VIDEO: CAAનો વિરોધ કરી રહેલા લોકો સામે IPS ઓફિસરે કર્યું એવું કામ....બધા શાંતિથી જતા રહ્યાં

નાગરિકતા સંશોધન કાયદાના વિરોધમાં ગુરુવારે કર્ણાટક (Karnataka) ના બેંગ્લુરુ, કલબુર્ગી, શિવમોગામાં પ્રદર્શન કરી રહેલા સેંકડો પ્રદર્શનકારીઓને અટકાયતમાં લેવામાં આવ્યાં હતાં. અટકાયતમાં લેવાયેલા લોકોમાં ઈતિહાસકાર રામચંદ્ર ગુહા પણ હતાં.

VIDEO: CAAનો વિરોધ કરી રહેલા લોકો સામે IPS ઓફિસરે કર્યું એવું કામ....બધા શાંતિથી જતા રહ્યાં

બેંગ્લુરુ: નાગરિકતા સંશોધન કાયદા (citizenship amendment act 2019) વિરુદ્ધ ગુરુવારે દેશવ્યાપી પ્રદર્શનો થયા. રાજધાની બેંગ્લુરુ સહિત પ્રદેશના અનેક ભાગોમાં પ્રદર્શન થયા. આ દરમિયાન બેંગ્લુરુ (Bengaluru) ના ટાઉન હોલમાં પ્રદર્શનકારીઓને જ્યારે જવાનું કહેવાયું તો તેમણે જગ્યા છોડવાની ના પાડી દીધી. ત્યારબાદ બેંગ્લુરુ (સેન્ટ્રલ)ના ડીસીપી ચેતનસિંહ રાઠોડે લોકોને નાનું ભાષણ આપીને સમજાવ્યું. તેમણે લોકોને પોત પોતાના  ઘરે જવાનો આગ્રહ કરતા કહ્યું કે અસામાજિકતત્વો આ પ્રકારની તકોનો લાભ ઉઠાવવા માંગે છે અને ઉક્સાવનારી હરકતો કરે છે. ત્યારબાદ હિંસા થાય છે. આથી તમે પોલીસ પર ભરોસો રાખને શાંતિપૂર્વક તમારું પ્રદર્શન પૂરું કરો. ત્યારબાદ તેમણે કહ્યું કે આવો મારી સાથે રાષ્ટ્રગીત ગાઓ. ધીરે ધીરે લોકો તેમને સાથ આપવા લાગ્યા હતાં. ત્યારબાદ બધા શાંતિપૂર્ણ રીતે વિખરાઈ ગયા હતાં. 

— ANI (@ANI) December 19, 2019

ઉલ્લેખનીય છે કે નાગરિકતા સંશોધન કાયદાના વિરોધમાં ગુરુવારે કર્ણાટક (Karnataka) ના બેંગ્લુરુ, કલબુર્ગી, શિવમોગામાં પ્રદર્શન કરી રહેલા સેંકડો પ્રદર્શનકારીઓને અટકાયતમાં લેવામાં આવ્યાં હતાં. અટકાયતમાં લેવાયેલા લોકોમાં ઈતિહાસકાર રામચંદ્ર ગુહા પણ હતાં. એક પોલીસ અધિકારીએ કહ્યું કે 3 દિવસથી કલમ 144 લાગુ હોવા છતાં કાર્યક્રમ સ્થળ પર ભેગા થવાની કોશિશ કરી રહેલા લગભગ 300 પ્રદર્શનકારીઓને બેંગ્લુરુ ટાઉન હોલ માં રાખવામાં આવ્યાં હતાં. 

આ VIDEO પણ ખાસ જુઓ...

પ્રદર્શન કરી રહેલી અનેક મહિલાઓને પણ પોલીસે અટકાયતમાં લીધી હતી. અટકાયતમાં લીધા બાદ પ્રદર્શનકારીઓ બસમાં અંદર નારાબાજી કરતા જોવા મળ્યા હતાં. વિરોધ પ્રદર્શન ચાલુ રહ્યા બાદ બેંગ્લુરુ પોલીસ કમિશનર ભાસ્કર રાવે પોતાના ટ્વીટર હેન્ડલથી કેટલાક પ્રદર્શનકારીઓ સાથે વ્યક્તિગત રીતે વાત કરી હતી અને તેમને કાયદાની અવગણના ન કરવા સમજાવ્યાં હતાં. તેમણે એક ટ્વીટર યૂઝર રાહુલ સિંહને કહ્યું કે આદરણીય સર, કૃપા કરીને જનતાને ન ભડકાવો, અને કાયદો તોડવા માટે ગુમરાહ ન કરો. કલમ 144 લાગુ છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news