Mahant Narendra Giri Death Case: હનુમાન મંદિરના મુખ્ય પુજારી આદ્યા તિવારીની SIT એ કરી ધરપકડ


Mahant Narendra Giri Death Case: મહંત નરેન્દ્ર ગિરીની આપઘાતના મામલામાં એસઆઈટીએ હનુમાન મંદિરના મુખ્ય પુજારી આદ્યા તિવારી (Aadya Tiwari) ની ધરપકડ કરી છે. એસઆઈટીએ તપાસ શરૂ કરતા કસ્ટડીમાં લીધેલા આદ્યા તિવારીની ધરપડક કરી લીધી છે. 
 

Mahant Narendra Giri Death Case: હનુમાન મંદિરના મુખ્ય પુજારી આદ્યા તિવારીની SIT એ કરી ધરપકડ

પ્રયાગરાજઃ Mahant Narendra Giri Death Case: અખાડા પરિષદના અધ્યક્ષ મહંત નરેન્દ્ર ગિરીની આપઘાતના મામલામાં એસઆઈટીએ હનુમાન મંદિરના મુખ્ય પુજારી આદ્યા તિવારી (Aadya Tiwari) ની ધરપકડ કરી છે. એસઆઈટીએ તપાસ શરૂ કરતા કસ્ટડીમાં લીધેલા આદ્યા તિવારીની ધરપડક કરી લીધી છે. મહંત નરેન્દ્ર ગિરીના શિષ્ય આનંદ ગિરીના નિવેદન અને કથિત સ્યુસાઇડ નોટના આધાર પર આદ્યા તિવારીની ધરપકડ કરવામાં આવી છે. એસઆઈટી બુધવારે આનંદ ગિરી અને આદ્યા તિવારીને કોર્ટમાં રજૂ કરશે. એસઆઈટી બંનેના રિમાન્ડ લેલા માટે કોર્ટમાં અરજી પણ આપશે. એસઆઈટી પ્રમુખ અજીત સિંહ ચૌહાણે આ વાતની જાણકારી આપી છે. 

મહત્વનું છે કે અખાડા પરિષદના અધ્યક્ષ મહંત નરેન્દ્ર ગિરીના મૃત્યુની તપાસ માટે જિલ્લાના વરિષ્ઠ પોલીસ અધિકારીએ મંગળવારે એક 18 સભ્યોના વિશેષ તપાસ દળ (એસઆઈટી)ની રચના કરી છે. એસએસપી મીડિયા સેલ દ્વારા જાહેર કરાયેલી અખબારી યાદી અનુસાર, જોર્જ ટાઉન પોલીસ સ્ટેશનમાં આઈપીસીની કલમ 306 હેઠળ નોંધાયેલા કેસના મૂળ સુધી જવા માટે તથા આરોપીઓની ધરપડક માટે એસએસપી પ્રયાગરાજે તત્કાલ પ્રભાવથી એસઆઈટીની રચના કરી છે. આ તપાસ ટીમમાં સર્કલ ઓફિસર (સિટી IV) અજીત સિંહ ચૌહાણ, સર્કલ ઓફિસર (સિટી V) આસ્થા જયસ્વાલ, ઇન્સ્પેક્ટર-ઇન-ચાર્જ, પોલીસ સ્ટેશન જ્યોર્જ ટાઉન મહેશ સિંહ અને 18 અધિકારીઓને નોમિનેટ કરવામાં આવ્યા છે.

મહંત નરેન્દ્ર ગિરીએ પોતાના કથિત સ્યુસાઇડ નોટમાં પોતાના શિષ્ય આનંદ ગિરી, મોટા હનુમાન મંદિરના પુજારા આદ્યા પ્રસાદ તિવારી અને તેમના પુત્ર સંદીપ તિવારીને પોતાના મોત માટે જવાબદાર ઠેરવ્યા છે. કથિત સ્યુસાઇડ નોટમાં મહંતે લખ્યુ છે, 'હું ખુબ દુખી થઈને આત્મહત્યા કરી રહ્યો છું. મારા મોતની જવાબદારી આનંદ ગિરી, આદ્યા પ્રસાદ તિવારી અને તેમના પુત્ર સંદીપ તિવારીની હશે.'

કથિત સ્યુસાઇડ નોટમાં પોલીસ અને તંત્રના અધિકારીઓને આ ત્રણેય લોકો વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી કરવાની વિનંતી કરી છે જેથી તેમના (મહંતની) આત્માને શાંતિ મળી શકે. મહંત નરેન્દ્ર ગિરીએ કથિત સ્યુસાઇડ નોટમાં તે પણ લખ્યુ છે કે 13 સપ્ટેમ્બર 2021ના તેમણે આત્મહત્યા કરવાનું મન બનાવ્યું હતું, પરંતુ તેઓ હિંમત કરી શક્યા નહીં.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news