Maharashtra Govt Formation Live : અજિત પવારે ધારાસભ્યો ચિઠ્ઠીનો કર્યો દુરુપયોગ, NCPનો આરોપ

એનસીપી નેતા નવાબ મલિકે આરોપ મૂકીને જણાવ્યું છે કે આ સરકાર છેતરપિંડીથી બનાવવામાં આવેલી સરકાર છે અને અમારા ધારાસભ્યો અમારી સાથે છે

Maharashtra Govt Formation Live : અજિત પવારે ધારાસભ્યો ચિઠ્ઠીનો કર્યો દુરુપયોગ, NCPનો આરોપ

મુંબઈ : એનસીપી નેતા ( NCP) નવાબ મલિકે (Nawab Malik) દાવો કર્યો છે કે અજિત પવારે (Ajit Pawar) પક્ષના ધારાસભ્યોની હાજરીની ચિઠ્ઠીનો દુરુપયોગ કર્યો છે. તેમણે દાવો કર્યો છે કે રાજભવન જનારા અનેક ધારાસભ્યો હજી પક્ષની સાથે છે. નવાબ મલિકે નિવેદન આપ્યું છે કે અમે હાજરી માટે ધારાસભ્યોની સાઇન લીધી હતી પણ એનો શપથ ગ્રહણ સમારોહ માટે ખોટો ઉપયોગ કરવામાં આવ્યો છે. નવાબ મલિકે દાવો કર્યો છે કે આ છેતરપિંડીથી બનેલી સરકાર છે અને વિધાનસભાના ફ્લોર પર હારશે. અમારા તમામ ધારાસભ્યો અમારી સાથે છે. 

હાલમાં સરકાર પાસે રહેલા ધારાસભ્યોની સંખ્યાની ગણતરી કરીએ તો સુત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે ભાજપને અજિત પવાર સાથે એનસીપીના 22 ધારાસભ્યોનું સમર્થન છે. એક ચર્ચા પ્રમાણે સરકારને શિવસેનાના કેટલાક ધારાસભ્યોનું પણ સમર્થન છે પણ આ સંખ્યા વિશે સ્થિતિ હજી સ્પષ્ટ નથી. નોંધનીય છે કે 288 સીટવાળી મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને 105, શિવસેનાને 56, એનસીપીને 54 અને કોંગ્રેસને 44 સીટ મળી છે. મહારાષ્ટ્રમાં સરકાર બનાવવા માટે 145 ધારાસભ્યોનું સમર્થન જરૂરી છે. જો એનસીપીના 22 ધારાસભ્ય ભાજપ સાથે આવે તો બંનેની સંખ્યા 127 થઈ જશે. આ સિવાય કેટલાક અપક્ષોનું પણ ભાજપને સમર્થન છે અને હવે શિવસેનાના કેટલાક ધારાસભ્યના તુટવાની ચર્ચા ચાલી રહી છે. આ સંજોગોમાં દેવેન્દ્ર ફડણવીસ અને અજિત પવારે મળીને ફ્લોર ટેસ્ટ પાસ કરવો પડશે જેના માટે 145નું સમર્થન મેળવવું પડશે.

મહારાષ્ટ્રમાં શનિવારે સવારે ભાજપે (BJP) અન્ય પક્ષ નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટી (NCP) સાથે મળીને પોતાની સરકાર બનાવી લીધી છે. રાજ્યપાલ ભગત સિંહ કોશિયારીએ શપથગ્રહણ સમારોહમાં ભાજપના દેવેન્દ્ર ફડણવીસ (Devendra Phadanvis)ને ફરીવાર મુખ્યપ્રધાન (CM) તરીકે કમાન સોંપી છે. શરદ પવારના ભત્રીજા અજિત પવાર (Ajit Pawar)ને નાયબ મુખ્યપ્રધાનનું પદ સોંપવામાં આવ્યું છે. 

LIVE TV : 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news