LIVE: પીએમ મોદીએ કહ્યું- ટ્રમ્પ સાથે મારી 5મી મુલાકાત છે, તેમના આવવાથી મને ખુશી થઇ

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ બે દિવસના ભારત પ્રવાસ પર છે. આજે તેમના ભારત પ્રવાસનો બીજો દિવસ છે. આજે પીએમ મોદી અને રાષ્ટ્રપતિ ટ્રમ્પ વચ્ચે વિસ્તૃત વાત થશે અને ઘણા કરારો પર મોહર લગાવ્યા બાદ બંને નેતાઓ સાથે પત્રકાર પરિષદ કરશે. 

LIVE: પીએમ મોદીએ કહ્યું- ટ્રમ્પ સાથે મારી 5મી મુલાકાત છે, તેમના આવવાથી મને ખુશી થઇ

નવી દિલ્હી: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ બે દિવસના ભારત પ્રવાસ પર છે. આજે તેમના ભારત પ્રવાસનો બીજો દિવસ છે. આજે પીએમ મોદી અને રાષ્ટ્રપતિ ટ્રમ્પ વચ્ચે વિસ્તૃત વાત થશે અને ઘણા કરારો પર મોહર લગાવ્યા બાદ બંને નેતાઓ સાથે પત્રકાર પરિષદ કરશે. 

તમને જણાવી દઇએ કે ટ્રમ્પની સાથે તેમની પત્ની મેલાનિયા ટ્રમ્પ, પુત્રી ઇવાંકા અને જમાઇ જારેડ કુશ્નર પણ ભારત આવ્યા છે. ટ્રમ્પ અને તેમનો પરિવાર 36 કલાકની હવાઇ યાત્રા કરીને સોમવારે અમદાવાદ પહોંચ્યા હતા. જાણો શું છે આજનો કાર્યક્રમ. 

— ANI (@ANI) February 25, 2020

- આતંકવાદ વિરૂદ્ધ મળીને લડશે બંને દેશ- ટ્રમ્પ

- અમેરિકન રાષ્ટ્રપતિ ટ્રમ્પે કહ્યું- 3 અરબ ડોલરના રક્ષા કરાર પર સહમતિ બની

- ભારત અને અમેરિકાની સમાન પરંપરાઓ છે- ટ્રમ્પ

- ભારતની ઉર્જા જરૂરિયાતોને પુરી કરવા માટે અમે પ્રતિબદ્ધ- ટ્રમ્પ

-રક્ષા ક્ષેત્રમાં ડીલથી બંને દેશો વચ્ચે મિત્રતા થઇ- ટ્રમ્પ

- ભૂલી ન શકાય તેવું ભારતમાં મારું સ્વાગત થયું- ટ્રમ્પ

- ભારત આવવાથી અમને ખુબ ખુશી થઇ- ટ્રમ્પ

- હું મહાત્મા ગાંધીના આશ્રમ ગયો અને મેં ત્યાં શ્રદ્ધાંજલિ આપી- ટ્રમ્પ

- ટ્રમ્પે કહ્યું- હું અને મેલાનિયા ભારત આવવાથી ખૂબ ખુશ છીએ. 

- અમારા કોમર્સ મિનિસ્ટર્સ વચ્ચે સકારાત્મક ચર્ચા થઇ- પીએમ મોદી

- ઉર્જાના ક્ષેત્રમાં ભારત અને અમેરિકા વચ્ચે ભાગીદારી વધી- પીએમ મોદી

- નારકો ટેરેરિઝમ પર મિકેનિઝમ બનાવવા પર સહમતિ બની- પીએમ મોદી

- ભારત-અમેરિકાનો તાલમેલ દુનિયાના હિતમાં છે- પીએમ મોદી

- પીએમ મોદીએ કહ્યું- નવા મુકામ પર પહોંચ્યા ભારત અને અમેરિકાના સંબંધ

- ભારત સૌથી વધુ સેના અભ્યાસ અમેરિકા સાથે થાય છે- પીએમ મોદી

- આતંકવાદ વિરૂદ્ધ લડવાનો અમે દ્વઢ નિશ્વય કર્યો- પીએમ મોદી

- તેલ અને ગેસ માટે અમેરિકા ભારતનો મહત્વપૂર્ણ સ્ત્રોત્ર- પીએમ મોદી

- PM મોદીએ કહ્યું- ટ્રમ્પ સાથે આ મારી 5મી મુલાકાત છે, તેમના આવવાથી મને ખુશી થઇ 

- દિલ્હીના સરકારી સ્કૂલમાં બાળકોને મેલાનિયા ટ્રમ્પનું સ્વાગત કર્યું અને તેમની સામે પરફોર્મ કર્યું

- મેલાનિયા ટ્રમ્પે કહ્યું- હું અમેરિકામાં બાળકોને શોષણથી બચાવું છું. અમેરિકામાં નાના બાળકો માટે કામ કરું છું. તેમણે કહ્યું કે 'હું બાળકોને પરેશાનીથી બચવાની રીત જણાવી. હેપ્પીનેસ શબ્દ બધાને પ્રેરણા આપનાર છે. 

