જમ્મુ કાશ્મીરના વિશેષ દરજ્જા સાથે રમતના દુષ્પરિણામ આવશે: મહેબુબા મુફ્તી
સંવિધાનના અનુચ્છેદ 35એની યોગ્યતાને પડકારનારી અરજીની સુનવણી સુપ્રીમ કોર્ટમાં છ ઓગષ્ટે યોજાવાની છે, આ અનુચ્છેદ હેઠળ નિવાસીઓને વિશેષ રાજ્યનો દરજ્જો પ્રાપ્ત થાય છે
Trending Photos
શ્રીનગર : જમ્મુ કાશ્મીરના પુર્વ મુખ્યમંત્રી મહેબુબા મુફ્તીએ શુક્રવારે આગાહી કરી કે જો રાજ્યના વિશેષ દરજ્જાની સાથે કોઇ પણ પ્રકારની છેડછાડ થઇ તો સમગ્ર દેશને તેનું ગંભીર દુષ્પરિણામ ભોગવવા પડી શકે છે. સંવિધાનના અનુચ્છેદ 35એની વૈધતાને પડકારનાર અરજીની સુનવણી સુપ્રીમ કોર્ટમાં છ ઓગષ્ટે થવાની છે, તે અગાઉ મહેબુબાએ ચેતવણી આપી છે. સંવિધાનના અનુચ્છેદ 35એ રાજ્યનાં નિવાસીઓને વિશેષ અધિકાર અને સુવિધા પ્રદાન કરે છે.
મહેબુબા મુફ્તીએ કહ્યુ કે, રાજ્યમાં આજે લોકો રાજનીતિક મતભેદ ભુલાવીને 35એને નબળા કરવા વિરુદ્ધ એકત્ર થઇને પોતાની લડાઇ લડી રહ્યા છે. જેવું કે હું પહેલા પણ કહી ચુકી છું કે જમ્મુ કાશ્મીરને વિશેષ રાજ્યનો દરજ્જો કોઇ પ્રકારની છેડછાડ સમગ્ર દેશ માટે ભયંકર દુષ્પરિણામ લાવનારી હશે.
કાશ્મીરમાં ત્રીજા દિવસે પણ પ્રદર્શન
જમ્મુ કાશ્મીરનાં સ્થાયી નિવાસીએને વિશેષ દરજ્જો પ્રદાન કનરારા સંવિધાનના અનુચ્છેદ 35એને કાયદેસર પડકારનારી અરજીની વિરુદ્ધ ખીણમાં શુક્રવારે સતત ત્રીજા દિવસે પણ પ્રદર્શન ચાલુ રહ્યું હતું. પોલીસના એક અધિકારીએ જણાવ્યું કે, શ્રીનગરમાં ઉદારતાવાદી હુર્રિયત કોન્ફરન્સના અધ્યક્ષ મીરવાઇઝ ઉમર ફારુકની આગેવાનીમાં નૌહટ્ટામાં જામા મસ્જિદથી ગોજવારા સુધી રેલી કાઢી હતી.
અધિકારીએ જણાવ્યું કે, કાશ્મીરમાં આજે ઘણા સ્થળો પર પ્રદર્શન થયા. તેમણે જણાવ્યું કે, પ્રદર્શન શાંતિપુર્ણ રહ્યા. તેમણે જણાવ્યું કે, જમ્મુ કાશ્મીર લિબરેશન ફ્રંટ પ્રમુખ મોહમ્મદ યાસિન માલિકની આગેવાનીમાં આ બુંદની પાસે શુક્રવારની નમાજ બાદ પ્રદર્શન માર્ચ થયા. અધિકારીએ જણાવ્યું કે, ખાનયારમાં દસ્તગીર સાહિબની દરગાહ, શહેરના પંથા ચોકમાં મેહજુર પાર્ક પાસે, પરીમપોરાના લાલ બજારમાં મૈસુલા વિસ્તારમાં પ્રદર્શન માર્ચ કાઢી. મધ્ય કાશ્મીરનાં ગંદેરબલ જિલ્લાના કંગન અને સોનમર્ગ વિસ્તારની સાથે ઉત્તર કાશ્મીરના બાંદીપોરામાં પણ પ્રદર્શન થયા.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે