Independence Day: વિપક્ષના નેતા હોવા છતાં રાહુલ ગાંધીને બેસાડાયા પાછળની હરોળમાં? રક્ષા મંત્રાલયે કર્યો આ ખુલાસો

independence day Rahul Gandhi : દેશ આજે 78મો સ્વતંત્રતા દિવસ ઉજવી રહ્યો છે. આ પ્રસંગે વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ પણ લાલ કિલ્લા પર આયોજિત કાર્યક્રમમાં ભાગ લીધો હતો. કાર્યક્રમ દરમિયાન તેઓ પાછળની હરોળમાં બેઠા હતા, આ મામલો હવે ચર્ચામાં આવ્યો હતો. આ અંગે રક્ષા મંત્રાલય તરફથી સ્પષ્ટતા આપવામાં આવી છે. કોઈ વિરોધપક્ષના નેતા 10 વર્ષ બાદ આ કાર્યક્રમમાં સામેલ થયા હતા. 

Independence Day: વિપક્ષના નેતા હોવા છતાં રાહુલ ગાંધીને બેસાડાયા પાછળની હરોળમાં? રક્ષા મંત્રાલયે કર્યો આ ખુલાસો

Redfort pm modi speech : મોદી પીએમ બન્યા બાદ 10 વર્ષે લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ ગુરુવારે લાલ કિલ્લા પર આયોજિત સ્વતંત્રતા દિવસના કાર્યક્રમમાં ભાગ લીધો હતો. આ દરમિયાન પ્રેક્ષક ગેલેરીમાં સફેદ કુર્તા પાયજામા પહેરીને બેઠેલા રાહુલ ગાંધીની તસવીર ચર્ચામાં છે. ઈન્ડિયા ટુડેના રિપોર્ટમાં સૂત્રોને ટાંકીને જણાવ્યાં મુજબ સંરક્ષણ મંત્રાલયે કહ્યું છે કે સ્વતંત્રતા દિવસના કાર્યક્રમ દરમિયાન ઓલિમ્પિક મેડલ વિજેતા ખેલાડીઓ માટે આગળની હરોળમાં બેસવાની વ્યવસ્થા કરવામાં આવી હતી, જેના કારણે રાહુલ ગાંધીને પાછળની હરોળમાં બેસાડવામાં આવ્યા હતા. અન્યથા પ્રોટોકોલ મુજબ વિપક્ષના નેતાને આગળની હરોળમાં બેસાડવામાં આવે છે.

બીજી બાજુ ટીવી 9હિન્દી વેબસાઈટના રિપોર્ટમાં સંરક્ષણ મંત્રાલયના એક અધિકારીને ટાંકીને કહેવાયું છે કે વિપક્ષના નેતા તરીકે સ્વતંત્રતા દિવસના અવસરે રાહુલ ગાંધી માટે આગળની સીટ રિઝર્વ હતી પરંતુ તેમણે પોતાની મરજીથી લાઈનમાં પાછળ બેસવાનો નિર્ણય કર્યો. રાહુલ ગાંધીએ ત્યાં વ્યવસ્થામાં લાગેલા સ્ટાફને કહ્યું કે કોમન લોકો વચ્ચે બેસવા માંગુ છું. અહીં રહેલા તમામ નેતાઓ સાથે તો હું સદનમાં પણ બેસુ છું. 

10 વર્ષ બાદ વિપક્ષના નેતા જોડાયા
લોકસભામાં વિપક્ષના નેતાનું પદ 2014 થી 2024 સુધી ખાલી રહ્યું હતું. આ એટલા માટે હતું કારણ કે તે સમયગાળા દરમિયાન કોઈપણ વિરોધ પક્ષ પાસે આ પદ સંભાળવા માટે પૂરતા સાંસદો નહોતા. જો કે, તાજેતરમાં યોજાયેલી લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટીની બેઠકોની સંખ્યા 99 પર પહોંચી ગયા બાદ 25 જૂન, 2024ના રોજ રાહુલ ગાંધીને લોકસભામાં વિરોધ પક્ષના નેતા તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.

PMએ 11મી વખત રાષ્ટ્રને સંબોધન કર્યું
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વતંત્રતા દિવસના અવસર પર સતત 11મી વખત લાલ કિલ્લાની પ્રાચી પરથી દેશવાસીઓને સંબોધિત કર્યા. આ દરમિયાન વડાપ્રધાને ઈમાનદારી સાથે ભ્રષ્ટાચાર સામેની લડાઈ ચાલુ રાખવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. 78માં સ્વતંત્રતા દિવસ પર લાલ કિલ્લા પરથી રાષ્ટ્રને સંબોધતા તેમણે કહ્યું હતું કે, આપણા દરેક દેશવાસીઓ ભ્રષ્ટાચારની ઉધઈથી પરેશાન છે, તેથી જ આપણે ભ્રષ્ટાચાર સામે જોરદાર યુદ્ધ શરૂ કર્યું છે આની કિંમત પણ તેઓએ ચૂકવવી પડશે પરંતુ તેમની પ્રતિષ્ઠા રાષ્ટ્ર કરતા મોટી ન હોઈ શકે.

લાલ કિલ્લા પર ઓલિમ્પિકમાં ભાગ લઈ રહેલા ખેલાડીઓ રાહુલ ગાંધીની બાજુમાં બેઠા હતા. ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીતનાર ભારતીય હોકી ટીમના સભ્ય લલિત ઉપાધ્યાય રાહુલની બરાબર બાજુમાં બેઠા હતા. આ સિવાય અહીં આગળની હરોળમાં મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ, કેન્દ્રીય મંત્રી અમિત શાહ, એસ. જયશંકર, નિર્મલા સીતારમણ અને શિવરાજસિંહ ચૌહાણ બેઠા હતા. વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના કાર્યકાળ દરમિયાન વિપક્ષના નેતા તરીકે સોનિયા ગાંધીને આવા કાર્યક્રમોમાં હંમેશા આગળની હરોળમાં બેસાડવામાં આવતા હતા.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news