ખબર નહી મધ્યપ્રદેશમાં કયા સ્થળે મોબાઇલ ફેક્ટ્રી લગાવવાનાં છે રાહુલ ગાંધી: શિવરાજનો વ્યંગ

મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે કહ્યું કે, ગરીબો માટે ચાલુ કરવામાં આવેલી બાકીની બિલ માફી યોજનાની વિરુદ્ધ કોંગ્રેસ કોર્ટમાં જતી રહી હતી

ખબર નહી મધ્યપ્રદેશમાં કયા સ્થળે મોબાઇલ ફેક્ટ્રી લગાવવાનાં છે રાહુલ ગાંધી: શિવરાજનો વ્યંગ

નવી દિલ્હી : મધ્યપ્રદેશમાં રોકાણ મુદ્દે મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ પર કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ દ્વારા કરવામાં આવેલી ટીપ્પણીની ગરમી હાલ પણ રાજ્યની રાજનીતિમાં જોવા મળી રહી છે. જનઆશીર્વાદ યાત્રા મુદ્દે ચૂંટણી પ્રચાર માટે નિકળેલા મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ શાબ્દિક પ્રહારો કર્યા કરે છે. જો કે હવે તેમણે રાહુલ ગાંધીની વાતો પર વ્યંગ પણ ચાલુ કર્યા છે. બીજી તરફ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાના દરેક વ્યંગનો કડકાઇથી જવાબ આપી રહ્યા છે. 

70 વર્ષમાં મોબાઇલનું ચાર્જ પણ નથી બનાવી શકી કોંગ્રેસ
મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે એકવાર ફરીથી રાહુલ ગાંધી પર નિશાન સાધતા કહ્યું કે, રાહુલ ગાંધી ક્યારે પણ મેડ ઇન મધ્ય પ્રદેશ મોબાઇલ બનાવવાની વાત કરે છે. ક્યારે તેઓ મેડ ઇન ચિત્રકુટ અને BHELમાંથી મોબાઇલ બનાવવાની વાત કરે છે. ખબર નહી રાહુલ ગાંધી હવે ક્યાં ક્યાં મોબાઇલ બનાવવાની ફેક્ટ્રી લગાવવાનાં છે. તેમણે કહ્યું કે, રાહુલ ગાંધી આજે ભલે કંઇ પણ બોલી રહ્યા હોય પરંતુ સત્ય સમગ્ર દેશ જાણે છે. સત્ય તો છે કે ગત્ત 70 વર્ષોમાં મેડ ઇન અમેઠી લખેલું પાતળી પીનનું ચાર્જર પણ બન્યું નથી. 

ગરીબોનું બિલ માફ કર્યું તો કોંગ્રેસ કોર્ટમાં ગઇ 
મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે કોંગ્રેસ પર શાબ્દિક પ્રહાર કરતા કહ્યું કે, કોંગ્રેસ માત્ર ગરીબોના હિતેષી હોવાનો દાવો કરે છે. કોંગ્રેસ ગરીબોની કેટલી શુભચિંતક છે, તેની ત્યારે જ ખબર પડી ગઇ હતી જ્યારે ગરીબો માટે ચાલુ કરાયેલ બાકી બિલ માફી યોજના વિરુદ્ધ તે કોર્ટમાં ગયા હતા. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news