Knowledge: 15 ઓગસ્ટે રાષ્ટ્રપતિ નહીં, PM જ કેમ ફરકાવે છે રાષ્ટ્રીય ધ્વજ? ધ્વજારોહણની આ ખાસ વાતો જાણો
National Flag Rule: 15 ઓગસ્ટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી લાલ કિલ્લા પરથી સ્વતંત્રતા દિવસના સમારોહ પર ધ્વજારોહણ કરશે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે 26 જાન્યુઆરીએ પ્રધાનમંત્રી ધ્વજ કેમ ફરકાવતા નથી. તે દિવસે રાષ્ટ્રપતિ ઝંડો ફરકાવે છે.
Trending Photos
નવી દિલ્હીઃ National Flag Unfurled & Hoisted: દેશની આઝાદીના 75 વર્ષ પૂરા થવા પર ભારત સ્વાતંત્રતા દિવસ અમૃત મહોત્સવ મનાવી રહ્યો છે. 15 ઓગસ્ટ તે દિવસ છે, જે દિવસે ભારત બ્રિટિશ સરકારની ગુલામીમાંથી આઝાદ થયું હતું. 15 ઓગસ્ટ અને 26 જાન્યુઆરીને લઈને ઘણા લોકો ગુંચવણમાં રહે છે. આ લેખને વાંચીને તમે 15 ઓગસ્ટ અને 26 જાન્યુઆરીનું અંતર સમજી જશો.
26 જાન્યુઆરી અને 15 ઓગસ્ટમાં શું અંતર હોય છે
15 ઓગસ્ટ 1947ના ભારતને બ્રિટિશ રાજમાંથી આઝાદી મળી હતી. તો 26 જાન્યુઆરી 1950ના ભારતે પોતાનું બંધારણ લાગૂ કર્યું હતું. એટલે કે આ દિવસથી ભારત સરકાર કોઈ અન્ય બહારના દેશનો નિર્ણય માનવા માટે બાધ્ય હશે નહીં. આ બંધારણ દ્વારા નાગરિકોને મૌલિક અધિકાર મળ્યા હતા.
15 ઓગસ્ટ અને 26 જાન્યુઆરીએ ધ્વજ ફરકાવવામાં શું છે અંતર?
15 ઓગસ્ટે દેશના પ્રધાનમંત્રી ધ્વજારોગણ કરે છે. આ દિવસે ઝંડાને નીચે રસીના માધ્યમથી ઉંપર ખેંચે છે અને પછી તેને ખોલીને ફરકાવવામાં આવે છે. તેને ધ્વજારોહણ કહે છે. આ એટલા માટે કરવામાં આવે છે કારણ કે આ દિવસે દેશને આઝાદી મળી હતી. તેને ધ્વજારોહણ કહે છે. જ્યારે 26 જાન્યુઆરી 1950ના દેશ પહેલાથી આઝાદ હતો. તેથી આ દિવસે સાધારણ રીતે ધ્વજ ફરકાવવામાં આવે છે. એટલે કે ઝંડો ઉપર બાંધેલો હોય છે અને તેને ખોલીને ફરકાવવામાં આવે છે. તેને ઝંડો ફરકાવવો કહે છે.
આ પણ વાંચોઃ ભારતની આઝાદી આપણા માટે તેમજ વિશ્વના લોકશાહીના દરેક સમર્થકો માટે ઉજવણીનો વિષય છે; દ્રૌપદી મુર્મૂ
15 ઓગસ્ટે પ્રધાનમંત્રી અને 26 જાન્યુઆરીએ રાષ્ટ્રપતિ કેમ ઝંડો ફરકાવે છે?
દેશ 15 ઓગસ્ટ 1947ના આઝાદ થયો હતો. તે સમયે દેશના પ્રમુખ પ્રધાનમંત્રી જ હતા. તેથી પ્રથમવાર 15 ઓગસ્ટ 1947ના પ્રધાનમંત્રી જવાહર લાલ નેહરૂએ લાલ કિલ્લા પરથી ધ્વજારોહણ કર્યું હતું. જ્યારે 24 જાન્યુઆરી 1950ના ડો. રાજેન્દ્ર પ્રસાદ રાષ્ટ્રપતિ પદે શપથ લઈ ચુક્યા હતા. ત્યારબાદ દેશના બંધારણીય પ્રમુખ રાષ્ટ્રપતિ હતા. તેથી 26 જાન્યુઆરીએ દેશના રાષ્ટ્રપતિ ધ્વજ ફરકાવે છે. આ સિવાય તમને જણાવી દઈએ કે ગણતંત્ર દિવસ પર ઝંડો રાજપથ પર ફરકાવવામાં આવે છે.
હવે સૂર્યાસ્ત બાદ પણ ફરકતો રાખી શકાય છે ઝંડો
ધ્વજ સંહિતા 2002 પ્રમાણે ઝંડાને સૂર્યાસ્ત પહેલા ઉતારી લેવાનો હતો. પરંતુ હવે સરકારે આ નિયમમાં ફેરફાર કર્યા છે. હવે તમે ગમે ત્યારે ઝંડો ફરકાવી શકો છો. સૂર્યાસ્ત બાદ પણ ઝંડાને ફરકતો રાખી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે