લોકસભા: ટોમ વડક્કન બાદ શશિ થરૂરનાં માસા-માસી પણ ભાજપમાં જોડાયા

લોકસભા ચૂંટણી 2019નાં પરિણામ ભાજપને કેરળમાં વધારે એક સફળતા મળી છે, શશિ થરૂરની માંના બહેન શોભના શશિકુમાર અને તેમના પતિ શશિકુમાર ભાજપમાં જોડાઇ ગયા

લોકસભા: ટોમ વડક્કન બાદ શશિ થરૂરનાં માસા-માસી પણ ભાજપમાં જોડાયા

કોચ્ચિ : કોંગ્રેસ પ્રવક્તા ટૉમ વડક્કનનાં ભાજપમાં જોડાયાનાં એક દિવસ બાદ તિરુવનંતપુરમથી કોંગ્રેસના લોકસભા સભ્ય શશિ થરુરના માસા-માસીએ શુક્રવારે ભાજપનું સભ્યપદ ગ્રહણ કરી લીધું. થરૂરની માંના બહેન, શોભના શસિકુમાર અને તેમનાં પતિ શશિકુમાર તથા 13 અન્ય લોકો ભાજપમાં જોડાઇ ગયા. ભાજપનાં રાજ્ય અધ્યક્ષ પી.એસ શ્રીધર પિલ્લેએ તમામનું પાર્ટીમાં સ્વાગત કર્યું. થરૂરનાં માસા - માસીએ કહ્યું કે, એક લાંબા સમયથી તેઓ ભારતીય જનતા પાર્ટીની વિચારધારાનું અનુસરણ કરી રહ્યા હતા. 

લોકસભા ચૂંટણી 2019ના સમરમાં કોંગ્રેસ પ્રવક્તા ટોમ વડક્કને ભાજપનો હાથ પકડી લીધો હતો. કેરળમાં શશિ થરુર કોંગ્રેસનાં મોટા નેતાઓ પૈકી એક છે. તેઓ હાલ તિરુવનંતપુરમના સાંસદ છે. ભાજપ લાંબા સમયથી આ સીટ પર નજર છે. આ વખતે તેઓ તેની સામે મજબુત ઉમેદવાર ઉતારી શકે છે. એવી પણ ચર્ચા છે કે હાલમાં જ મિઝોરમના રાજ્યપાલ પદથી રાજીનામું આપનારા કુમ્માનમ રાજશેખરન અહીંથી ચૂંટણી લડી શકે છે. પદ સંભાળ્યાનાં 10 જ મહિનામાં તેમણે રાજીનામું આપી દીધું હતું. 

આરએસએસનાં નિષ્ઠાવાન વ્યક્તિત્વ માનવામાં આવતા ભાજપનાં પ્રદેશ એકમના પુર્વ પ્રમુખ રાજશેખરન (65)ને કેરળમાં લોકસબા ચૂંટણીમાં ભાજપને મજબુત બનાવવાની જવાબદારી સોંપવામાં આવી છે. આ રાજ્યમાં પાર્ટી હજી સુધી ખાતુ પણ નથી ખોલી શકી. જો કે પ્રદેશ પાર્ટીના સુત્રો અનુસાર રાજ્યમાં ઘણી સંભાવનાઓ છે. રાજશેખરન બહુચર્ચિત તિરુવનંતપુરમ સીટ પરથી ચૂંટણી લડી શકે છે. પાર્ટી રાજ્યમાં આશરે 6 સીટો પર સારા પ્રદર્શનની આશા રાખી રહી છે. આ સીટ પણ તે પૈકી એક છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news