ભેંસ ભાગોળે ને છાશ છાગોળે : સરકાર બને તે પહેલા જ કોંગ્રેસ-JDSમા ડખા

કર્ણાટકમાં ચાર દિવસ સુધી ચાલેલા રાજકીય ડ્રામા બાદ પણ અત્યારે ઘણુ બધુ થવાનું બાકી છે. યેદિયુરપ્પાનાં રાજીનામાં બાદ લાગી રહ્યું હતું કે, કોંગ્રેસ અને જેડીએસ સરળતાથી સરકાર બનાવી લેશે. જો કે એવું થાય તેમ લાગી નથી રહ્યું. સરકાર બનાવવામાં હજી પણ ઘણી સમસ્યાઓ સર્જાઇ શકે છે. સરકારનું સ્વરૂપ કેવું હેશે, તે અંગે પણ હજી ઘણા પ્રશ્નો બાકી છે. સરકારમાં કોની કેટલી ભાગીદારી હશે, તે અંગે હજી સુધી કંઇ જ સ્પષ્ટ નથી, માત્ર તેનાં મુખ્યમંત્રી જેડીએસનાં કુમાર સ્વામી હશે તેટલું જ નક્કી થયું છે. 

Updated By: May 20, 2018, 03:55 PM IST
ભેંસ ભાગોળે ને છાશ છાગોળે : સરકાર બને તે પહેલા જ કોંગ્રેસ-JDSમા ડખા

નવી દિલ્હી : કર્ણાટકમાં ચાર દિવસ સુધી ચાલેલા રાજકીય ડ્રામા બાદ પણ અત્યારે ઘણુ બધુ થવાનું બાકી છે. યેદિયુરપ્પાનાં રાજીનામાં બાદ લાગી રહ્યું હતું કે, કોંગ્રેસ અને જેડીએસ સરળતાથી સરકાર બનાવી લેશે. જો કે એવું થાય તેમ લાગી નથી રહ્યું. સરકાર બનાવવામાં હજી પણ ઘણી સમસ્યાઓ સર્જાઇ શકે છે. સરકારનું સ્વરૂપ કેવું હેશે, તે અંગે પણ હજી ઘણા પ્રશ્નો બાકી છે. સરકારમાં કોની કેટલી ભાગીદારી હશે, તે અંગે હજી સુધી કંઇ જ સ્પષ્ટ નથી, માત્ર તેનાં મુખ્યમંત્રી જેડીએસનાં કુમાર સ્વામી હશે તેટલું જ નક્કી થયું છે. 

કર્ણાટકમાં સત્તાની વહેંચણીમાં હજી કેટલાક અન્ય પન્ના ખુલવાનું બાકી છે. કોંગ્રેસ અને જેડીએસની વચ્ચે અત્યાર સુધી સરકાર રચવાના મુદ્દે સ્પષ્ટતા નહી થઇ જાય ત્યાં સુધી ત્યાં અન્ય ટર્ન અને ટ્વીસ્ટ જોવા મળી શકે છે. બીજી તરફ કોંગ્રેસની તરફથી વરિષ્ઠ નેતા મલ્લિકાર્જુન ખડગેની તરફથી મોટુ નિવેદન આવ્યું છે. તેમણે કહ્યું કે સરકાર બનાવવા અંગે નિર્ણય કોંગ્રેસ હાઇકમાન્ડ દ્વારા લેવામાં આવશે. અમે એક રાષ્ટ્રીય પાર્ટી છીએ. જેડીએસને અમે સમર્થન આપ્યું છે, જે એક ક્ષેત્રીય પાર્ટી છે. તમામ મુલ્યોને ધ્યાનમાં રાખીને અમને સત્તામાં રાષ્ટ્રીય પાર્ટી તરીકે હિસ્સો મળે તે ગણીત પર પણ ધ્યાન રાખવું પડશે. 

અગાઉ સુત્રો અનુસાર કહેવામાં આવ્યું કે, જેડીએસ અને તેનાં સહયોગી દળોનાં 37 ધારાસભ્યોમાંથી 20ને નવી સરકારમાં મંત્રીપદ આપવામાં આવશે. જ્યારે 78 સીટ જીતનારી કોંગ્રેસને માત્ર 12 મત્રીઓથી જ સંતોષ માનવો પડશે. અગાઉ જેડીએસનાં કુમાર સ્વામીએ કહ્યું કે તેઓ શપથ લેવાનાં 24 કલાકની અંદર પોતાની બહુમતી સાબિત કરી દેશે. કુમાર સ્વામી સોમવારે કોંગ્રેસ પુર્વ અધ્યક્ષ સોનિયા ગાંધી અને વર્તમાન અધ્યક્ષ રાહુલ ગાંધી સાથે મુલાકાત કરવા માટે દિલ્હી આવી રહ્યા છે. જો કે કહેવાઇ રહ્યું છે કે તેઓ અહીં આ દરમિયાન સરકારનાં સ્વરૂપ કેવું હશે, તે અંગે ચર્ચા કરશે.