મધ્ય પ્રદેશમાં કોંગ્રેસે 'કમલ' પર ઉતારી પસંદગી: 17 તારીખે શપથગ્રહણ સમારોહ

કમલનાથ રાજ્યપાલ આનંદીબેન સાથે સવારે 10.30 વાગ્યા મુલાકાત કરવા જશે, કમલનાથે જ્યોતિરાદિત્યના સમર્થકોનો આભાર વ્યક્ત કર્યો અને કહ્યું કે આ પદ મારા માટે પાયાનો પથ્થર છે

Updated By: Dec 14, 2018, 01:04 PM IST
મધ્ય પ્રદેશમાં કોંગ્રેસે 'કમલ' પર ઉતારી પસંદગી: 17 તારીખે શપથગ્રહણ સમારોહ

ભોપાલ : મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણીનાં પરિણામો આવ્યા બાદ આખરે ભારે ગરમાગરમી બાદ મધ્યપ્રદેશનાં મુખ્યમંત્રી નક્કી થઇ ગયા છે. ગુરૂવારે સમગ્ર દિવસ દરમિયાન ચાલેલી મંત્રણા બાદ આખરે કમલનાથ પર ફાઇનલ મહોર લાગી હતી. કમલનાથને રાજ્યપાલ તરફથી સરકાર રચવા માટેનું આમંત્રણ પણ મળી ચુક્યું છે. કમલનાથે આજે રાજ્યપાલ આનંદીબેન સાથે મુલાકાત કરીને સરકાર બનાવવાનો દાવો રજુ કર્યો. આ દરમિયાન તેમની સાથે દિગ્વિજય સિંહ, સુરેશ પચોરી અને અરૂણ યાદવ સહિતનાં નેતાઓ પણ હાજર રહ્યા હતા. 


સમાચાર એજન્સી ANIનાં અનુસાર 17 ડિસેમ્બરે ભોપાલનાં લાલ પરેડ ગ્રાઉન્ડમાં બપોરે 01.30 વાગ્યે મુખ્યમંત્રી તેઓ મુખ્યમંત્રી પદના શપથ લેશે. કમલનાથનાં શપથગ્રહણ સમારોહમાં બસપા પ્રમુખ માયાવતી અને સમાજવાદી પાર્ટી પ્રમુખ અખિલેશ યાદવ પણ હાજર રહે તેવી શક્યતાઓ છે. કમલનાથે માયાવતી અને અખિલેશ યાદવને ફોન કરીને સમારંભમાં હાજર રહેવા માટે આમંત્રણ આપ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસે ત્રણ રાજ્યો પર વિજય તો પ્રાપ્ત કર્યો પરંતુ ત્યાર બાદ મુખ્યમંત્રી મુદ્દે ગુંચવાડો પેદા થયો હતો. 

મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણીના પરિણામો બાદ આખરે ભારે રસાકસી બાદ મધ્યપ્રદેશના મુખ્યમંત્રી નક્કી થઇ ગયા છે. ગુરૂવારે આખો દિવસ હાઇવોલ્ટેજ ડ્રામા બાદ હાઇકમાન્ડ દ્વારા કમલનાથને ધારાસભ્યોનાં દળના નેતા બનાવવામાં આવ્યા હતા. હવે તેઓ પ્રદેશના નવા મુખ્યમંત્રી બનશે. આજે કમલનાથ રાજ્યપાલ આનંદીબેન પટેલને મળીને સરકારનો દાવો રજુ કરી શકે છે. કમલનાથ આનંદીબેન સાથે સવારે 10.30 વાગ્યે મુલાકાત કરી શકે છે. માનવામાં આવી રહ્યું છે કે, કમલનાથ પોતાનાં મંત્રીમંડળ સાથે શનિવારે શપથ ગ્રહણ કરશે. 

ગુરૂવારે દિલ્હી અને ભોપાલમાં સમગ્ર દિવસ દરમિયાન ચાલેલી રસાકસી બાદ મોડી રાત્રે કમલનાથનાં નામની જાહેરાત મુખ્યમંત્રી તરીકે કરવામાં આવી. મધ્યપ્રદેશ કોંગ્રેસે પોતાનાં અધિકારીક ટ્વીટર હેન્ડલ પર એક ટ્વીદ દ્વારા આ માહિતી આપી હતી. કમલનાથ છિંદવાડાથી 9 વખત સાંસદ રહી ચુક્યા છે. તેમણે ચૂંટણી સમયે અંતિમ ઘડીએ કોંગ્રેસના અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા. 

મુખ્યમંત્રી તરીકે પસંદગી પામ્યા બાદ કમલનાથે કહ્યું કે, મુખ્યમંત્રી પદ મારા માટે પાયાનો પથ્થર છે. સમર્થન માટે જ્યોતિરાદિત્યનો આભાર વ્યક્ત કર્યો. તેમણે સ્વિકાર કર્યો કે આગળનો સમય ઘણો પડકારપુર્ણ છે. કમલનાથે તેમ પણ કહ્યું કે, અમે બધા સાથે મળીને વચન આપીએ છીએ કે તમામ વચનો પુર્ણ થશે. મને મુખ્યમંત્રીપદની ભુખ નથી. કોઇ માંગ નહોતી. કમલનાથે કહ્યું કે, રાજ્યમાં એક નવા જ યુગની શરૂઆત થઇ રહી છે. 

કમલનાથ મોડી રાત્રે ભોપાલ પહોંચ્યા હતા. જ્યાં એરપોર્ટ પર જ તેમના સમર્થકોએ જય જય કમલનાથનાં નારા લગાવી તેમનું સ્વાગત કર્યું હતું. ત્યાંથી ધારાસભ્યદળનાં નેતાની પસંદગી માટે નવાચૂંટાયેલા ધારાસભ્યોની બેઠક માટે સીધા પાર્ટી ઓફીસ ગયા હતા. કોંગ્રેસની આગેવાની વાળી ગત્ત સરકારમાં તેઓ કેન્દ્રીયમંત્રી રહી ચુક્યા છે. મધ્યપ્રદેશમાં કોંગ્રેસની જીત થઇ ત્યારથી જ તેઓ મુખ્યમંત્રી પદનાં સૌથી મજબુત દાવેદાર માનવામાં આવી રહ્યા હતા.