Loksabha Monsoon Session: સંસદના ચોમાસુ સત્રમાં આ વખતે નહીં હોય 'પ્રશ્નકાળ', વિપક્ષ થયો કાળઝાળ

કોરોના વાયરસ સંક્રમણ બાદ પહેલીવાર સદન(Monsoon Seccion) ની કાર્યવાહી થવાની છે. પરંતુ તે પહેલા જ વિપક્ષ કાળઝાળ થયો છે. વાત જાણે એમ છે કે આ વખતે સદનની કાર્યવાહીમાંથી પ્રશ્નકાળ હટાવી દેવાયો છે. જેને લઈને વિપક્ષ ખુબ નારાજ છે. પ્રશ્નકાળ રદ થતા અનેક સવાલ વિપક્ષ તરફથી ઉઠાવવામાં આવી રહ્યાં છે. અત્રે જણાવવાનું કે આ વખતે લોકસભા અને રાજ્યસભાની કાર્યવાહીમાં કેટલાક ફેરફાર કરાયા છે. આ ફેરફાર મુજબ ચોમાસુ સત્રમાં પ્રશ્નકાળ નહીં રહે. જો કે શૂન્યકાળ અંગે હજુ કઈ જણાવવામાં આવ્યું નથી. સંસદનું ચોમાસુ સત્ર 14 સપ્ટેમ્બરથી શરૂ થશે.
Loksabha Monsoon Session: સંસદના ચોમાસુ સત્રમાં આ વખતે નહીં હોય 'પ્રશ્નકાળ', વિપક્ષ થયો કાળઝાળ

નવી દિલ્હી: કોરોના વાયરસ સંક્રમણ બાદ પહેલીવાર સદન(Monsoon Seccion) ની કાર્યવાહી થવાની છે. પરંતુ તે પહેલા જ વિપક્ષ કાળઝાળ થયો છે. વાત જાણે એમ છે કે આ વખતે સદનની કાર્યવાહીમાંથી પ્રશ્નકાળ હટાવી દેવાયો છે. જેને લઈને વિપક્ષ ખુબ નારાજ છે. પ્રશ્નકાળ રદ થતા અનેક સવાલ વિપક્ષ તરફથી ઉઠાવવામાં આવી રહ્યાં છે. અત્રે જણાવવાનું કે આ વખતે લોકસભા અને રાજ્યસભાની કાર્યવાહીમાં કેટલાક ફેરફાર કરાયા છે. આ ફેરફાર મુજબ ચોમાસુ સત્રમાં પ્રશ્નકાળ નહીં રહે. જો કે શૂન્યકાળ અંગે હજુ કઈ જણાવવામાં આવ્યું નથી. સંસદનું ચોમાસુ સત્ર 14 સપ્ટેમ્બરથી શરૂ થશે.

નિયમોમાં ફેરફાર
કોરોના વાયરસના સંક્રમણ વચ્ચે 17મી લોકસભાનું ચોથુ સત્ર 14 સપ્ટેમ્બર 2020થી શરૂ થઈ રહ્યું છે. જે 1 ઓક્ટોબર સુધી ચાલશે. જો કે આ માટે પૂરતી વ્યવસ્થા પણ કરવામાં આવી છે. લોકસભા સત્રના પહેલા દિવસે એટલે કે 14 સપ્ટેમ્બરના રોજ સવારે 9 વાગ્યાથી બપોરે 1 વાગ્યા સુધી સદનની કાર્યવાહી ચાલશે. અને 15 સપ્ટેમ્બરથી એટલે કે એક દિવસ બાદથી સદન 3 વાગ્યાથી સાંજે 7 વાગ્યા સુધી ચાલશે. આ વખતે સદનની કાર્યવાહીથી પ્રશ્નકાળ હટાવી દેવાયો છે. ત્યારબાદ વિપક્ષે સરકાર પર નિશાન સાધ્યું છે. પ્રાઈવેટ મેમ્બર બિઝનેસ નહીં હોય. શનિવારે અને રવિવારે રજા નહીં હોય. 14 સપ્ટેમ્બરથી એક ઓક્ટોબર સુધીમાં કુલ 18 બેઠકો યોજાશે. 

— ANI (@ANI) September 2, 2020

વિપક્ષ કાળઝાળ
ટીએમસી અને કોંગ્રેસે પ્રશ્નકાળ ન હોવાને લઈને સરકાર પર નિશાન સાધ્યું છે. કોંગ્રેસના સાંસદ શશિ થરૂરે ટ્વિટ કરીને કહ્યું કે મે ચાર મહિના પહેલા જ કહ્યું હતું કે શક્તિશાળી નેતા લોકતંત્ર અને અસહમતિને દબાવવા માટે મહામારીનું બહાનું આગળ ધરશે. સંસદ સત્ર માટે નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું જેમાં કહેવાયું કે પ્રશ્નકાળ નહીં હોય. અમને સુરક્ષિત રાખવાના નામ પર તેને આ રીતે યોગ્ય ઠેરવી શકાય?

— Shashi Tharoor (@ShashiTharoor) September 2, 2020

તેમણે સરકાર પર નિશાન સાધતા ટ્વિટ કરીને કહ્યું કે સરકારને સવાલ કરવો સંસદીય લોકતંત્રમાં ઓક્સિજનની જેમ છે. આ સરકાર સંસદને એક નોટિસબોર્ડની જેમ સીમિત કરવા માંગે છે અને પોતાના ભારે ભરખમ બહુમતને રબર સ્ટેમ્પની જેમ ઉપયોગ કરી ગમે તે પાસ કરાવવા માંગે છે. જવાબદારીને પ્રોત્સાહન આપનાર તંત્રને હવે દૂર કરી દેવાયું છે. 

એજ રીતે ટીએમસીના સાંસદ ડેરેક ઓ બ્રાયને પણ સરકાર પર આક્રમક પ્રહારો કર્યા છે. તેમણે કહ્યું કે જ્યારે સંસદના બાકીના કામકાજના કલાકો પહેલાની જેમ સમાન છે તો પ્રશ્નકાળ કેમ રદ કરાયો? બ્રાયને આરોપ લગાવ્યો કે મહામારીનું બહાનું કરીને લોકતંત્રની હત્યા થઈ રહી છે. 

— Derek O'Brien | ডেরেক ও'ব্রায়েন (@derekobrienmp) September 2, 2020

આ બાજુ સરકારે પ્રશ્નકાળ હટાવવા બદલ કારણ અપાયું છે. જે મુજબ પ્રશ્નકાળ માટે મોટી સંખ્યામાં અધિકારી મંત્રીઓ સવાલો સંબંધિત જાણકારી આપવા માટે આવે છે. કોરોના સંકટ દરમિયાન લોકોની અવરજવર ઓછી કરવા માટે આ પગલું લેવાયું છે. 

શું હોય છે પ્રશ્નકાળ?
લોકસભામાં કાર્યવાહીનો પહેલો કલાક (11 થી 12) પ્રશ્નકાળ કહેવાય છે. જ્યારે રાજ્યસભામાં કાર્યવાહીનો પહેલો કલાક શૂન્યકાળ (ઝીરો અવર) કહેવાય છે. પ્રશ્નકાળમાં સાંસદ વિભિન્ન સૂચિબદ્ધ મુદ્દાઓ પર પ્રશ્નો કરે છે જેની શરૂઆત રાજ્યસભામાં 12 વાગ્યાથી થાય છે. જ્યારે શૂન્યકાળમાં સાંસદ નિર્ધારિત કાર્યક્રમના મહત્વપૂર્ણ મુદ્દાઓ પર વિચાર વ્યક્ત કરે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news