કેન્દ્રીય મંત્રીમંડળમાં ફેરબદલની તૈયારીઓ! PM મોદીનું શાહ અને નડ્ડા સાથે મંથન
સરકારમાં ફેરબદલની ચર્ચા વચ્ચે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા પીએમ મોદી મળવા તેમના નિવાસ સ્થાને પહોંચ્યા છે. ગૃહમંત્રી અમિત શાહ પણ ત્યાં હાજર છે. ત્રણેય નેતાઓ વચ્ચે બેઠક ચાલી રહી છે
Trending Photos
નવી દિલ્હી: સરકારમાં ફેરબદલની ચર્ચા વચ્ચે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા પીએમ મોદી મળવા તેમના નિવાસ સ્થાને પહોંચ્યા છે. ગૃહમંત્રી અમિત શાહ પણ ત્યાં હાજર છે. ત્રણેય નેતાઓ વચ્ચે બેઠક ચાલી રહી છે.
સૂત્રોના જણાવ્યા મુજબ બેઠકમાં કેન્દ્રીય મંત્રીઓના કામની એક પછી એક સમીક્ષા કરવામાં આવી રહી છે. માનવામાં આવી રહ્યું છે કે, આગામી કેટલાક દિવસોમાં કેન્દ્રીય મંત્રીમંડળમાં ફેરબદલ થઈ શકે છે. આ સાથે, યુપી સરકારના મંત્રીમંડળમાં પણ ફેરફાર થઈ શકે છે.
મંત્રીઓના કામની સમીક્ષા
સૂત્રોએ જણાવ્યું છે કે, પીએમ મોદી આ બેઠકમાં બંગાળની ચૂંટણીમાં મળેલી હારની વિગતો અને આવતા વર્ષે યોજાનારી વિધાનસભાની ચૂંટણીઓની વિગતો મેળવી રહ્યા છે. તેઓ કેન્દ્રીય મંત્રીઓના કામનું મૂલ્યાંકન પણ કરી રહ્યા છે. પીએમ મોદી પહેલેથી જ કેન્દ્રીય મંત્રી વી.કે.સિંઘના કાર્યનું મૂલ્યાંકન કરી ચૂક્યા છે. તેઓ શનિવારે ધર્મેન્દ્ર પ્રધાન, નરેન્દ્રસિંહ તોમર, ગજેન્દ્રસિંહ શેખાવત, મહેન્દ્ર નાથ પાંડે, હરદીપ પુરી સાથે તેમના મંત્રાલયોના કામની સમીક્ષા કરશે.
Delhi | A meeting is underway between Union Home Minister Amit Shah, BJP national president JP Nadda and PM Narendra Modi at the Prime Minister's residence.
(File photos) pic.twitter.com/nSl2bXmgS8
— ANI (@ANI) June 11, 2021
આવતા વર્ષે ઘણા રાજ્યોમાં ચૂંટણી
તમને જણાવી દઈએ કે, આવતા વર્ષે યુપી સહિત દેશના 6 રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. કોરોના મહામારી દરમિયાન કથિત નબળા સંચાલન માટે સરકાર વિપક્ષી પાર્ટીઓના લક્ષ્યાંક પર છે. સોશિયલ મીડિયા પર પણ લોકો સરકાર સામે નારાજગી વ્યક્ત કરી રહ્યા છે. એવામાં સ્થિતિ સંભાળવા માટે મોદી સરકારમાં ફેરબદલીની ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે.
ઘણા નવા લોકોને મળી શકે છે તક
માનવામાં આવી રહ્યું છે કે પ્રધાનમંત્રીની સમીક્ષા બેઠક પછીના આવનારા દિવસોમાં કેટલાક મંત્રીઓની છુટ્ટી થઈ શકે છે. ત્યારે ઘણા નવા લોકોને મંત્રી બનવાની તક આપી શકાય છે. આ સાથે સરકાર દેશમાં રાહત અને બાંધકામના કામોને ઝડપી બનાવવા માટે ઘણી નવી જાહેરાતો પણ કરી શકે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે