કુશીનગર દુર્ઘટના: CM યોગીએ વિરોધ બાદ પરત ફરવું પડ્યું

સ્થાનિક લોકો દ્વારા દુર્ઘટના સ્થળની મુલાકાતે પહોંચેલા યોગીનો વિરોધ કરવામાં આવતા પરત ફરવું પડ્યું

કુશીનગર દુર્ઘટના: CM યોગીએ વિરોધ બાદ પરત ફરવું પડ્યું

કુશીનગર : ઉત્તરપ્રદેશાં કુશીનગરમાં ગુરૂવારે સવારે એક મોટી દુર્ઘટના થઇ. રેલ્વે ક્રોસિંગ પર શાળા વાન અને ટ્રેનની ટક્કરમાં 13 શાળા બાળકોનાં મોત નિપજ્યા હતા. આ ઘટનામાં 7 બાળકો ગંભીર રીતે ઘાયલ થયા છે. દુર્ઘટના પર રાજ્યનાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે દુખ વ્યક્ત કર્યું છે. યોગી આદિત્યનાથ કુશીનગર ખાતે પહોંચ્યા. તેઓ ઘટના સ્થળે જઇને સ્થળ તપાસ કરવા માંગતા હતા. ઘટના સ્થળ નજીક સુધી ગયા. ત્યાં સીએમ યોગી સામે લોકોએ નારેબાજી કરી. મુખ્યમંત્રી યોગીએ ઘાયલ બાળકોની પણ મુલાકાત લીધી હતી. 

— ANI UP (@ANINewsUP) April 26, 2018

યોગીએ કહ્યું કે, આજે જે દુખદ ઘટના બની છે, 13 બાળકોનાં મોત નિપજ્યા છે. આ અંગે રેલ્વે મંત્રી સાથે પણ વાત કરી છે. જે દરમિયાન યુપી સીએમ ત્યાં પહોંચ્યા તો લોકોએ નારેબાજી કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, દુર્ઘટના બાદ જ યોગી આદિત્યનાથે દુખ વ્યક્ત કર્યું હતું. તે ઉપરાંત તેમણે તંત્રને રાહત અને બચાવ કાર્યમાં ઝડપ લાવવા માટે કહ્યું હતું. મુખ્યમંત્રીની તરફથી મૃતકો અને ઘાયલ બાળકોનાં પરિવારને 2-2 લાખ રૂપિયા વળતર આપવાની જાહેરાત કરાઇ હતી. 

— ANI UP (@ANINewsUP) April 26, 2018

દુર્ઘટના અંગે ગોરખપુરના કમિશ્નરને તપાસ કરવા માટેનાં આદેશ પણ આપ્યા છે. પુર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવે પણ આ દુર્ઘટના અંગે દુખ વ્યક્ત કર્યું હતું. તેમણે ટ્વીટ કરીને કહ્યું કે, બાળકોનાં મોતની દુર્ઘટનાં ખુબ જ દુખદ છે. અત્રે ઉલ્લેખનીય છે કે, જે વાન દુર્ઘટનનાનો શિકાર થઇ છે તેમાં આશરે 22 બાળકો બેઠા હતા.

 

— Akhilesh Yadav (@yadavakhilesh) April 26, 2018

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news