Gold Rate Today: દોડો દોડો...આવી તક ફરી નહીં મળે! પરિણામ પહેલા સોના-ચાંદીના ભાવમાં જબરદસ્ત મોટો ઘટાડો, જાણો લેટેસ્ટ રેટ
Gold Price 03 May 2024: આવતી કાલે લોકસભા ચૂંટણી 2024નું પરિણામ જાહેર થવાનું છે અને આજે શેર બજારમાં અંધાધૂંધ તેજી જોવા મળી રહી છે જો કે સોના અને ચાંદીમાં મસમોટો કડાકો જોવા મળ્યો છે. જો ખરીદવાનું વિચારતા હોવ તો ફટાફટ રેટ ચેક કરી લો.
Trending Photos
જો તમે સોનું કે ચાંદી ખરીદવાનું વિચારી રહ્યા હોવ તો તમારા માટે આ સમાચાર ખુબ મહત્વના છે કારણ કે કિંમતી ધાતુ સોના અને ચાંદીમાં જબરદસ્ત ઘટાડો જોવા મળ્યો છે. આવતી કાલે લોકસભા ચૂંટણી 2024નું પરિણામ જાહેર થવાનું છે અને આજે શેર બજારમાં અંધાધૂંધ તેજી જોવા મળી રહી છે જો કે સોના અને ચાંદીમાં મસમોટો કડાકો જોવા મળ્યો છે. જો ખરીદવાનું વિચારતા હોવ તો ફટાફટ રેટ ચેક કરી લો કારણકે આવી તક તમને કદાચ પછી ન મળે.
સોનાના આજના ભાવ
ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (India Bullion And Jewellers Association) ની અધિકૃત વેબસાઈટ ibjarates.com મુજબ 999 પ્યોરિટીવાળું 10 ગ્રામ સોનું આજે સવારે નવા અઠવાડિયાના પહેલા જ દિવસે ઓપનિંગ રેટમાં 951 રૂપિયાના કડાકા સાથે 72356 રૂપિયાના સ્તરથી સીધુ 71405 રૂપિયાના સ્તર પર પહોંચી ગયું. જ્યારે 22 કેરેટ સોનું એટલે કે 916 પ્યોરિટીવાળા સોનામાં પણ 871 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો અને હાલ તે 65407 રૂપિયાના સ્તરે જોવા મળી રહ્યું છે.
For more details contact: Saurabh +91 9004120120 / 022- 49098950 / 022- 49098960
Follow us on Twitter : https://t.co/lXovVzctug
Follow us on Instagram : https://t.co/ZOr2uGknFc
Follow us on Facebook : https://t.co/9tJn5720rk… pic.twitter.com/Ub40dA5K7t
— IBJA (@IBJA1919) June 3, 2024
ચાંદીના ભાવમાં પણ જબરદસ્ત કડાકો
ચાંદીની વાત કરીએ તો ચાંદીમાં પણ આજે જબરદસ્ત મોટો ઘટાડો જોવા મળ્યો છે. એસોસિએશનની અધિકૃત વેબસાઈટ ibjarates.com મુજબ ચાંદીમાં આજે ઓપનિંગ રેટમાં પ્રતિ કિલો 3499 રૂપિયાનો કડાકો જોવા મળ્યો છે અને હાલ ભાવ 92449 રૂપિયાથી સીધા 88950 રૂપિયાના સ્તરે પહોંચી ગયા છે.
For more details contact: Saurabh +91 9004120120 / 022- 49098950 / 022- 49098960
Follow us on Twitter : https://t.co/lXovVzctug
Follow us on Instagram : https://t.co/ZOr2uGknFc
Follow us on Facebook : https://t.co/9tJn5720rk… pic.twitter.com/NchQrPq5qt
— IBJA (@IBJA1919) May 31, 2024
ખાસ નોંધ: અત્રે જણાવવાનું કે ઈન્ડિયન બુલિયન જ્વેલર્સ એસોસિએશન તરફથી બહાર પડતા ભાવથી અલગ અલગ પ્યોરિટીવાળા સોનાના સ્ટાન્ડર્ડ ભાવની જાણકારી મળે છે. આ તમામ ભાવ ટેક્સ અને મેકિંગ ચાર્જ પહેલાના છે. IBJA દ્વારા જારી કરેલા રેટ દેશભરમાં માન્ય છે. પરંતુ તેની કિંમતોમાં GST સામેલ હોતો નથી. ગ્રાહકે ઘરેણા ખરીદતી વખતે જે કિંમત ચૂકવવાની હોય છે તે ટેક્સ સહિત હોવાથી વધુ હોય છે. એસોસિએશન દ્વારા સવાર અને સાંજ એમ બેવાર ભાવ જાહેર કરવામાં આવે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે