મુંબઈ: રાહુલ ગાંધીની ટીકા કરવી ભારે પડી ગઈ પ્રોફેસરને, ઉદ્ધવ સરકારે લીધુ આ પગલું
મુંબઈ યુનિવર્સિટીના એકેડેમી ઓફ થિયેટરના આર્ટ (એમટીએ)ના ડાઈરેક્ટર યોગેશ સોમણને જબરદસ્તીથી રજા પર ઉતારી દેવાતા બબાલ મચી છે. સોમણે કોંગ્રેસ પાર્ટીના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી દ્વારા વીર દામોદર સાવરકર પર અપાયેલા નિવેદનનો વિરોધ કર્યો હતો.
Trending Photos
મુંબઈ: મુંબઈ યુનિવર્સિટીના એકેડેમી ઓફ થિયેટરના આર્ટ (એમટીએ)ના ડાઈરેક્ટર યોગેશ સોમણ (Yogesh Soman) ને જબરદસ્તીથી રજા પર ઉતારી દેવાતા બબાલ મચી છે. સોમણે કોંગ્રેસ પાર્ટીના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી (Rahul Gandhi) દ્વારા વીર દામોદર સાવરકર પર અપાયેલા નિવેદનનો વિરોધ કર્યો હતો. એવું કહેવાય છે કે અનેક વિદ્યાર્થી સંગઠનોએ સોમણ વિરુદ્ધ પ્રદર્શન કર્યું હતું. સોમણ વિરુદ્ધ યુનિવર્સિટીમાં કેટલાક વિદ્યાર્થીઓ 13મીએ ધરણા પર બેસી ગયા હતાં. ત્યારબાદથી રાજ્યમાં કોંગ્રેસના સમર્થનથી ચાલી રહેલી સરકારે તેનાથી નારાજ થઈને આ પગલું ભર્યું.
સોમણે ગત વર્ષ ડિસેમ્બરમાં વીડિયો બહાર પાડીને કહ્યું હતું કે "રાહુલ ગાંધી તમે કહ્યું હતું કે તમે વીર સાવરકર નથી અને તમને તે વાતનું કોઈ ટેન્શન પણ નથી. ન ત્યાગ, ન તેજ, ન ભાષાનું તેજ પરંતુ મને લાગે છે કે તમે ગાંધી છો જ નહીં. તે વાતનું કોઈ ટેન્શન નથી તમને...."
જુઓ LIVE TV
સોમણે આગળ પોતાના વીડિયો સંદેશમાં કહ્યું કે "જેમ કે તમને ખબર છે કે તમારા દાદી અને ફિરોઝના લગ્ન બાદ ગાંધીજીએ આ નામ આપ્યું તમને. તો તે ઈતિહાસ અંગે જાણકારી રાખો, હું સાવરકર પર અપાયેલા તમારા નિવેદનનો વિરોધ કરું છું, સાવરકરની સામે ઊભા રહેવાની હેસિયત નથી તમારી."
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે