આ વ્યક્તિએ ફ્લાઈટમાં અચાનક જ કપડાં ઉતારી નાખ્યા, પછી નગ્ન અવસ્થામાં જે કર્યું....

હવાઈ મુસાફરી દરમિયાન મુસાફરોની અજીબોગરીબ હરકતો છાશવારે સમાચારમાં ચમકતી રહે છે. પરંતુ દુબઈથી લખનઉ આવી રહેલી ફ્લાઈટમાં શનિવારે એક એવી ઘટના ઘટી કે ફ્લાઈટમાં હાજર મુસાફરો અને ક્રુ મેમ્બર્સને શરમથી પરસેવો વળી ગયો.

આ વ્યક્તિએ ફ્લાઈટમાં અચાનક જ કપડાં ઉતારી નાખ્યા, પછી નગ્ન અવસ્થામાં જે કર્યું....

લખનઉ:  હવાઈ મુસાફરી દરમિયાન મુસાફરોની અજીબોગરીબ હરકતો છાશવારે સમાચારમાં ચમકતી રહે છે. પરંતુ દુબઈથી લખનઉ આવી રહેલી ફ્લાઈટમાં શનિવારે એક એવી ઘટના ઘટી કે ફ્લાઈટમાં હાજર મુસાફરો અને ક્રુ મેમ્બર્સને શરમથી પરસેવો વળી ગયો. વાત જાણે એમ બની કે ફ્લાઈટમાં એક પુરુષ મુસાફરે મુસાફરી દરમિયાન પોતાના કપડાં ઉતારી નાખ્યાં. ત્યારબાદ નગ્ન અવસ્થામાં જ તે ફ્લાઈટમાં ચાલવા લાગ્યો. 

ન્યૂઝ એજન્સી એએનઆઈના જણાવ્યાં મુજબ ફ્લાઈટ ક્રુએ જણાવ્યું કે આ ઘટના ફ્લાઈટ નંબર આઈએક્સ-194માં ઘટી. આ ફ્લાઈટમાં લગભગ 150 મુસાફરો સવાર હતાં. તેમણે જણાવ્યું કે ફ્લાઈટ દરમિયાન અચાનક એક મુસાફરે પોતાના કપડાં ઉતારી નાખ્યાં. ત્યારબાદ નગ્ન થઈને તે ફ્લાઈટમાં ટહેલવા લાગ્યો. આ ઘટના ઘટતા જ ક્રુ મેમ્બર્સ તરત હરકતમાં આવી ગયા અને તેમણે મુસાફરને ધાબળો ઓઢાડીને સીટ પર બેસાડી દીધો. 

ક્રુ મેમ્બર્સે જણાવ્યું કે મુસાફરે આમ કેમ કર્યું એ પણ હજુ સુધી સ્પષ્ટ થયું નથી. મળતી માહિતી મુજબ આ ફ્લાઈટ બપોરે 12 વાગ્યેને 5 મિનિટ પર લખનઉ એરપોર્ટ પર લેન્ડ થઈ. ત્યારબાદ ક્રુ મેમ્બર્સે આ પુરુષ મુસાફરને સુરક્ષા અધિકારીઓને સોંપી દીધો. કહેવાય છે કે સુરક્ષા અધિકારીઓ આ વ્યક્તિની પૂછપરછ કરી રહ્યાં છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news