પાકિસ્તાનથી આવેલા હિન્દુ પરિવારને દેશ છોડવાની મળેલી નોટિસ પર ગૃહ મંત્રાલયે લગાવી રોક

પાકિસ્તાનથી આવેલા હિન્દુ પરિવારોને દેશ છોડવાની નોટિસ પર ગૃહ મંત્રાલયે હસ્તક્ષેપ કરતા રોક લગાવી છે. જોધપુરના 6 સભ્યોને CIDએ પાકિસ્તાન ભેગા થવા માટે નોટિસ પકડાવી હતી.

પાકિસ્તાનથી આવેલા હિન્દુ પરિવારને દેશ છોડવાની મળેલી નોટિસ પર ગૃહ મંત્રાલયે લગાવી રોક

જોધપુર/નવી દિલ્હી: પાકિસ્તાનથી આવેલા હિન્દુ પરિવારોને દેશ છોડવાની નોટિસ પર ગૃહ મંત્રાલયે હસ્તક્ષેપ કરતા રોક લગાવી છે. જોધપુરના 6 સભ્યોને CIDએ પાકિસ્તાન ભેગા થવા માટે નોટિસ પકડાવી હતી. 6 વર્ષ અગાઉ પાકિસ્તાનમાં અત્યાચારથી પરેશાન થઈને એક હિન્દુ પરિવાર પાકિસ્તાનથી ભારતમાં આવીને વસી ગયો હતો. 6 વર્ષ વીતી ગયા બાદ આ હિન્દુ પરિવારને હિન્દુસ્તાન અપનાવી શક્યું નથી. સરકારે વીઝા એક્સ્ટેન્શન અને નાગરિકતાના નામ પર આ લોકોને લટકાવી રાખ્યાં. પરંતુ હવે 19 સભ્યોવાળા આ પરિવારના 6 લોકોને ગહલોત સરકાર પાછા પાકિસ્તાન જવા માટે કહી રહી છે. 

19 નવેમ્બરના રોજ ભારત છોડો નોટિસ આ પરિવાર માટે કોઈ મોતના ફરમાનથી જરાય કમ નહતી. વિઝા નિયમોના ભંગ  બદલ તત્કાળ પ્રભાવથી ભારત છોડવાની સીઆઈડીએ નોટિસ આપી. ત્યારબાદ આ પીડિત પરિવારે જિલ્લા કલેક્ટર, સીઆઈડી, સાંસદને ગુહાર લગાવી. આ મુદ્દાને ઝી મીડિયાએ પણ પ્રમુખતાથી પ્રસારિત કર્યો. ગૃહ મંત્રાલયે આ મામલે હસ્તક્ષેપ કરતા પીડિત પરિવારને સીઆઈડી પોલીસ ઈન્સ્પેક્ટર જોધપુર સમક્ષ હાજર થવાના નિર્દેશ અપાયા છે. હાલ પીડિત પરિવારની અરજી પર ગૃહ મંત્રાલયના નિર્દેશ બાદ હવે સીઆઈડી એસપી આગળની કાર્યવાહીમાં લાગેલા છે. હવે પીડિત પરિવારના 6 લોકોને પાછા પાકિસ્તાન મોકલવાની કાર્યવાહી હાલ થશે નહીં. પીડિત પરિવારે જનપ્રતિનિધિ કેન્દ્રીય જળ શક્તિ મંત્રી કેન્દ્ર સરકાર, સીમા જાન કલ્યાણ સમિતિ તથા જિલ્લા કલેક્ટરનો પણ આભાર વ્યક્ત કર્યો. 

જુઓ LIVE TV

પાકિસ્તાનથી આવેલા હિન્દુઓ પર અત્યાચાર કેમ?
પાકિસ્તાનમાં અત્યાચારોથી હેરાન પરેશાન થઈને જ્યારે આ હિન્દુ પરિવાર ભારત આવ્યો હતો ત્યારે તેને લાગ્યું હશે કે ભારતમાં વસ્યા બાદ તેમની મુશ્કેલીઓ ખતમ થઈ ગઈ છે. પરંતુ એવું બન્યું નહીં. એમની પાસેથી જ સાંભળો કે પાકિસ્તાનમાં કઈ રીતે તેમના પર અત્યાચારો થયા હતાં. શું હવે તેઓ ક્યારેય ત્યાં પાછા જવા ઈચ્છશે? બાંગ્લાદેશી ઘૂસણખોરોને કાઢવા વિરુદ્ધ કોંગ્રેસ નેતા અવાજ બુલંદ કરે છે પરંતુ જ્યારે વાત પાકિસ્તાનથી આવેલા હિન્દુ વિસ્થાપિતોની હોય છે ત્યારે તેઓ તેને કાયદાની આંટીઘૂંટીમાં ફસાવી દે છે. તે પણ ત્યારે જ્યારે બધાને એ વાત ખબર છે કે દુનિયામાં હિન્દુઓનો કોઈ બીજો દેશ નથી અને કેન્દ્ર સરકાર હિન્દુ શરણાર્થીઓને ભારતની નાગરિકતા આપવા માટેનો કાયદો બનાવવાની છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news