મહારાષ્ટ્ર: પવારના નિવેદન બાદ પણ CM પદ પર સસ્પેન્સ, કોંગ્રેસે જરાય ફોડ ન પાડ્યો
મહારાષ્ટ્રમાં સરકાર બનાવવાને લઈને છેલ્લા એક મહિનાથી ચાલી રહેલી કવાયત હેઠલ આજે ત્રણ પાર્ટીઓ શિવસેના, એનસીપી અને કોંગ્રેસના દિગ્ગજ નેતાઓની મુંબઈના નેહરુ સેન્ટર ખાતે બેઠક યોજાઈ હતી. આ મહાબેઠક બાદ એસીપી ચીફ શરદ પવારે ચોક્કસપણે એ કહ્યું કે ત્રણેય પાર્ટીઓ ઉદ્ધવ ઠાકરેને સીએમ બનાવવા પર સહમત છે. તેમણે કહ્યું કે શનિવારે જોઈન્ટ પ્રેસ કોન્ફરન્સ કરીને ત્રણેય પાર્ટીઓ ઔપચારિક જાહેરાત કરશે જો કે થોડીવાર બાદ જ્યારે બેઠકમાંથી કોંગ્રેસ અને એનસીપીના નેતાઓ બહાર નીકળવા લાગ્યા તો માહોલ ધીરે ધીરે બદલાવવા લાગ્યો.
Trending Photos
મુંબઈ: મહારાષ્ટ્રમાં સરકાર બનાવવાને લઈને છેલ્લા એક મહિનાથી ચાલી રહેલી કવાયત હેઠલ આજે ત્રણ પાર્ટીઓ શિવસેના, એનસીપી અને કોંગ્રેસના દિગ્ગજ નેતાઓની મુંબઈના નેહરુ સેન્ટર ખાતે બેઠક યોજાઈ હતી. આ મહાબેઠક બાદ એસીપી ચીફ શરદ પવારે ચોક્કસપણે એ કહ્યું કે ત્રણેય પાર્ટીઓ ઉદ્ધવ ઠાકરેને સીએમ બનાવવા પર સહમત છે. તેમણે કહ્યું કે શનિવારે જોઈન્ટ પ્રેસ કોન્ફરન્સ કરીને ત્રણેય પાર્ટીઓ ઔપચારિક જાહેરાત કરશે જો કે થોડીવાર બાદ જ્યારે બેઠકમાંથી કોંગ્રેસ અને એનસીપીના નેતાઓ બહાર નીકળવા લાગ્યા તો માહોલ ધીરે ધીરે બદલાવવા લાગ્યો.
કોંગ્રેસ અને એનસીપીએ જોઈન્ટ પ્રેસ કોન્ફરન્સ કરી પરંતુ કોંગ્રેસે એ સ્પષ્ટ ન કર્યું કે મહારાષ્ટ્રના આગામી મુખ્યમંત્રીને લઈને સહમતી બની ગઈ છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા પૃથ્વીરાજ ચૌહાણે કહ્યું કે આજે ત્રણેય પાર્ટીઓની એક જોઈન્ટ મીટિંગ યોજાઈ જેમાં તેમના વરિષ્ઠ નેતાઓ સામેલ થયા હતાં. તેમણે કહ્યું કે ત્રણેય પાર્ટીઓએ સરકરા બનાવવા માટે તમામ મુદ્દાઓ પર સકારાત્મક ચર્ચા કરી પરંતુ વાતચીત હજુ પૂરી થઈ નથી. શનિવારે પણ વાતચીત ચાલુ રહેશે.
Prithviraj Chavan, Congress:All 3 parties had positive discussions about govt formation. We've reached consensus on many issues but talks to continue tomorrow.Whatever Sharad Pawar Ji has said is on record,I won't speak on that. When we've discussed all things,we'll speak on them pic.twitter.com/dHiXUB3Cic
— ANI (@ANI) November 22, 2019
પવારના નિવેદનનો ઉલ્લેખ કરીને સીએમ પોસ્ટને લઈ સહમતી બનવા અંગે જ્યારે સવાલ કરાયો તો તેમણે જવાબ બહુ સ્પષ્ટ ન આપ્યો. તેમણે કહ્યું કે જો શરદ પવારે કશું કહ્યું છે તો તમે સાંભળ્યું છે, તે રેકોર્ડમાં છે. જ્યારે બધા મુદ્દાઓ પર ચર્ચા પૂરી થઈ જશે ત્યારે જ અમે મીડિયાને જાણકારી આપીશું. એનસીપી નેતા પ્રફૂલ્લ પટેલ પણ કહ્યું કે કેટલાક મુદ્દાઓ પર સહમતી હજુ બાકી છે.
બેઠક બાદ પવારે શું કહ્યું?
બેઠક બાદ એનસીપી અધ્યક્ષ શરદ પવારે કહ્યું કે લીડરશીપને લઈને ઉદ્ધવ ઠાકરેના નામ પર સહમતિ બની છે. ત્રણેય પાર્ટીઓના નેતાઓ વચ્ચે દોઢ કલાકથી પણ વધુ સમય સુધી આ બેઠક ચાલી હતી. બેઠકમાં સીએમ પદને લઈને સામાન્ય સહમતી જરૂર બની છે. પરંતુ હજુ ઔપચારિક જાહેરાત બાકી છે. બેઠક બાદ એનસીપી ચીફ શરદ પવારે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે જ્યાં સુધી મુખ્યમંત્રી પદની વાત છે તો તેમાં કોઈ બેમત નથી. ઉદ્ધવ ઠાકરેએ જ લીડ કરવું જોઈએ. આ ઉપરાંત અન્ય મુદ્દાઓ પર ચર્ચા ચાલુ છે. તેમણે જણાવ્યું કે શનિવારે પ્રેસ કોન્ફરન્સ કરીને ઔપચારિક જાહેરાત કરવામાં આવશે.
જુઓ LIVE TV
પવારે કહ્યું કે ઉદ્ધવ ઠાકરે પાસે જ આ સરકારની લીડરશીપ છે. શું એનસીપી અઢી વર્ષ માટે સીએમ પદ લેશે તો તેમણે જવાબ આપતા કહ્યું કે લીડરશીપનો ઈશ્યુ અમારી સામે પેન્ડિંગ છે જ નહીં. તેમણે વધુમાં કહ્યું કે શનિવારે એ અંગે નિર્ણય લેવાશે કે ગવર્નર પાસે ક્યારે જવું.
આ બાજુ બેઠક બાદ શિવસેના ચીફ ઉદ્ધવ ઠાકરે કહ્યું કે પહેલીવાર ત્રણેય પાર્ટીઓના નેતાઓ સાથે બેઠા છે. અમે ઈચ્છીએ છીએ કે સરકાર બનાવતા પહેલા કોઈ પણ એવો મુદ્દો ન હોય કે જેનો અમારી પાસે ઉકેલ ન હોય. તેમણે કહ્યું કે સકારાત્મક ચર્ચા થઈ અને તમામ મુદ્દાઓ પર વાત થઈ.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે