કર્ણાટક : ભાજપ સાથે જવાથી પિતા પર લાગ્યો રાજકીય દાગ, હવે સાફ કરવાની તક મળી...

જેડીએસ નેતા કુમારસ્વામીએ કહ્યું કે, હું અહીં સ્પષ્ટ કરી દેવા ઇચ્છું છે કે વાસ્તવમાં મને ભાજપ અને કોંગ્રેસ બંને પાર્ટી દ્વારા ઓફર મળી છે. પરંતુ...

કર્ણાટક : ભાજપ સાથે જવાથી પિતા પર લાગ્યો રાજકીય દાગ, હવે સાફ કરવાની તક મળી...

બેંગલુરૂ : કર્ણાટક વિધાનસભા ચૂંટણી પરિણામ જાહેર થતાં સર્જાયેલી ત્રિશંકુ સ્થિતિ બાદ સત્તા માટે સોદાબાજીનો ખેલ શરૂ થયો છે. સરકાર માટે બંનેના દાવા વચ્ચે રાજ્યપાલે ભાજપને પહેલી તક આપી છે ત્યારે કોંગ્રેસ દ્વારા પણ જેડીએસ સાથે સત્તા માટે બેઠકનો દોર શરૂ કરી દેવાયો છે. આ મામલે જેડીએસ નેતા કુમારસ્વામીએ કહ્યું કે, હું અહીં સ્પષ્ટ કરી દેવા ઇચ્છું છે કે વાસ્તવમાં મને ભાજપ અને કોંગ્રેસ બંને પાર્ટી દ્વારા ઓફર મળી છે. પરંતુ 2004 અને 2005માં ભાજપ સાથે ગઠબંધન કરવાથી મારા પિતા એચ ડી દેવગૌડાના રાજકીય કેરિયર પર દાગ લાગ્યો હતો. હવે ભગવાને મને એ દાગ સાફ કરવાની તક આપી છે. એટલા માટે અમે કોંગ્રેસ સાથે હાથ મીલાવ્યો છે. 

તમને જણાવીએ કે આ પહેલા દેવગૌડાએ કહ્યું હતું કે, કુમારસ્વામીના કારણે એમની સેક્યુલર છબિને આ કારણે ધક્કો લાગ્યો હતો કારણ કે પુત્રએ ભાજપ સાથે ગઠબંધન કરી 2004 અને 2005માં સત્તા મેળવી હતી. જેનું પરિણામ પાર્ટીએ ભોગવવું પડ્યું અને એક દાયકા સુધી સત્તાથી બહાર રહ્યા હતા. જેને પગલે આ વખતે ચૂંટણી પહેલા દેવગૌડાએ જાહેરાત કરી હતી કે જો કુમારસ્વામી ભાજપ સાથે ગઠબંધન કરશે તો તેઓ પુત્ર સાથે સંબંધ કાપી નાંખશે. 

ભાજપ પર જેડીએસના ધારાસભ્યોને તોડવાનો પ્રયાસ કરવાનો આરોપ લગાવતાં તેમણે કહ્યું કે, ભાજપની અશ્વમેઘ યાત્રા ઉત્તરમાં શરૂ થઇ હતી પરંતુ એમનો રથ કર્ણાટકમાં રોકી દેવાયો છે. ભાજપે 2008માં તો ઓપરેશન કમલના આધારે અહીં સત્તા મેળવી હતી પરંતુ હવે આ પ્રયોગ સફળ નહીં થાય. એવું એટલા માટે કે હવે લોકો ભાજપ છોડીને અમારી સાથે આવવા માટે તૈયાર છે. જો તમે અમારામાંથી કોઇને લલચાવવાનો પ્રયાસ કરશો તો અમે બમણા તોડીશું. વધુમાં એમણે એ પણ કહ્યું કે આ મામલે ગવર્નરને પણ કહ્યું છે કે એમના તરફથી એવો કોઇ નિર્ણય લેવામાં ન આવે કે જેથી હોર્સ ટ્રેડિંગને પ્રોત્સાહન મળે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news