જબલપુરના રિટાયર્ડ SDOના ઘરે EOWના દરોડા, ધરાવે છે 400 કરોડની સંપત્તિ

મધ્ય પ્રદેશમાં રિટાયર્ડ SDO સુરેશ ઉપાધ્યાયના ઘર પર ઈકોનોમિક ઓફેન્સ વિંગ (SDO)એ મંગલવારે દરોડા પાડ્યાં. જબલપુરની ટીમે બિલહરી સ્થિત આનંદતારાના બંગલા નંબર 42 પર દરોડા પાડ્યાં. EOWને સૂચના મળી હતી કે પીએચઈથી રિટાયર થયેલા અધિકારી સુરેશ ઉપાધ્યાય પાસે આવક કરતા વધુ સંપત્તિ છે. ત્યારબાદ ડીએસપી રાજ્યવર્ધન મહેશ્વરીના નેતૃત્વમાં 50થી વધુ લોકોની ટીમે સુરેશ ઉપાધ્યાયના ઘર પર દરોડા પાડીને તપાસ શરૂ કરી છે. 
જબલપુરના રિટાયર્ડ SDOના ઘરે EOWના દરોડા, ધરાવે છે 400 કરોડની સંપત્તિ

જબલપુર: મધ્ય પ્રદેશમાં રિટાયર્ડ SDO સુરેશ ઉપાધ્યાયના ઘર પર ઈકોનોમિક ઓફેન્સ વિંગ (SDO)એ મંગલવારે દરોડા પાડ્યાં. જબલપુરની ટીમે બિલહરી સ્થિત આનંદતારાના બંગલા નંબર 42 પર દરોડા પાડ્યાં. EOWને સૂચના મળી હતી કે પીએચઈથી રિટાયર થયેલા અધિકારી સુરેશ ઉપાધ્યાય પાસે આવક કરતા વધુ સંપત્તિ છે. ત્યારબાદ ડીએસપી રાજ્યવર્ધન મહેશ્વરીના નેતૃત્વમાં 50થી વધુ લોકોની ટીમે સુરેશ ઉપાધ્યાયના ઘર પર દરોડા પાડીને તપાસ શરૂ કરી છે. 

EOWની ટીમે બિલહરી સ્થિત ઉપાધ્યાયના ઘર અને અન્ય ચાર સ્થળો પર દરોડા પાડ્યા છે. EOWની ટામે સુરેશ ઉપાધ્યાયના પૈતૃક નિવાસ ભાટી કજરવારા સહિત સદરમાં તેમના કાર્યાલયમાં પણ કાર્યવાહી કરી છે. તપાસમાં EOWને આવક કરતા વધુ સંપત્તિની જાણકારી મળી છે. જ્યારે EOWની ટીમે સુરેશ ઉપાધ્યાયના ઘર પર દરોડા પાર્યા ત્યારે તેમનો આખો પરિવાર ઊંઘી રહ્યો હતો. 

સુરેશ ઉપાધ્યાયનો બિલહારીમાં જે જગ્યાએ બંગલો છે તેની કિંમત કરોડોમાં આંકવામાં આવી છે. આ ઉપરાંત પીએચઈથી રિટાયર અધિકારી પાસે અડધા ડઝનથી વધુ ચાર પૈડાવાળા વાહન છે. અત્યાર સુધીની તપાસમાં જાણવા મળ્યું છે કે પીએચ અધિકારી સુરેશ ઉપાધ્યાયે પોતાની કાળી કમાણી પત્ની, પુત્ર અને પુત્રીના નામે પણ કરી છે. 

જબલપુરના EOW વિભાગના ડીએસપી રાજ્યવર્ધન મહેશ્વરીએ જણાવ્યું કે કોર્ટથી વોરંટ મેળવ્યા બાદ સુરેશ ઉપાધ્યાયના ઘર પર દરોડા પાડવામાં આવ્યાં. જો કે હજુ સુધી કેટલી કાળી કમાણી સુરેશ ઉપાધ્યાય પાસે છે તેનો ખુલાસો EOWએ સંપૂર્ણ રીતે કર્યો નથી. 

(સુરેશ ઉપાધ્યાય)

કહેવાય છે કે પીએચઈના રિટાયર્ડ SDO સુરેશ ઉપાધ્યાય પાસે 400 કરોડથી વધુની સંપત્તિ છે. સુરેશ ઉપાધ્યાયના પાગના હિસાબે ફક્ત 53 લાખ 26 હજાર 438 રૂપિયાની આવક તેમને થઈ છે. આમ છતાં તેમની પાસે આલિશાન બંગલો, કરોડોની જમીન અને લક્ઝરી કારનો કાફલો છે. જબલપુરમાં EOWના 65 લોકોની ટીમે ચાર સ્થળો પર દરોડા પાડ્યાં. 

કહેવાય છે કે તેમની પાસે 200 એકર જમીન, 150 પ્લોટ, અનેક કંપનીઓમાં કરોડોનું રોકાણ છે. EOWના દરોડા દરમિયાન મળેલા દસ્તાવેજોથી 400 કરોડની ચલ અચલ સંપત્તિની જાણકારી મળી છે. 

મંગળવારે EOWની 65 લોકોની ટીમે જબલપુરમાં ઉપાધ્યાયના 4 સ્થળો પર દરોડા પાડ્યા હતાં. દરોડામાં 200 એકર જમીન, 150 પ્લોટ, બે કિલો સોનું, 5 કિલો ચાંદી, અઢી લાખ કેશ અને અનેક કંપનીઓમાં રોકાણની માહિતી મળી છે. 

જુઓ LIVE TV

સુરેશ ઉપાધ્યાયની પત્ની અનુરાધા 10 વર્ષ પહેલા ભાજપના કોર્પોરેટર તરીકે ચૂંટાઈ આવી હતી. તેમનો પુત્ર સચિન બિલ્ડર છે. EOWએ સુરેશ ઉપાધ્યાય, પત્ની અનુરાધા ઉપાધ્યાય, પુત્ર સચિન ઉપાધ્યાય પર કલમ 120બી, 13-1 ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ ગુનો નોંધીને તપાસ શરૂ કરી દીધી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news