— ANI (@ANI) February 25, 2020

- ડોનાલ્ડ ટ્રમ્પની પત્ની મેલાનિયા ટ્રમ્પએ દિલ્હીના એક સરકારી સ્કૂલની મુલાકાત લીધી. અહીં તેમણે હેપ્પીનેસ ક્લાસ વિશે જણાવ્યું. તેમણે કહ્યું કે મારા સ્વાગત માટે તમારા બધાનો ખુબ ખુબ આભાર.

- અમેરિકાના રાષ્ટ્રપતિ અને પીએમ મોદી વચ્ચે દ્વિપક્ષીય વાર્તા શરૂ

— ANI (@ANI) February 25, 2020

- ટ્રમ્પ અને તેમના પ્રતિનિધિમંડળનું ભારતમાં સ્વાગત છે, હું જાણુ છું કે તમે હાલ ખૂબ વ્યસ્ત છો. તેમ છતાં તમે અમારા માટે સમય કાઢ્યો- પીએમ મોદી

— ANI (@ANI) February 25, 2020

- ભારતમાં શાનદાર સ્વાગત માટે શુક્રિયા- ટ્રમ્પ 

- અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પએ કહ્યું- લવ યૂ ઇન્ડીયા

- ભારત આવવું યાદગાર રહ્યું- ટ્રમ્પ 

- હૈદ્બાબાદ હાઉસમાં પીએમ મોદી અને રાષ્ટ્રપતિ ટ્રમ્પની મુલાકાત થઇ. 

— ANI (@ANI) February 25, 2020

- હૈદ્બાબાદ હાઉસ પહોંચ્યા અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ, પીએમ મોદીએ કર્યું સ્વાગત

— ANI (@ANI) February 25, 2020

- ટ્રમ્પ અને તેમનીએ પત્નીએ રાજઘાટમાં એક છોડ પણ ઉગાડ્યો.

— ANI (@ANI) February 25, 2020

- ટ્રમ્પ અને તેમની પત્ની મેલાનિયા ટ્રમ્પએ રાજઘાટમાં વિજિટર બુક પોતાના અનુભવ લખ્યા.

— ANI (@ANI) February 25, 2020

- રાજઘાટ પહોંચ્યા અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ, મહાત્મા ગાંધીને આપી શ્રદ્ધાંજલિ.

— ANI (@ANI) February 25, 2020

- પીએમ મોદી હૈદ્બાબાદ હાઉસ પહોંચ્યા, થોડીવારમાં ત્યાં ડોનાલ્ડ ટ્રમ્પ પણ પહોંચશે.  

— ANI (@ANI) February 25, 2020

- ડોનાલ્ડ ટ્રમ્પ રાષ્ટ્રપતિ ભવનથી નિકળ્યા, થોડીવારમાં તે રાજઘાટ જશે. 

- ડોનાલ્ડ ટ્રમ્પ રાષ્ટ્રભવનથી નિકળ્યા. થોડીવારમાં તે રાજઘાટ પહોંચશે. 

- ડોનાલ્ડ ટ્રમ્પને રાષ્ટ્રપતિ ભવનમાં ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું. 

— ANI (@ANI) February 25, 2020

- ડોનાલ્ડ ટ્રમ્પ રાષ્ટ્રપતિ ભવન પહોંચ્યા. તેમનું ઔપચારિક સ્વાગત કરવામાં આવી રહ્યું છે. 

— ANI (@ANI) February 25, 2020

- રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું ભારતીય રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે સ્વાગત કર્યું. 

— ANI (@ANI) February 25, 2020

- પીએમ નરેન્દ્ર મોદી રાષ્ટ્રપતિ ભવન પહોંચ્યા. 

— ANI (@ANI) February 25, 2020

દિલ્હીમાં ટ્રમ્પનો આજનો કાર્યક્રમ
- સવારે 10 વાગે: રાષ્ટ્રપતિ ભવન જશે ડોનાલ્ડ ટ્રમ્પ. ભવ્ય સમારોહનું આયોજન થશે.
- સવારે 10:30 વાગે: ડોનાલ્ડ ટ્રમ્પ મહાત્મા ગાંધીને રાજઘાટ પર શ્રદ્ધા સુમન અર્પિત કરશે. 
- સવારે 11 વાગે: ડોનાલ્ડ ટ્રમ્પ હૈદ્બાબાદ હાઉસ જશે, પીએમ મોદીની સાથે પ્રતિનિધિમંડળની બેઠક થશે. અહીં બપોરમાં તે પીએમ મોદી સાથે લંચ કરશે. 
- બપોરે 12.40 વાગે: ડોનાલ્ડ ટ્રમ્પ અને નરેન્દ્ર મોદી સાથે કોન્ફ્રરન્સ કરશે. ત્યારબાદ ડોનાલ્ડ અમેરિકી દૂતાવાસ જશે. 
- સાંજે 7.30 વાગે: રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સાથે મુલાકાત કરશે. અહીં રાષ્ટ્રપતિ કોવિંદે ટ્રમ્પ માટે ડિનરનું આયોજન કર્યું છે. 
- રાત્રે 10 વાગે: અમેરિકા માટે વાયા જર્મની રવાના થશે ટ્રમ્પ. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news