IRCTC કૌભાંડ:મની લોન્ડરિંગ કેસમાં લાલુ એન્ડ ફેમિલીને મળી રાહત, કોર્ટે આપ્યા જામીન 

આઈઆરસીટીસી કૌભાંડ સંલગ્ન મની લોન્ડરિંગ કેસમાં પટિયાલા હાઉસ કોર્ટે લાલુ એન્ડ ફેમિલીને રેગ્યુલર જામીન આપી દીધા છે. ગત સુનાવણીમાં ઈડીએ આરોપીઓને રેગ્યુલર જામીન આપવાનો વિરોધ કર્યો હતો. કોર્ટે ઈડી અને આરોપીઓની દલીલો સાંભળ્યા બાદ ચુકાદો અનામત રાખ્યો હતો. 
IRCTC કૌભાંડ:મની લોન્ડરિંગ કેસમાં લાલુ એન્ડ ફેમિલીને મળી રાહત, કોર્ટે આપ્યા જામીન 

નવી દિલ્હી/પટણા: આઈઆરસીટીસી કૌભાંડ સંલગ્ન મની લોન્ડરિંગ કેસમાં પટિયાલા હાઉસ કોર્ટે લાલુ એન્ડ ફેમિલીને રેગ્યુલર જામીન આપી દીધા છે. ગત સુનાવણીમાં ઈડીએ આરોપીઓને રેગ્યુલર જામીન આપવાનો વિરોધ કર્યો હતો. કોર્ટે ઈડી અને આરોપીઓની દલીલો સાંભળ્યા બાદ ચુકાદો અનામત રાખ્યો હતો. 

બીજી બાજુ સીબીઆઈ કેસમાં કોર્ટે લાલુ પ્રસાદ યાદવને રેગ્યુલર જામીન આપ્યા હતાં. સીબીઆઈ કેસમાં 11 ફેબ્રુઆરીએ સુનાવણી થવાની છે. ગત 6 ઓક્ટોબરના રોજ કોર્ટે સીબીઆઈ કેસમાં લાલુ યાદવને છોડીને રાબડી દેવી, તેજસ્વી યાદવ, અને અન્ય આરોપીઓને જામીન આપ્યા હતાં. સીબીઆઈએ કોર્ટમાં રેગ્યુલર જામીનનો વિરોધ કરતા કહ્યું હતું કે રેગ્યુલર જામીનથી તપાસ પ્રભાવિત  થઈ શકે છે. 

મની લોન્ડરિંગ કેસમાં કોર્ટે રાબડી દેવી અને તેજસ્વી યાદવ સહિત અન્ય આરોપીઓને એક એક લાખના પર્સનલ બોન્ડ પર વચગાળાન જામીન આપ્યા હતાં. ખરાબ સ્વાસ્થ્યનો હવાલો આપીને લાલુ યાદવ કોર્ટમાં હાજર થયા નહતાં. આ મની લોન્ડરિંગ મામલામાં તપાસ એજન્સી ઈડી છે જેની ચાર્જશીટને ધ્યાનમાં લેતા કોર્ટે તમામ આરોપીઓને સમન જારી કર્યુ હતું. 

અત્રે જણાવવાનું કે આઈઆરસીટીસી હોટલ ફાળવણી મામલે સીબીઆઈ બાદ ઈડીએ પટિયાલા હાઉસ કોર્ટમાં લાલુ એન્ડ ફેમિલી વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી હતી. ચાર્જશીટમાં ઈડીએ અનેક મહત્વના પુરાવા હોવાની વાત કરી હતી. ચાર્જશીટમાં ઈડીએ લાલુ પ્રસાદ યાદવ, બિહારના પૂર્વ મુખ્યમંત્રી રાબડી દેવી, તેજસ્વી યાદવ, પૂર્વ મંત્રી પ્રેમચંદ્ર  ગુપ્તા, તેમના પત્ની સરલા ગુપ્તા અને તત્કાલિન એમડી બી કે અગ્રવાલ ઉપરાંત અન્ય લોકોને આરોપી બનાવ્યાં છે. 

શું છે મામલો?
આ મામલો ઈન્ડિયન રેલવે કેટરિંગ અને ટુરિઝમ કોર્પોરેશન (આઈઆરસીટીસી) દ્વારા રાંચી અને પુરીમાં ચલાવવામાં આવતી બે હોટલોની દેખભાળનું કામ સુજાતા હોટલ્સ નામની કંપનીને આપવા સાથે જોડાયેલો છે. વિનય અને વિજય કોચર આ કંપનીના માલિક છે. તેના બદલામાં કથિત રીતે લાલુને પટણામાં બેનામી સંપત્તિ તરીકે ત્રણ એકર જમીન મળી. એફઆઈઆરમાં કહેવાયું હતું કે લાલુએ ખાનગી કંપનીને ફાયદો પહોંચાડવા માટે પદનો દૂરઉપયોગ કર્યો હતો. તેના બદલામાં તેમને એક બેનામી કંપની ડિલાઈટ માર્કેટિંગ તરફથી ખુબ જ કિંમત જમીન મળી. સુજાતા હોટલને કોન્ટ્રાક્ટ મળ્યા બાદ 2010 અને 2014 વચ્ચે ડિલાઈટ માર્કેટિંગ  કંપનીનો માલિકી હક સરલા ગુપ્તા પાસેથી રાબડી યાદવ અને તેજસ્વી યાદવ પાસે આવી ગયો. જો કે આ  દરમિયાન લાલુ રેલ મંત્રીના પદેથી રાજીનામું આપી ચૂક્યા હતાં. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news