ઝારખંડ વિધાનસભા ચૂંટણી LIVE: આજે અંતિમ તબક્કાનું  મતદાન, અંધારામાં પણ મત આપવા પહોંચ્યા લોકો

સીએમ રઘુવર દાસે ઝારખંડ વિધાનસભા ચૂંટણીના અંતિમ તબક્કાના મતદાનના દિવસે ટ્વીટ કરીને મતદારોને મતદાન કરવાની અપીલ કરી છે.

ઝારખંડ વિધાનસભા ચૂંટણી LIVE: આજે અંતિમ તબક્કાનું  મતદાન, અંધારામાં પણ મત આપવા પહોંચ્યા લોકો

રાંચી: ઝારખંડ વિધાનસભા ચૂંટણી (Jharkhand Assembly Election 2019) ના પાંચમા અને છેલ્લા તબક્કામાં 16 બેઠકો માટે મતદાન શરૂ થઈ ગયું છે. સંથાલ પરગણા વિસ્તારમાં 40,05,200થી વધુ મતદારો 237 ઉમેદવારોના ભાગ્યનો આજે ફેંસલો કરશે. આ ઉમેદવારોમાં 29 મહિલાઓ સામેલ છે. આ તબક્કાના મતદાનમાં મહત્વપૂર્ણ ઉમેદવારોમાં રાજ પાલીવાર, લુઈ મરાન્ડી, રણધીર સિંહ સામેલ છે. કોંગ્રેસ-જેએમએમ-આરજેડીના ગઠબંધનના મુખ્યમંત્રી પદના ઉમેદવાર હેમંત સોરેન દુમકા અને બરહેટથી ચૂંટણી લડી રહ્યાં છે. 

— ANI (@ANI) December 20, 2019

સીએમ રઘુવર દાસે ઝારખંડ વિધાનસભા ચૂંટણીના અંતિમ તબક્કાના મતદાનના દિવસે ટ્વીટ કરીને મતદારોને મતદાન કરવાની અપીલ કરી છે. તેમણે ટ્વીટ કરીને કહ્યું કે દુમકા, રાજમહલ, બરહેટ, ગોડ્ડા, લિટ્ટીપાડા, પાકુડ, જામા, જરમુંડી, મહગામા, મહેશપુર, શિકારીપાડા, નાલા, જામતાડા, બોરિયો, સારઠ અને પોડૈયાહાટની જનતાને જોહાર. તમને  બધાને અપીલ છે કે મતદાન કરવા જરૂર જાઓ. ઝારખંડના વિકાસને તમારો મત નવી ગતિ આપશે. 

ઝારખંડના અંતિમ તબક્કાના મતદાનમાં મતદારોમાં ખાસ્સો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સવારે સાત વાગ્યાથી મતદાન શરૂ થઈ ગયુ છે. અંધારામાં પણ લોકો મતદાન કરવા પહોંચ્યા હતાં. અનેક જગ્યાઓએ મતદાન શરૂ થતા પહેલા લોકો લાઈનમાં ઊભેલા જોવા મળ્યાં. 

આ VIDEO પણ ખાસ જુઓ...

પીએમ મોદીએ પણ ઝારખંડ વિધાનસભા ચૂંટણીના અંતિમ તબક્કાના મતદાન વખતે લોકોને ટ્વીટ કરીને મતદાન કરવાની અપીલ કરી છે. તેમણે ટ્વીટ કરીને કહ્યું કે ઝારખંડ વિધાનસભા ચૂંટણીમાં આજે પાંચમા અને છેલ્લા તબક્કાનું મતદાન છે. તમામ મતદારોને વિનંતી છે કે તેઓ લોકંતત્રના આ મહોત્સવમાં સામેલ થઈને રેકોર્ડ મતદાન કરે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news