Corona Update: ક્યારે કાબૂમાં આવશે આ વાયરસ? રોજે રોજ ફૂટી રહ્યા છે મસમોટા 'કોરોના બોમ્બ'
CoronaVirus 22 March 2021: કોરોનાના દૈનિક કેસોની સંખ્યામાં ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે. મહારાષ્ટ્ર, ગુજરાત, મધ્ય પ્રદેશ સહિત અનેક રાજ્યોમાં નોંધપાત્ર રીતે નવા કેસમાં વધારો જોવા મળ્યો છે. જેને જોતા કેન્દ્ર સરકારની ચિંતા વધી ગઈ છે.
Trending Photos
CoronaVirus 22 March 2021: કોરોના (Corona Virus) ના દૈનિક કેસોની સંખ્યામાં ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે. મહારાષ્ટ્ર, ગુજરાત (Gujarat), મધ્ય પ્રદેશ સહિત અનેક રાજ્યોમાં નોંધપાત્ર રીતે નવા કેસમાં વધારો જોવા મળ્યો છે. જેને જોતા કેન્દ્ર સરકારની ચિંતા વધી ગઈ છે. રાજ્યો પોતાના સ્તરે વિવિધ પ્રતિબંધો લગાવીને કોરોનાના પ્રકોપને ઘટાડવાની કોશિશ કરી રહ્યા છે. કોરોનાના વધતા કેસ જોતા કેટલાક શહેરોમાં હાલ પૂર્ણ લોકડાઉન પણ લાગુ છે. તો કેટલાક શહેરોમાં નાઈટ કરફ્યૂ તથા અન્ય પ્રતિબંધો પણ કડકાઈથી લાગુ છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 46 હજારથી વધુ નવા કેસ નોંધાયા છે.
નવા 47 હજાર જેટલા કેસ
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જણાવ્યાં મુજબ છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 46,951 દર્દીઓ નોંધાયા છે. આ સાથે કુલ કેસની સંખ્યા 1,16,46,081 પર પહોંચી ગઈ છે. જેમાંથી 1,11,51,468 લોકો કોરોનાને માત આપવામાં સફળ રહ્યા જ્યારે 3,34,646 દર્દીઓ હજુ પણ સારવાર હેઠળ છે. એક જ દિવસમાં 212 લોકોએ કોરોનાના કારણે જીવ ગુમાવ્યા. આ સાથે કુલ મૃત્યુઆંક 1,59,967 પર પહોંચ્યો છે. રસીકરણ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં 4,50,65,998 લોકોને રસી આપવામાં આવી છે.
India reports 46,951 new #COVID19 cases, 21,180 recoveries and 212 deaths in the last 24 hours, as per the Union Health Ministry
Total cases: 1,16,46,081
Total recoveries: 1,11,51,468
Active cases: 3,34,646
Death toll: 1,59,967
Total vaccination: 4,50,65,998 pic.twitter.com/cPgjpOh3xv
— ANI (@ANI) March 22, 2021
મહારાષ્ટ્રમાંથી મળ્યા રેકોર્ડબ્રેક દર્દીઓ
દેશમાં કોરોના મહામારી (Corona Virus) ફરી ડરાવી રહી છે. મહારાષ્ટ્રમાં સૌથી વધુ અસર જોવા મળી રહી છે. કોરોનાએ મહારાષ્ટ્ર અને તેની રાજધાની મુંબઈમાં તમામ રેકોર્ડ તોડી દીધા છે. રાજ્યના સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જારી તાજા આંકડા પ્રમાણે છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 30535 નવા કેસ સામે આવ્યા છે. તો મુંબઈમાં તેની સંખ્યા 3779 છે. અત્રે જણાવવાનું કે મહામારીની શરૂઆતથી લઈને અત્યાર સુધી એક દિવસમાં સામે આવનાર કેસની સંખ્યામાં આ આંકડો સૌથી મોટો છે. કોરોનાના વધતા કેસને જોતા રાજ્યમાં અનેક પ્રકારના પ્રતિબંધો લગાવવામાં આવ્યા છે. પરંતુ કેસની સંખ્યામાં દરરોજ મોટો વધારો થઈ રહ્યો છે.
ગુજરાતમાં બેકાબૂ બની રહ્યો છે કોરોના
રાજ્યમાં કોરોના વાયરસનું (Coronavirus) સંક્રમણનું પ્રમાણ ધીરે ધીરે ફરી વધી રહ્યું છે. રવિવારે રાજ્યના વિવિધ જિલ્લામાં કુલ 1580 દર્દીઓ (Corona Patient) નોંધાયા. તેની સામે 989 દર્દીઓ સાજા થયા. કોરોનાથી એક દિવસમાં 7 વ્યક્તિના મોત થયા છે. રાજ્યમાં કોરોનાનો કુલ આંક 2,87,009 પર પહોંચી ગયો છે. જ્યારે કુલ રિકવર દર્દીઓ 2,75,238 છે. આ સાથે કોરોનાથી દર્દીઓનો મૃત્યુઆંક 4,450 પર પહોંચ્યો છે. સરકારે કોરોના વધતા પ્રકોપને જોતા હોળી ધૂળેટીના અવસરે જાહેર સમારોહ આયોજિત કરવા પર પ્રતિબંધ લગાવ્યો છે.
રંગોથી હોળી રમવા પર મંજૂરી નહિ, માત્ર હોળી દહનને જ પરવાનગી
નાયબ મુખ્યમંત્રી (nitin patel) એ સ્પષ્ટતા કરી કે, હોળી અને ધુળેટી અંગે સીએમની અધ્યક્ષતામાં નિર્ણય કરાયો છે. હોળી અને ધુળેટી ધાર્મિક રીતે હોળી પ્રગટાવવાની મંજૂરી આપવામાં આવશે. હોળી (Holi) ની ઉજવણીમાં ટોળાશાહી કરવા, એકબીજા પર રંગ નાંખવા અને પાણી નાંખવાની કોઈ મંજૂરી આપવામાં નથી આવી. માત્ર ધાર્મિક રીતે હોળી દહનની જ મંજૂરી રહેશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે