કર્ણાટક Live: CMએ વિશ્વાસ મત પ્રાપ્ત કરવા સમય માગ્યો, સ્પીકરે ના આપ્યો જવાબ

કર્ણાટકમાં ઘણા દિવસોથી ચાલી રહેલા રાજકીય સંકટનો નિર્ણય આવી શકે છે. કર્ણાટક વિધાનસભામાં આજે ફ્લોર ટેસ્ટ સંભવ છે. સાથે જ કર્ણાટક મામલે સુપ્રીમ કોર્ટમાં પણ ઘણી અરજીઓ બાકી છે, જેના પર આજે સુનાવણી થઇ શકે છે.

Updated By: Jul 22, 2019, 02:01 PM IST
કર્ણાટક Live: CMએ વિશ્વાસ મત પ્રાપ્ત કરવા સમય માગ્યો, સ્પીકરે ના આપ્યો જવાબ

નવી દિલ્હી: કર્ણાટકમાં ઘણા દિવસોથી ચાલી રહેલા રાજકીય સંકટનો નિર્ણય આવી શકે છે. કર્ણાટક વિધાનસભામાં આજે ફ્લોર ટેસ્ટ સંભવ છે. સાથે જ કર્ણાટક મામલે સુપ્રીમ કોર્ટમાં પણ ઘણી અરજીઓ બાકી છે, જેના પર આજે સુનાવણી થઇ શકે છે. કોંગ્રેસ-જેડીએસ સરકાર પર 15 ધારાસભ્યોના રાજીનામાં બાદથી છવાયેલા રાજકીય સંકટ બાદ ગત સ્પતાહ ગુરૂવાર અને શુક્રવારના વિધાનસભામાં વિશ્વાસ મત પર ચર્તા થઇ. ત્યારબાદ સ્પીકર રમેશ કુમારે સદનની કાર્યવાહી સોમવાર માટે સ્થગીત કરી હતી.

વધુમાં વાંચો:- મધ્ય પ્રદેશ: માયાવતીના એક ધારાસભ્યએ કોંગ્રેસના ‘ચાણક્ય’ના નાકમાં કર્યો દમ

કર્ણાટક સંકટ અપડેટ્સ:- 

- કર્ણાટક વિધાનસભામાં વિશ્વાસ મત પર ચર્ચા દરમિયાન કોંગ્રેસ નેતા ડીકે શિવકુમારે કહ્યું કે, ભાજપ કેમ માની રહ્યું નથી કે તેમને ખુરશી જોઇએ છે? તેઓ આ કેમ નથી માની રહ્યાં કે, તે લોકો જ આપરેશન લોટસની પાછળ છે? તેમણે આ વાત માનવી પડશે કે તેમણે બળવાખોસ ધારાસભ્યો સાથે વાત કરી છે.

- કર્ણાટક વિધાનસભાના સ્પીકર કેઆર રમેશ કુમારે વિધાનસભાની કાર્યવાહી શરૂ થવા બાદ ધારાસભ્યથી કહ્યું, હું આજે આ મામલે કોઇ નિર્ણય કરીશ. હું સુપ્રીમ કોર્ટના આદેશને વાંચવાના કારણે તેના માટે લેટ થઇ ગયો છું. તમે લોકો આજે તમારા ભાષણમાં સદનની ગરીમા બનાવી રાખો. આ બધુ વિલંબ કરવા અને સમય બગાડવાની યુક્તિઓ છે. તેને વિધાનસભા, સ્પીકર અને તમારા ધારાસભ્યોની છબી પણ ખરાબ થયા છે.

વધુમાં વાંચો:- શાં માટે આખી દુનિયાની નજર છે ભારતના ચંદ્રયાન-2 મિશન પર? આ રહ્યું કારણ..જાણીને ગર્વ કરશો

- કર્ણાટકના મુખ્યમંત્રી એચડી કુમારસ્વામીએ વિધાનસભામાં સ્પીકર કેઆર રમેશથી ફ્લોર ટેસ્ટ માટે વધુ થોડો સમય માગ્યો. તેમણે સ્પીકરથી બુધવારે ફ્લોર ટેસ્ટ કરવાની માગ કરી. પરંતુ સ્પીકર તરફથી તેના પર કોઇ ટિપ્પણી કરવામાં આવી નહીં.

- કર્ણાટક વિધાનસભાના સ્પીકર કેઆર રમેશ કુમારે સોમવારે સદનની કાર્યવાહી શરૂ થવા પર બળવાખોર ધારાસભ્યોને સમન્સ પાઠવી બધા બળવાખોર ધારાસભ્યોને 23 જુલાઇ સવારે 11 વાગ્ય સુધીમાં ઓફિસમાં હાજર રહેવા કહ્યું છે.

વધુમાં વાંચો:- ચંદ્રયાન-2 સાથે આજે ચંદ્ર પર જવા રવાના થશે 'વિક્રમ' અને 'પ્રજ્ઞાન', ખાસ જાણો તેમના વિશે

- કર્ણાટકની કુમારસ્વામી સરકારથી સમર્થન પરત લેનાર 2 સ્વતંત્ર ધારાસભ્યોના આર શંકર અને સ્વતંત્ર એચ નાગેશની અરજી પર સુપ્રીમ કોર્ટે આજે સુનાવણી કરવાથી ઇન્કાર કર્યો છે. ચીફ જસ્ટિસે કહ્યું કે, આવતીકાલ સુનાવણી કરવામાં આવશે. ખરેખર અરજીમાં કહેવામાં આવ્યું છે કે, બહુમત ગુમાવી ચુકેલી સરકાર સદનમાં વોટિંગ ટાળવામાં લાગી છે. એવામાં સુપ્રીમ કોર્ટે તાત્કાલીક બહુમત પરિક્ષણનો આદેશ આપ્યો.

https://gujarati.cdn.zeenews.com/gujarati/sites/default/files/2019/07/22/225387-krnataka-sadan.jpg

વધુમાં વાંચો:- હાપુડમાં થયુ ભીષણ માર્ગ અકસ્માત, 9 લોકોના મોત, 15થી વધુ ઘાયલ

તે પહેલા રાજ્ય કોંગ્રેસ અધ્યક્ષ દિનેશ ગુંડૂ રાવ અને મુખ્યમંત્રી એચડી કુમારસ્વામીએ અરજી દાખલ કરી 17 જુલાઇના આદેશને સ્પષ્ટ કરવાની માગ કરી ચે. અરજીમાં કહેવામં આવ્યું છે કે, સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કરીને 15 ધારાસભ્યોને સદનની કાર્યવાહીથી છૂટ આવાનો આદેશ પાર્ટી વ્હિપ જાહેર કરવાના બધારણીય અધિકારનું હનન છે. અરજીમાં પાર્ટી વ્હિપ જાહેર કરવાના બંધારણીય અધિકારના મુદ્દો ઉઠાવ્યો જ્યારે રાજ્યપાલને બહુમત સાબિત કરવાના સમયને પણ ખોટો ગણાવ્યો છે.

વધુમાં વાંચો:- કર્ણાટક: બળવાખોર MLAs બોલ્યા- CM બનાવી શકે છે બીમારીનું બહાનું, કોર્ટ આજે ફ્લોર ટેસ્ટનો આદેશ આપે

- બેંગલુરુના રમાડા હોટલમાં રોકાયેલા ભાજપના ધારાસભ્યોએ સોમવાર સવારે ઉઠી યોગ કર્યા.

જુઓ Live TV:-

દેશના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...