CAA વિરોધ પ્રદર્શન: UP માં 24 કલાકમાં 6 પ્રદર્શનકારીઓના મોત, ઘણા લોકો ઘાયલ

નાગરિકતા સંશોધન એક્ટ (CAA)ના વિરોધમાં શુક્રવારે જુમ્માની નમાજ બાદ ઉત્તર પ્રદેશના ઘણા જિલ્લાઓમાં જોરદાર બબાલ થઇ. આ દરમિયાન બિજનૌરમાં ગોળી વાગવાથી 2 યુવકના મોત નિપજ્યા છે. જ્યારે 8 પોલીસકર્મીને ઇજા પહોંચી છે. તો બીજી તરફ મેરઠમા6 એક પોલીસ ચોકીને સળગાવી દેવામાં આવી છે. 

CAA વિરોધ પ્રદર્શન: UP માં 24 કલાકમાં 6 પ્રદર્શનકારીઓના મોત, ઘણા લોકો ઘાયલ

નવી દિલ્હી: નાગરિકાતા સંશોધન એક્ટ (CAA)ના વિરોધમાં શુક્રવારે જુમ્માની નમાજ બાદ ઉત્તર પ્રદેશના ઘણા જિલ્લાઓમાં જોરદાર બબાલ થઇ. આ દરમિયાન બિજનૌરમાં ગોળી વાગવાથી 2 યુવકના મોત નિપજ્યા છે. જ્યારે 8 પોલીસકર્મીને ઇજા પહોંચી છે. તો બીજી તરફ મેરઠમાં એક પોલીસ ચોકીને સળગાવી દેવામાં આવી છે. 

ઉત્તર પ્રદેશમાં સતત બીજા દિવસે નાગરિકાતા સંશોધન એક્ટ વિરોધમાં લોકોએ પ્રદર્શન કર્યું. શુક્રવારે જુમ્માની નમાજ બાદ યૂપીના ઘણા જિલ્લામાં જોરદાર બબાલ થઇ. બિજનૌરમાં ગોળી વાગતાં એક યુવકની મોત થયું છે, જ્યારે 8 પોલીસકર્મી ઘાયલ થયા છે.

ઉત્તર પ્રદેશમાં નાગરિકતા સંશોધન એક્ટ વિરૂદ્ધ થયેલા બોમ્બ બ્લાસ્ટમાં અત્યાર સુધી 6 લોકોના મોત નિપજ્યા છે જેમાં આજે 5 લોકોના મોત નિપજ્યા. બિજનૌરમાં 2 લોકો મોત નિપજ્યા છે. જ્યારે લખનઉ, કાનપુર, સંભલ અને ફિરોજાબાદમાં 1-1 લોકોના મોત નિપજ્યા છે.

8 પોલીસકર્મી ઘાયલ
બિજનૌરના નહટૌરમાં પ્રદર્શન દરમિયાન ફાયરિંગમાં ચાર લોકોને ગંભીર ઇજા પહોંચી છે જેમાં સારવાર દરમિયાન 2 લોકોના મોત નિપજ્યા છે. 8 પોલીસકર્મી આ ઝપાઝપીમાં ઘાયલ થયા છે. જોકે પોલીસની સક્રિયતા બાદ પણ બિજનૌરની સાથે જ ફિરોજાબાદ, ગોરખપુર, મેરઠ, ગાજિયાબાદ, હાપુડ, બહરાઇચ, મુજફ્ફરનગર, કાનપુર, ઉન્નાવ, ભદોહીમાં ઉન્માદી ભીડે ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું. કાનપુરમાં પ્રદર્શનકારીએ પોલીસ પર પથ્થરમારો કર્યો. પોલીસે ભીડ પર કાબૂ મેળવવા માટે લાઠીચાર્જ કર્યો અને ટિયરગેસ છોડ્યા હતા. 

કાનપુરમાં 13 લોકો ઘાયલ
આ પ્રકારે કાનપુરમાં બાબૂપુરવામાં હિંસક પ્રદર્શનમાં 13 લોકો ઘાયલ થયા છે. સાથે જ 5 પોલીસકર્મી અને એક કોન્સ્ટેબલ પણ ઘાયલ થયા છે. એસએસપી અનંત દેવ તિવારીનું કહેવું છે કે શહેરમાં હવે સ્થિતિ સામાન્ય છે. પહેલાં નમાજીઓએ પરેડ ચોક પર બબાલ કરવાનો પ્રયત્ન કર્યો હતો અને ત્યાંના લોકોને સમજ્યા બાદ શાંત થઇ ગયા. પરંતુ બાબૂપુરવામાં પ્રદર્શનકારીઓ અચાનક ઉગ્ર થઇ ગયા અને પોલીસ પર પથ્થરમારો અને ફાયરિંગ કરવા લાગ્યા. પોલીસના અનુસાર આ પ્રદર્શનમાં 13 લોકો ઘાયલ થયા છે. હિંસા માટે 25 લોકોને પકડવામાં આવ્યા છે જ્યારે એક કોન્સ્ટેબલ સહિત પાંચ પોલીસકર્મી ઘાયલ થયા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news