મરાઠા બાદ પાટીદાર, જાટ અનામત સુધી પણ પહોંચશે રેલો? કોને કોને લોલીપોપ આપશે સરકાર? 

સીએમ નિતિશકુમારે બિહારમાં ઓબીસી અનામતનો દાયરો વધારીને 65 ટકા કરવાનો પ્રસ્તાવ રજૂ કર્યો. આ ઉપરાંત 10 ટકા ઈડબલ્યુએસ અનામત પણ ચાલુ રહેશે. એટલે કે બિહારમાં 75 ટકા અનામત કરવાની તૈયારી છે. લીગલ એક્સપર્ટ્સના જણાવ્યાં મુજબ સીએમ નિતિશકુમારે ભલે સદનમાં આ લોભામણી જાહેરાત કરી દીધી હોય પરંતુ કાનૂની રીતે આમ કરવું શક્ય નથી.

મરાઠા બાદ પાટીદાર, જાટ અનામત સુધી પણ પહોંચશે રેલો? કોને કોને લોલીપોપ આપશે સરકાર? 

Supreme Court limits on Caste Reservation Movement: મહારાષ્ટ્રમાં મરાઠા અનામતની માંગણીને લઈને ચાલી રહેલા આંદોલન વચ્ચે બિહારના સીએમ નિતિશકુમારે કાસ્ટ રિઝર્વેશન અંગે મોટું નિવેદન આપ્યું છે. બિહાર એસેમ્બલીમાં મંગળવારે જાતિ આધારિત વસ્તી ગણતરીનો ડિટેલ રિપોર્ટ રજૂ કરાયો. આ દરમિયાન વિધાનસભામાં બોલતા સીએમ નિતિશકુમારે બિહારમાં ઓબીસી અનામતનો દાયરો વધારીને 65 ટકા કરવાનો પ્રસ્તાવ રજૂ કર્યો. આ ઉપરાંત 10 ટકા ઈડબલ્યુએસ અનામત પણ ચાલુ રહેશે. એટલે કે બિહારમાં 75 ટકા અનામત કરવાની તૈયારી છે. 

કાનૂની સલાહ લેશે સરકાર- નિતિશકુમાર
સીએમ નિતિશકુમારે કહ્યું કે રાજ્યમાં રિઝર્વેશન વધારવા માટે સરકાર કાનૂની સલાહ લેશે. ત્યારબાદ સદનના આ સત્રમાં અનામત લાગૂ કરવાની કોશિશ કરાશે. નિતિશ કુમારે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે રાજ્યમાં અત્યંત પછાત વર્ગ (EBC) અને ઓબીસી (MBC) ને મિલાવીને કુલ 43 ટકા અનામત આપવામાં આવશે. આ ઉપરાંત ST અનામતને એક ટકાથી વધારીને 2 ટકા કરવામાં આવશે. આ સાથે જ SC ના અનામતને હાલની 16 ટકાથી વધારીને 20  ટકા કરવામાં આવશે. આ પ્રકારે અનામત વધારીને 65 ટકા કરાશે. 

સુપ્રીમ કોર્ટે બાંધી રાખી છે લક્ષ્મણ રેખા
લીગલ એક્સપર્ટ્સના જણાવ્યાં મુજબ સીએમ નિતિશકુમારે ભલે સદનમાં આ લોભામણી જાહેરાત કરી દીધી હોય પરંતુ કાનૂની રીતે આમ કરવું શક્ય નથી. તેનું કારણ સુપ્રીમ કોર્ટ તરફથી વર્ષ 1994માં અપાયેલો એ આદેશ છે જેમાં કોર્ટે તમામ પ્રકારના અનામતની વધુમાં વધુ સીમા 50 ટકા નિર્ધારિત કરી છે. કાનૂની જાણકારોના જણાવ્યાં મુજબ આ લક્ષ્મણ રેખા વિશે રાજ્ય સરકારોને પણ ખબર છે પરંતુ વોટ બેંકના રાજકારણને લીધે તેઓ લોકોને આ સંબંધ સીધી રીતે બતાવવાનું સાહસ કરતી નથી અને  પ્રયત્ન ચાલુ રાખવાનો દાવો કરીને મામલાને દબાવતી રહે છે. 

હરિયાણા-ગુજરાતમાં થઈ ચૂક્યા છે આંદોલન
આ અગાઉ હરિયાણાની દબંગ અને ભૂમિ સંપન્ન જાતિ જાટોએ પણ અનામતની માંગણીને લઈને જબરદસ્ત આંદોલન કર્યું હતું. જે  બાદમાં હિંસક બન્યું હતું. તે આંદોલનમાં મોટી સંખ્યામાં લોકોની સંપત્તિને નુકસાન થયું હતું અને કેટલાક લોકોના જીવ પણ ગયા હતા. એ જ રીતે ગુજરાતમાં પણ પ્રભાવશાળી ગણાતા પટેલ એટલે કે  પાટીદાર સમુદાયે પણ અનામતની માંગણીને લઈને થોડા વર્ષો પહેલા જબરદસ્ત આંદોલન ચલાવ્યું હતું. પરંતુ સુપ્રીમ કોર્ટની મર્યાદાના કારણે મામલો આગળ વધી શક્યો નહતો. 

ફક્ત આ 2 રસ્તાથી વાત બની શકે
હવે મહારાષ્ટ્રમાં પણ સંપન્ન ગણાતા મરાઠા સમુદાયના લોકોએ પણ અનામતની માંગણી કરીને ધરણા ધર્યા છે જેના કારણે રાજ્યની શિંદે સરકાર ઉચીનીચી થઈ ગઈ છે. પરંતુ કાનૂની જાણકારોના જણાવ્યાં મુજબ જ્યાં સુધી સુપ્રીમ કોર્ટ પોતાની લિમિટને આગળ વધારવાનો નિર્ણય ન લે ત્યાં સુધી કોઈ પણ રાજ્ય સરકાર પોતાના સ્તર પર 50 ટકાથી વધુ અનામત આપી જ ન શકે. જો તે આમ કરવાની કોશિશ પણ કરે તો તે સુપ્રીમ કોર્ટમાંથી રદ્દ થઈ જશે. જે રીતે મહારાષ્ટ્રના ગત મરાઠા અનામત આંદોલન વખતે થયું હતું. 

કેમ સફળ ન થયું મરાઠા આંદોલન?
મહારાષ્ટ્રમાં ચાલી રહેલા મરાઠા આંદોલનની વાત કરીએ તો ઉદ્ધવ ઠાકરે સરકારે વર્ષ 2018માં કાનૂન બનાવીને મરાઠાઓને 16 ટકા અને મુસલમાનોને 5 ટકા અનામત આપવાની જાહેરાત કરી દીધી હતી. આ નિર્ણયને બોમ્બે હાઈકોર્ટમાં પડકારવામાં આવ્યો. હાઈકોર્ટે આ અનામતને ઘટાડીને શિક્ષણમાં 12 ટકા અને નોકરીઓમાં 13 ટકા કરી. ત્યારબાદ મામલો સુપ્રીમ કોર્ટ પહોંચ્યો જ્યાં 5 સભ્યોની બંધારણીય પીઠે અનામતની 50 ટકા લિમિટને ક્રોસ કરવાના કારણે આ નિર્ણયને ફગાવી દીધો. ત્યારથી મરાઠા આંદોલન સહિત અન્ય રાજ્યોમાં પણ અનામતને લઈને ચાલી રહેલા આંદોલન આગળ વધી શકતા નથી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news