Muslim to hindu: મુસ્લિમ યુવકે સ્વીકારી સનાતન પરંપરા, લિંગાયત મઠના મહંત બનાવવામાં આવશે

કર્ણાટકના હુબલી જિલ્લામાં એક મુસ્લિમ યુવકે સનાતન પરંપરાને અંગીકાર કરી છે. દીવાન શરીફ રહીમનસાબ મુલ્લા મામના આ 33 વર્ષના યુવકને ભગવા વસ્ત્રોમાં જોઈને કોઈ કહી શકે નહીં કે તે બીજા ધર્મના છે. તેમના ચહેરા પર જે તેજ છલકાય છે, તે તેમના આંતરિક પરિવર્તનને ઉજાગર કરે છે. 

Muslim to hindu: મુસ્લિમ યુવકે સ્વીકારી સનાતન પરંપરા, લિંગાયત મઠના મહંત બનાવવામાં આવશે

હુબલી: કર્ણાટકના હુબલી જિલ્લામાં એક મુસ્લિમ યુવકે સનાતન પરંપરાને અંગીકાર કરી છે. દીવાન શરીફ રહીમનસાબ મુલ્લા મામના આ 33 વર્ષના યુવકને ભગવા વસ્ત્રોમાં જોઈને કોઈ કહી શકે નહીં કે તે બીજા ધર્મના છે. તેમના ચહેરા પર જે તેજ છલકાય છે, તે તેમના આંતરિક પરિવર્તનને ઉજાગર કરે છે. 

ભગવાન શ્રી બાસવન્નાથી પ્રભાવિત હતો મુલ્લા પરિવાર
રહીમન મુલ્લાનો પરિવાર શરૂઆતથી જ લિંગાયત સંપ્રદાયના સંસ્થાપક અને મહાન સમાજસુધારક ભગવાન બાસવન્નાથી પ્રભાવિત હતો. રહીમનના દિવંગત પિતાએ ખજૂરી મઠના પૂજારી મુરુગરાજેન્દ્ર કોરાનેશ્વર શિવયોગના પ્રવચનોથી પ્રભાવિત થઈને પોતાના ગામમાં મઠની સ્થાપના માટે બે એકર જમીનનું દાન કર્યું હતું. 

શ્રી શિવયોગી કલબુર્ગીના ખજૂરી ગામના 350 વર્ષ જૂના કોરાનેશ્વર સંસ્થાન મઠ સાથે જોડાયેલા આ શા શાંતિધામ મઠના પ્રધાન છે. 

મુલ્લાએ ગત વર્ષ લીધી હતી 'લિંગ દિક્ષા'
રહીમન મુલ્લાના ગુરુ શિવયોગીએ જણાવ્યું કે મુલ્લા બસવન્નાના દર્શન પ્રતિ સમર્પિત છે. તેમના પિતાએ પણ અમારી પાસેથી લિંગ દિક્ષા લીધી હતી. ત્યારબાદ 10 નવેમ્બર 2019ના રોજ શરીફે દિક્ષા ગ્રહણ કરી. અમે તેમને છેલ્લા ત્રણ વર્ષોમાં લિંગાયત ધર્મ અને બાસવન્નાના શિક્ષાઓના વિભિન્ન પહેલુઓ અંગે તાલિમ આપી છે. 

રહીમને પૂરા ભક્તિભાવથી સનાતન પથ સ્વીકાર્યો
સામાજિક બંદીશોને તોડીને લિંગાયત સંપ્રદાયમાં આવનારા રહીમન મુલ્લાએ જણાવ્યું કે હું પાસેના મેનાસગી ગામમાં ઘંટી ચલાવતો હતો અને મારો ખાલી સમય બાસવન્ના અને 12મી શતાબ્દીના અન્ય સાધુઓ દ્વારા લખાયેલા પ્રવચનોના પ્રસાર સાથે વિતાવતો હતો. મુરુગરાજેન્દ્ર સ્વામીજીએ મારી આ નાની અમથી સેવાને ઓળખી લીધી અને મને તેમની સાથે લઈ લીધો. હું બાસવન્ના અને મારા ગુરુ દ્વારા પ્રચારિત તે રસ્તા પર આગળ વધીશ. 

મુલ્લાને મઠના પુજારી બનાવવા પર કોઈ વિરોધ નથી
રહીમન મુલ્લાને લિંગાયત મઠની કમાન સોંપવા પર લિંગાયત સમુદાયના અનુયાયીઓમાં કોઈ પણ પ્રકારનો વિરોધ નથી. જો કે રહીમન મુલ્લા પરણિત છે. તેમને 3 પુત્રીઓ અને એક પુત્ર છે. સામાન્ય રીતે લિંગાયત મઠોમાં ગૃહસ્થ લોકોને પૂજારી બનાવવામાં આવતા નથી. પરંતુ રહીમન મુલ્લાના મામલાને અપવાદ ગણવામાં આવ્યો છે. તેમને દિક્ષા આપનારા ગુરુ શિવયોગનો તર્ક છે કે લિંગાયત ધર્મ સંસારના માધ્યમથી મુક્તિમાં વિશ્વાસ કરે છે. કૌટુંબિક વ્યક્તિ એક સ્વામી બની શકે છે અને સામાજિક તથા આધ્યાત્મિક કાર્ય કરી શકે છે. મઠના તમામ ભક્તોના સમર્થનથી પૂજારીનું પદ મુલ્લાને સોંપવામાં આવ્યું છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news