રિસાઈકલિંગ અર્થતંત્રમાં આગામી 5-7 વર્ષમાં 1.4 કરોડ રોજગારનું સર્જન થશેઃ નીતિ આયોગ

નીતિ આયોગના મુખ્ય કાર્યકારી અધિકારી અમિતાભ કાંતે જણાવ્યું કે, રિસાઈકલિંગ અર્થતંત્રમાં આગામી પાંચથી સાત વર્ષ દરમિયાન લાખોની સંખ્યામાં નવા ઉદ્યોગ સાહસિકો તૈયાર કરવાની ક્ષમતા છે 
 

રિસાઈકલિંગ અર્થતંત્રમાં આગામી 5-7 વર્ષમાં 1.4 કરોડ રોજગારનું સર્જન થશેઃ નીતિ આયોગ

નવી દિલ્હીઃ નીતિ આયોગના મુખ્ય કાર્યકારી અધિકારી અમિતાભ કાંતે સોમવારે જણાવ્યું કે, સંસાધનોના યથાસંભવ મહત્તમ ઉપયોગ એટલે કે રિસાઈકલિંગ અર્થતંત્રમાં આગામી 5-7 વર્ષમાં 1.4 કરોડ નોકરીઓ સર્જન કરવાની અને લાખોની સંખ્યામાં નવા ઉદ્યોગ સાહસિક તૈયાર કરવાની ક્ષમતા છે. 

ઉદ્યોગ મંડળ ફિક્કી દ્વારા આયોજિત કાર્યક્રમમાં કાંતે જણાવ્યું કે, રિસાઈકલિંગ અર્થતંત્ર લાગુ કરવા માટે સતત વિકાસક અને સંસાધનોનો મહત્તમ ઉપયોગ કરવો એ આજના સમયની માગ છે. રિસાઈકલિંગ અર્થતંત્રનો આશય એવી પ્રણાલી સાથે છે, જેમાં કચરાને બરબાદ કરવાને બદલે તેનો નવા ઉત્પાદનો અને ઉપયોગ કરવા માટેની ચીજ-વસ્તુઓ બનાવવામાં ઉપયોગ કરવામાં આવે છે. 

Image result for niti aayog zee news

કાંતે જણાવ્યું કે, વર્ષ 2050 સુધીમાં દુનિયાની વસતી 9.7 અબજ સુધી પહોંચી જશે, જેમાંથી 3 અબજ લોકો મધ્યમ વર્ગના ઉપભોગના સ્તર સુધી પહોંચી જશે. તેમણે જણાવ્યું કે, માથાદીઠ 71 ટકા વધુ સંસાધનોની આવશ્યક્તા રહેશે. આ રીતે દેશમાં કુલ ખનીજ અને સામગ્રીની માગ વર્ષ 2014ના 50 અબજ ટનથી વધીને 2050માં 130 અબજ ટન થઈ જશે. 

કાંતે રિસાઈકલિંગ અર્થતંત્રને રાષ્ટ્રીય એજન્ડાના સ્વરૂપમાં વિકસિત કરવા તથા જાગૃતિ લાવવા માટે બિનસરકારી સંગઠનોને પ્રોત્સાહિત કરવાની જરૂરિયાત પર પણ ભાર મુક્યો હતો. 

જૂઓ LIVE TV....

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news