VIDEO: રસ્તાની વચ્ચોવચ નમાજના વિરોધમાં BJP કાર્યકરોએ રોડ પર કર્યાં હનુમાન ચાલીસા પાઠ

પશ્ચિમ બંગાળમાં ભાજપ અને ટીએમસી કાર્યકરો વચ્ચે રાજકીય હૂંસાતૂંસીનો દોર ચાલુ છે. હાવડામાં ભારતીય જનતા યુવા મોરચાના કાર્યકરોએ બેલે ખાલમાં રસ્તાની વચ્ચો વચ હનુમાન ચાલીસાનો પાઠ કર્યો. 

VIDEO: રસ્તાની વચ્ચોવચ નમાજના વિરોધમાં BJP કાર્યકરોએ રોડ પર કર્યાં હનુમાન ચાલીસા પાઠ

કોલકાતા: પશ્ચિમ બંગાળમાં ભાજપ અને ટીએમસી કાર્યકરો વચ્ચે રાજકીય હૂંસાતૂંસીનો દોર ચાલુ છે. હાવડામાં ભારતીય જનતા યુવા મોરચાના કાર્યકરોએ બેલે ખાલમાં રસ્તાની વચ્ચો વચ હનુમાન ચાલીસાનો પાઠ કર્યો. ભાજપના કાર્યકરોનું કહેવું છે કે તેમણે આ આયોજન રસ્તો રોકીને નમાજ અદા કરવા અંગેનો વિરોધ વ્યક્ત કરવા કર્યું છે. મંગળવારે 25 જૂનના રોજ ભાજપના કાર્યકરોએ આ આયોજન હનુમાન મંદિરની પાસેના દરેક રસ્તે કર્યું. યુવા મોરચાનું કહેવું છે કે પશ્ચિમ બંગાળમાં મમતા બેનરજીની સરકારના રાજમાં કોઈ પણ મુખ્ય રસ્તો રોકીને શુક્રવારે નમાજ અદા કરવામાં આવે છે જેના કારણે લોકોને ખુબ પરેશાની થાય છે. 

ભાજપ યુવા મોરચા હાવડાના અધ્યક્ષ ઓપી સિંહનું કહેવું છે કે મમતા બેનરજીના રાજમાં અમે જોયું છે કે ગ્રાન્ટ ટ્રંક રોડ અને અન્ય મુખ્ય રસ્તાઓ શુક્રવારે નમાજ માટે બંધ કરી દેવાય છે. તેનાથી લોકોને હોસ્પિટલમાં પહોંચાડવામાં, ઓફિસ પહોંચવામાં મુશ્કેલી થાય છે. જ્યાં સુધી આ બધુ ચાલશે ત્યાં સુધી અમે પણ દર મંગળવારે હનુમાન મંદિરોની આજુબાજુના રસ્તાઓ પર હનુમાન ચાલીસાના પાઠ કરીશું. 

પશ્ચિમ બંગાળમાં અપરાધીઓના સફાયા માટે 'યુપી મોડલ' અનુસરીશું-ભાજપ
પશ્ચિમ બંગાળમાં ભાજપના બે વરિષ્ઠ નેતાઓએ 24 જૂનના એવું કહીને વિવાદ પેદા કર્યો કે રાજ્યમાં સત્તામાં આવશે તો તેમની પાર્ટી ઉત્તર પ્રદેશ મોડલનું અનુકરણ  કરશે. જે હેઠળ અપરાધીઓના સફાયા માટે પોલીસને ખુલ્લી છૂટ આપવામાં આવશે. 

સત્તાધારી તૃણમૂલ કોંગ્રેસે પલટવાર કરતા કહ્યું કે ભગવા પાર્ટીને પશ્ચિમ બંગાળને પોલીસ રાજ્યમાં ફેરવવા દેશે નહીં. ભાજપના પ્રદેશ મહાસચિવ સાયંતન બસુએ કહ્યું કે સત્તા મળતા અમે સુનિશ્ચિત કરીશું કે અપરાધીઓ અને લૂંટેરાઓને સળિયા પાછળ ધકેલવામાં આવશે અથવા તો તેઓ ભાગી જશે. અમે ઉત્તર પ્રદેશ મોડલ અપનાવીશું. પોલીસને ખુલ્લી છૂટ આપીશું. સમર્પણ નહીં  કરે તો અપરાધીઓ અથડામણમાં માર્યા જશે. રાજકીય હરીફોનો આરોપ છે કે ઉત્તર પ્રદેશમાં ભાજપ સરકાર રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા માટે અથડામણ પર નિર્ભર છે. બસુના દ્રષ્ટિકોરણથી પાર્ટીના એક અન્ય મહાસચિવ રાજુ બેનરજીએ પણ સહમતિ જતાવી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news