ભારતીય વાયુસેના માટે ગેમ ચેન્જર સાબિત થશે રાફેલ-સુખોઈની જોડી: એર માર્શલ ભદૌરિયા
Trending Photos
પેરિસ: ભારતીય વાયુસેનાના વાઈસ ચીફ એર માર્શલ રાકેશકુમાર સિંહ ભદૌરિયાએ ગુરુવારે ફ્રાન્સમાં રાફેલ ફાઈટર જેટમાં ઉડાણ ભરી. ઉડાણ ભર્યા બાદ એર માર્શલ ભદૌરિયાએ કહ્યું કે રાફેલ વિમાન ભારત માટે રણનીતિક રીતે ખુબ જ મહત્વના સાબિત થશે. તેમણે કહ્યું કે એકવાર વિમાન વાયુસેનામાં સામેલ થતા જ રાફેલ અને સુખોઈની જોડી કોઈ પણ તણાવ સમયે દુશ્મનને પરેશાન કરવા માટે પુરતી રહેશે.
એર માર્શલ ભદૌરિયાએ ઉડાણ ભર્યા બાદ કહ્યું કે રાફેલમાં ઉડાણ ભરવું ખુબ સુખદ અનુભવ હતો. અહીં અમને ઘણું બધુ શીખવા મળ્યું છે કે કેવી રીતે વાયુસેનાના કાફલામાં સામેલ થયા બાદ અમે રાફેલનો સારી રીતે ઉપયોગ કરી શકીએ છીએ. આ ઉપરાંત અમે જોઈશું કે અમારા કાફલામના મહત્વના સુખોઈ-30 સાથે તેની શું ઉપયોગિતા રહેશે. તેમણે વધુમાં કહ્યું કે એકવાર આ બે ફાઈટર જેટ એક સાથે ઓપરેટ કરવાનું શરૂ કરી દે ત્યારબાદ પાકિસ્તાન 27 ફેબ્રુઆરી જેવી હરકત બીજી વાર કરી શકશે નહીં. આ બંને વિમાનો મળીને પાકિસ્તાનને ઘણું નુકસાન પહોંચાડવામાં સક્ષમ છે.
#WATCH France: Indian Air Force Vice Chief Air Marshal RKS Bhadauria takes a sortie on Rafale aircraft at French Air Force’s Mont de Marsan air base. pic.twitter.com/weLdlHrlLJ
— ANI (@ANI) July 11, 2019
'આક્રમક મિશનો અને યુદ્ધ માટે ખુબ જરૂરી છે રાફેલ'
તેમણે વધુમાં કહ્યું કે રાફેલમાં જે પ્રકારની ટેક્નોલોજી અને હથિયારોનો ઉપયોગ કરવામાં આવ્યો છે તે ભારત માટે પ્લાનિંગના દ્રષ્ટિકોરણથી એક ગેમ ચેન્જર સાબિત થશે. અમે જે પ્રકારના આક્રમક મિશનો અને આવનારા સમયમાં યુદ્ધ માટે પ્લાનિંગ કરવા માંગીએ છીએ તે હિસાબથી આ ટેક્નોલોજી અને હથિયાર એકદમ યોગ્ય છે.
અત્રે જણાવવાનું કે ભારત અને ફ્રાન્સ વચ્ચે 23 ડિસેમ્બર 2016ના રોજ 36 રાફેલ વિમાન ખરીદવા માટે ડીલ સાઈન થઈ હતી. એપ્રિલ 2015માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાહેરાત કરી હતી કે ભારત ફ્રાન્સ પાસેથી 36 રાફેલ વિમાન ખરીદશે. જો કે તે અગાઉ કોંગ્રેસ શાસને પણ ફ્રાન્સ પાસેથી રાફેલ ડીલ કરી હતી પરંતુ તે ડીલને રદ કરીને આ નવી ડીલ કરાઈ છે. જો કે કોંગ્રેસે આ ડીલને મોંઘી બતાવીને ભાજપ પર સતત પ્રહાર કર્યાં કરે છે. કોંગ્રેસે અનેક વખત આ ડીલને યુપીએ સરકારના સમયમાં થયેલી ડીલથી બમણી મોંઘી બતાવતા તેને મોદી સરકારની સૌથી મોટી નિષ્ફળતા ગણાવી હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે