવેલા બદલાપુર રેલવે સ્ટેશનના રેલવે ટ્રેક વરસાદના પાણીમાં ડૂબી ગયા છે. 

લોકોને સતર્ક રહેવાના આદેશ
વિભાગના એક અધિકારીના જણાવ્યાં મુજબ 27 જુલાઈથી ભારે વરસાદની આશંકાને પગલે લોકોને સતર્ક રહેવાની જરૂરય છે. કારણ કે આવી પરિસ્થિતિમાં જૂના મકાનો, દીવાલો તૂટી શકે છે. અત્રે જણાવવાનું કે રાજ્યમાં તાજેતરમાં દીવાલ પડવાના કારણે અનેક લોકો ઘાયલ થયા હતાં. જાનહાનિ પણ  થઈ હતી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news