Kolkata Fire: કોલકત્તામાં બહુમાળી બિલ્ડિંગમાં લાગી આગ, 9 લોકોના મોત

પૂર્વ રેલવેના પ્રવક્તા કમલ દેવ દાસે કહ્યુ કે, ન્યૂ કોયલાઘાટ બિલ્ડિંગમાં આગ લાગી, તેમાં પૂર્વ રેલવે અને દક્ષિણ પૂર્વ રેલવેનું ઝોનલ કાર્યાલય છે અને ભૂતલ પર એક કમ્પ્યૂટરરાઇઝ ટિકિટ બુકિંગ કેન્દ્ર છે. 

Kolkata Fire: કોલકત્તામાં બહુમાળી બિલ્ડિંગમાં લાગી આગ, 9 લોકોના મોત

કોલકત્તાઃ પશ્ચિમ બંગાળની રાજધાની કોલકત્તાના સ્ટ્રાન્ડ રોડ વિસ્તારમાં એક બહુમાળી બિલ્ડિંગમાં ભીષણ આગ લાગવાથી અફરા-તફરી મચી ગઈ છે. જાણકારી પ્રમાણે બિલ્ડિંગના 12માં માળે આગ લાગી છે. પોલીસે જાણકારી આપતા કહ્યુ કે, આગને કાબુમાં લેવા માટે ફાયર બ્રિગેડની 8 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. ઇમારતને ખાલી કરાવી લેવામાં આવી છે અને આ વિસ્તારમાં અવર-જવર પર પ્રતિબંધ લગાવી દીધો છે. આ દુર્ઘટનામાં લોકોના મૃત્યુ થયા છે. 

જાણકારી પ્રમાણે મૃતકોમાં 2 આરપીએફના જવાન, એક એએસઆઈ અને ચાર ફાયર કર્મચારી સામેલ છે. રાજ્ય સરકારે મૃતકોના પરિવારજનોને 10 લાખ રૂપિયાની મદદ કરવાનું આશ્વાસન આપ્યું છે. ઘટનાસ્થળ પર બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી પણ પહોંચી ગયા છે. 

— ANI (@ANI) March 9, 2021

કોલકત્તા પોલીસના એક અધિકારી પ્રમાણે સોમવારે સાંજે 6 કલાક 10 મિનિટ આસપાસ આ ઘટના બની. લોકોએ ઇમારતમાં આગ લાગતી જોઈને પોલીસને સૂચના આપી હતી. જાણકારી પ્રમાણે આઠ ગાડીઓને સ્થળ પર મોકલવામાં આવી. અધિકારીએ જણાવ્યું કે આ બિલ્ડિંગમાં રેલવેનું કાર્યાલય છે. આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ જારી છે. ઇમારતને ખાલી કરાવી લેવામાં આવી છે. 

પૂર્વ રેલવેના પ્રવક્તા કમલ દેવ દાસે કહ્યુ કે, ન્યૂ કોયલાઘાટ બિલ્ડિંગમાં આગ લાગી, તેમાં પૂર્વ રેલવે અને દક્ષિણ પૂર્વ રેલવેનું ઝોનલ કાર્યાલય છે અને ભૂતલ પર એક કમ્પ્યૂટરરાઇઝ ટિકિટ બુકિંગ કેન્દ્ર છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news