ક્યાં અને કેવી રીતે જોઈ શકાશે લોકસભા ચૂંટણીનું પરિણામ, આ રહી બધી માહિતી
Lok Sabha Election Results: લોકસભાની ચૂંટણીના પરિણામ આવતીકાલે આવશે, ત્યારે 4 જુના રોજ મતગણતરીમાં શુ થશે, કોણ જીતશે, કોણ હારશે એ તમામ માહિતી તમને મળી રહેશે, એ પણ એક ક્લિક પર
Trending Photos
Lok Sabha Election Result 2024: દેશભરમાં સાત ચરણમાં થયેલા મતદાન બાદ હવે આવતીકાલે 4 જુને આવનારા પરિણામ પર સૌની નજર છે. લોકસભા ચૂંટણી 2024 નું પરિણામ 4 જુન મંગળવારે સવારે આવવાનું શરૂ થઈ જશે. એક તરફ એક્ઝિટ પોલના આંકડા એનડીએને બહુમતી બતાવી રહ્યું છે. તો બીજી તરફ, વિપક્ષી ગઠબંધન INDIA ને 295 થી વધુ બેઠકોનો દાવો કર્યો છે.
દેશના સૌથી મોટા પરિણામની આતુરતાથી રાહ
28 રાજ્યો અને 8 કેન્દ્ર શાસિત પ્રદેશોની તમામ 543 લોકસભા વિસ્તારો માટે સાત ચરણનું મતદાન શનિવાર, 1 જુનના રોજ પૂર્ણ થયું હતું અને હવે તમામને દેશના સૌથી મોટા ચૂંટણી પરિણામની આતુરતાથી રાહ છે. ચૂંટણીં પંચે મતગણતરીની પૂરતી તૈયારી કરી લીધી છે. ન માત્ર લોકસભા પરંતું, ઓરિસ્સા અને આધ્રપ્રદેશના વિધાનસભા ચૂંટણીના પરિણામ પણ મંગળવારે આવશે.
આવો જાણીએ 4 જુનાના રોજ ક્યારે મતગણતરી થશે અને તમે ECI ની વેબસાઈટ પર કેવી રીતે ચૂંટણી પરિણામ જોઈ શકશો.
કેવી રીતે જોઈ શકશો પરિણામ
મતગણતરીનું પરિણામ અને ચૂંટણી પંચની વેબસાઈટ https://results.eci.gov.in/ અને સાથે જ હેલ્પલાઈન એપ iOS અને Android મોબાઈલ એપ બંને પર ઉપલબ્ધ થઈ રહેશે.
અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે પર આજથી વધુ રૂપિયા ચૂકવવા પડશે, આ રહ્યો Toll Tax નો નવો ભાવ
https://zeenews.india.com/gujarati પર મળશે તમામ અપડેટ
ઝી 24 કલાકની વેબસાઈટ પર પણ તમે લોકસભા ચૂંટણી પરિણામની દરેક અપડેટ મળી રહેશે. ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ, દિલ્હી, હિમાચલ પ્રદેશ સહિત અનેક રાજ્યોની ચૂંટણીના પરિણામ સરળતાથી તમે https://zeenews.india.com/gujarati પર મેળવી શકશો. આ ઉપરાંત https://zeenews.india.com/gujarati/live-tv પર પણ પરિણામ જોવા મળશે.
શું છે વોટર હેલ્પલાઈન એપ
વોટર હેલ્પલાઈન એપને ગુગલ પ્લે કે એપ્પલ એપ સ્ટોરથી ડાઉનલોડ કરી શકાય છે. જ્યાં લોકો જીતનાર ઉમેદવાર, આગળ કે પાછળ ચાલી રહેલા ઉમેદવાર, ચૂંટણી વિસ્તારનું રાજ્યવાર પરિણામ મેળવી શકશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે