આસામ રેજિમેન્ટના આ ખાસ ગીત પર ઝૂમી ઉઠ્યા અમેરિકાના સૈનિકો, VIDEO જોઈને મજા પડી જશે
ભારત (India) અને અમેરિકા (America)ની સેનાઓ હાલ અમેરિકી સૈનિક બેસ લેવિસ મેકોર્ડ (LEWIS McCHORD)માં જોઈન્ટ યુદ્ધાભ્યાસ કરી રહી છે.
Trending Photos
નવી દિલ્હી: ભારત (India) અને અમેરિકા (America)ની સેનાઓ હાલ અમેરિકી સૈનિક બેસ લેવિસ મેકોર્ડ (LEWIS McCHORD)માં જોઈન્ટ યુદ્ધાભ્યાસ કરી રહી છે. આ અભ્યાસ 5 સપ્ટેમ્બરથી શરૂ થયો છે. જે 18 સપ્ટેમ્બર સુધી ચાલશે. તે ભારત અને અમેરિકા વચ્ચેનો સૌથી મોટો સૈનિક અભ્યાસ છે. જે એક વર્ષ અમેરિકામાં અને એક વર્ષ ભારતમાં આયોજિત કરવામાં આવે છે. યુદ્ધાભ્યાસ વખતનો એક વીડિયો જાહેર થયો છે જેમાં બંને દેશોના સૈનિકો આસામ રેજિમેન્ટના માર્ચિંગ સોંગ 'બદલુરામ કા બદન જમીન કે નીચે હૈ' પર નાચતા જોવા મળ્યાં.
ન્યૂઝ એજન્સી એએનઆઈ દ્વારા જાહેર કરાયેલા આ વીડિયોમાં ભારત અને અમેરિકાના સૈનિકો એક સાથે તાળીઓ પાડતા સંયુક્ત રાજ્ય અમેરિકાના સંયુક્ત બેસ લેવિસ મેકકોડમાં 'બદલુરામ કા બદન જમીન કે નીચે હૈ...પર હમકો ઉસકા રાશન મિલતા હૈ' ગાતા જોવા મળી રહ્યાં છે.
'બદલુરામ કા બદન જમીન કે નીચે હૈ...પર હમકો ઉસકા રાશન મિલતા હૈ' આ ગીતની પાછળ એક રસપ્રદ વાર્તા છે. આ ગીત આસામ રેજિમેન્ટનું રેજીમેન્ટલ સોંગ છે. જે આસામ રેજિમેન્ટના જ સૈનિક બદલુ-રામ પર આધારિત છે. બદલુ-રામ બીજા વિશ્વયુદ્ધ દરમિયાન આસામ રેજિમેન્ટનો ભાગ હતાં. સેકન્ડ વર્લ્ડ વોર વખતે વર્ષ 1944માં કોહિમાની લડાઈ થઈ હતી. જેમાં ભારત અને જાપાન વચ્ચે યુદ્ધ થયું હતું. આ યુદ્ધમાં બદલુ-રામ શહીદ થયા હતાં.
#WATCH Indian and American soldiers sing and dance on the Assam Regiment's marching song ‘Badluram ka badan zameen ke neeche hai’ during Exercise 'Yudhabhyas' being carried out at Joint Base Lewis, McChord in the United States of America pic.twitter.com/6vTuVFHZMd
— ANI (@ANI) September 15, 2019
બહાદૂર બદલુ રામને તેમની શહાદત માટે યાદ કરવામાં આવે છે. પરંતુ તેમણે શહીદ થયા બાદ પણ અનેક સૈનિકોના જીવ બચાવીને મિસાલ કાયમ કરી. કારણ કે બદલુ રામના શહીદ થયા બાદ પણ તેમની રેજિમેન્ટના લોજિસ્ટિક મેનેજર તેમના નામનું રાશન લેતા રહ્યાં. આ સિલસિલો કેટલાક સમય સુધી ચાલ્યો. જ્યારે જાપાનની સેનાએ ભારતીય સેનાની ટુકડીને ઘેરી લીધી ત્યારે રાશન મળવું બંધ થઈ ગયું. તે સમયે બદલુ રામના નામથી જમા કરી રાખેલુ રાશન જ સૈનિકો માટે કામે લાગ્યું અને અનેક જવાનોના જીવ બચ્યાં. બસ આ ઘટના પર એક સૈન્ય અધિકારીએ ગીત લખ્યું અને આજે દરેક સમારોહમાં તે અહેસાનને ગાઈ ગાઈને જણાવવામાં આવે છે.
આ સૈન્યાભ્યાસ અભ્યાસની 15મી કડી છે. જેનાથી ભારત અને અમેરિકા વચ્ચેના સૈનિક સંબંધ સતત ગાઢ થઈ રહ્યાં છે. ભારત અને અમેરિકા એકબીજાના સૈનિકબેસ શેર કરવા માટે પણ સંધિ કરી ચૂક્યા છે. ભારત અને અમેરિકાની નેવી માલાબાર જોઈન્ટ નેવી અભ્યાસ કરે છે.
આવા જોઈન્ટ સૈનિક અભ્યાસોથી બંને દેશોના સૈનિક એકબીજાની રણનીતિના મહત્વના પહેલું શીખે છે. આ સાથે જ આવા અભ્યાસોથી સેનાઓને જોઈન્ટ કમાન હસ્તે કામ કરવા માટે પણ તૈયાર કરવામાં આવે છે. યુદ્ધાભ્યાસમાં ભારતીય અને અમેરિકી સૈનિક એકબીજાના હથિયારોથી પરિચિત થઈ રહ્યાં છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે