દેશમાં નોકરીઓની અછત નથી, યોગ્ય યુવાઓની અછત છે: કેન્દ્રીય મંત્રી સંતોષ ગંગવાર 

કેન્દ્રીય શ્રમ અને રોજગાર રાજ્યમંત્રી સંતોષકુમાર ગંગવાર (Santosh Gangwar)એ કહ્યું છે કે દેશમાં રોજગારી (Jobs)ની કોઈ કમી નથી.

Trending Photos

દેશમાં નોકરીઓની અછત નથી, યોગ્ય યુવાઓની અછત છે: કેન્દ્રીય મંત્રી સંતોષ ગંગવાર 

નવી દિલ્હી: કેન્દ્રીય શ્રમ અને રોજગાર રાજ્યમંત્રી સંતોષકુમાર ગંગવાર (Santosh Gangwar)એ કહ્યું છે કે દેશમાં રોજગારી (Jobs)ની કોઈ કમી નથી. કેન્દ્રીય મંત્રી ગંગવારે કહ્યું કે દેશમાં યોગ્ય યુવાઓ (Youth)ની કમી છે. યોગ્ય યુવાઓ માટે નોકરીની કોઈ કમી નથી. કેન્દ્રીય મંત્રીએ કહ્યું  કે આજકાલ અખબારોમાં રોજગારની વાતો આવી રહી છે. અમે આ જ મંત્રાલયને જોવાનું કામ કરીએ છીએ. હું કહી શકું છું કે દેશની અંદર રોજગારની કોઈ કમી નથી. રોજગારી ખુબ છે. 

ગંગવારે કહ્યું કે અમારા ઉત્તર ભારતમાં જે લોકો ભરતી માટે આવે છે તો તેઓ એ સવાલ કરે છે કે જે પદ માટે અમે ભરતી કરીએ છીએ તેની ક્વોલિટીની વ્યક્તિ અમને ઓછી મળે છે. 

केंद्रीय मंत्री संतोष गंगवार बोले- देश में नौकरियों की कमी नहीं,योग्य नौजवानों की कमी है

જોવા મળી રહ્યાં છે સુધારના સંકેત
અત્રે જણાવવાનું કે હાલના દિવસોમાં અર્થવ્યવસ્થાને લઈને અનેક જાણકારોએ ખુબ ચિંતા વ્યક્ત કરી છે. નાણા મંત્રી નિર્મલા સીતારમણે શનિવારે પ્રેસ કોન્ફરન્સ કરીને કહ્યું કે અર્થવ્યવસ્થાના મોટાભાગના ઘટકોમાં સુધારના સ્પષ્ટ સંકેત જોવા મળી રહ્યાં છે. તેમણે કહ્યું કે પહેલા ત્રિમાસિકમાં આર્થિક વિકાસ દર ઘટીને છ મહિનાના નીચલા સ્તર પર પાંચ ટકા પહોંચી ગયા બાદ ઔદ્યોગિક ઉત્પાદન અને સ્થિર રોકાણ વધ્યુ છે. 

જુઓ LIVE TV

સીતારમણે કહ્યું કે, એફડીઆઈ (FDI પ્રત્યક્ષ વિદેશી રોકાણ) જબરદસ્ત રહ્યું છે અને વિદેશી મુદ્રા ભંડાર રેકોર્ડ સ્તર પર છે. રાજકોષીય ખાદ્યમાં સુધાર થયો છે અને ચાલુખાતાની ઘાદ્યમાં વધારો અટકી ગયો છે. સ્થિર રોકાણમાં પહેલા કરતા સુધાર થયો છે. આઈઆઈપી (ઔદ્યોગિક ઉત્પાદન સૂચકાંક)માં વૃદ્ધિ નોંધાઈ છે અને આવું જ પ્રમુખ ઉદ્યોગોના ઉત્પાદનમાં જોવા મળ્યું છે. રિટેલ મોંઘવારી દર ચાર ટકાથી નીચે અટકી ગયો છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news