રામનવમીના પર્વ પર ઈન્દોરમાં મોટી દુર્ઘટના, મંદિરના કુવાની છત ધસી પડતા 25થી વધુ લોકો દબાયા

Indore Accident: આજે રામનવમીના અવસરે મધ્ય પ્રદેશના ઈન્દોરમાં એક મોટી દુર્ઘટના ઘટતા બેલેશ્વર મહાદેવ ઝૂલેલાલ મંદિરના કુવાની છત ધસી પડી છે. આ દુર્ઘટનામાં 25થી વધુ લોકો કાટમાળ નીચે દટાયા હોવાનું કહેવાય છે. 

રામનવમીના પર્વ પર ઈન્દોરમાં મોટી દુર્ઘટના, મંદિરના કુવાની છત ધસી પડતા 25થી વધુ લોકો દબાયા

Indore Accident: રામનવમીના અવસરે મધ્ય પ્રદેશના ઈન્દોરમાં એક મોટી દુર્ઘટના ઘટી છે. અહીં બેલેશ્વર મહાદેવ ઝૂલેલાલ મંદિરના કુવાની છત ધસી પડી છે. કુવામાં 25થી વધુ લોકો પડી ગયા છે. પ્રશાસનની ટીમ રેસ્ક્યૂ ઓપરેશનમાં લાગી છે. લોકોને બહાર કાઢવામાં આવી રહ્યા છે. કેટલાક લોકો હજુ પણ કાટમાળ નીચે દટાયેલા હોવાની આશંકા છે. 

અત્રે જણાવવાનું કે સ્નેહનગર પાસે પટેલ નગરમાં શ્રી બેલેશ્વર મહાદેવ ઝૂલેલાલ મંદિરમાં કુવાની છત ધસી પડવાથી 25થી વધુ લોકો વાવમાં પડ્યા. એવું કહેવાય છે કે અકસ્માત બાદ ઘણા સમય સુધી ફાયર બ્રિગેડ, એમ્બ્યુલન્સ અને 108ની ગાડીઓ ત્યાં પહોંચી શકી નહતી. કેટલાક લોકોને જેમતેમ કરીને બહાર કાઢવામાં આવ્યા. અંદર પડનારા લોકોના પરિજનોની હાલત ખરાબ છે. હાલ જો કે ઘટનાસ્થળે પોલીસફોર્સ, અને એમ્બ્યુલન્સ હાજર છે અને રેસ્ક્યૂ ઓપરેશન ચાલુ છે. 

Details awaited. pic.twitter.com/qfs69VrGa9

— ANI MP/CG/Rajasthan (@ANI_MP_CG_RJ) March 30, 2023

અકસ્માત બાદ વિસ્તારમાં અફરાતફરીનો માહોલ છે. રેસ્ક્યૂ ઓપરેશન કરનારી ટીમો સાથે જ ઘટનાસ્થળે આજુબાજુના લોકોની ભીડ પણ ભેગી થઈ ગઈ છે. પ્રશાસનની ટીમ ઘટનાસ્થળથી દૂર રહેવા અને રાહત-બચાવની ટીમ તથા ગાડીઓને રસ્તો આપવાની અપીલ થઈ રહી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news