મોત પહેલાં મહંત નરેન્દ્ર ગિરિએ બનાવ્યો હતો વીડિયો, જાણો સુસાઇડ નોટમાં શું છે?

અખિલ ભારતીય અખાડા પરિષદના અધ્યક્ષ મહંત નરેન્દ્ર ગિરિ (Mahant Narendra Giri) નું ગઇકાલે (20 સપ્ટેમ્બર) સંદિગ્ધ પરિસ્થિતિઓમાં મોત થયું હતું અને તેમની લાશ ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ સ્થિત બાઘંબરી મઠના રૂમમાંથી ફાંસીના ફંદાથી લટકતા મળી હતી.

મોત પહેલાં મહંત નરેન્દ્ર ગિરિએ બનાવ્યો હતો વીડિયો, જાણો સુસાઇડ નોટમાં શું છે?

પ્રયાગરાજ: અખિલ ભારતીય અખાડા પરિષદના અધ્યક્ષ મહંત નરેન્દ્ર ગિરિ (Mahant Narendra Giri) નું ગઇકાલે (20 સપ્ટેમ્બર) સંદિગ્ધ પરિસ્થિતિઓમાં મોત થયું હતું અને તેમની લાશ ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ સ્થિત બાઘંબરી મઠના રૂમમાંથી ફાંસીના ફંદાથી લટકતા મળી હતી. લાશ પાસે મળેલી સુસાઇડ નોટમાં શિષ્ય આનંદ ગિરિ (Anand Giri) સહિત ઘણા લોકોના નામ હતા. 

મહંતના મોતનું કારણ શું છે?
સોમવારે સંત સમાજને એક મોટો આંચકો અલગ્યો, અખાડા પરિષદના અધ્યક્ષ મહંત નરેન્દ્ર ગિરિની શંકાસ્પદ પરિસ્થિતિમાં મોત થયું. પ્રયાગરાજમાં બાઘંબરી મઠના જે રૂમમાં નરેન્દ્ર ગિરિની લાશ મળી, તે અંદરથી બંધ હતો. પોલીસે દરવાજો તોડીને લાશ બહાર કાઢી. પોલીસે શરૂઆતી તપાસમાં તેને આત્મહત્યા ગણાવી છે. 

જે પ્રકારે મહંતથી મુખ્યમંત્રી, ઉપમુખ્યમંત્રી અને મોટા-મોટા નેતા આર્શિવાદ લેવા આવે છે. અહીં સુધી કે મોતના એક દિવસ પહેલાં જ યૂપીના ડેપ્યુટી સીએમ કેશવ પ્રસાદ મૌર્ય પણ તેમને મળ્યા હાઅ. તે દરમિયાન તેમના ચહેરા પર ખુશી હતી, કોઇ પ્રકારનો તણાવ ન હતો. તો સવાલ એ છે કે આખરે આવું કેમ થયું હતું, જેના લીધે મહંતને આત્મહત્યા જેવું પગલું ભરવું પડ્યું. 

સુસાઇડ નોટથી સામે આવશે સત્ય?
પોલીસ તપાસ દરમિયાન રૂમમાંથી 8 પાનની સુસાઇડ નોટ મળી હતી. પોલીસના અનુસાર સુસાઇડ નોટમાં તેમના શિષ્ય આનંદ ગિરિ (Anand Giri) નો ઉલ્લેખ છે. સુસાઇડ નોટમાં આદ્યા તિવારી અને સંદીપ તિવારીનો પણ ઉલ્લેખ છે. આદ્યા તિવારી લેટે હનુમાનજી મંદિરના વરિષ્ઠ પુજારી છે અને સંદીપ તિવારી તેમના પુત્ર છે. સુસાઇડ નોટમાં આનંદ ગિરીનું નામ સામે આવ્યા બાદ હરિદ્વારા પાસેથી તેમની ઉત્તર પ્રદેશ પોલીસે ધરપકડ કરી લીધી છે. ગત રાત્રે આનંદ ગિરિની ધરપકડ કરી લીધા યૂપી રવાના થઇ હતી. 

મહંત નરેન્દ્ર ગિરિની સુસાઇડ નોટમાં શું?
પોલીસે મહંત નરેન્દ્ર ગિરિ (Narendra Giri) ના રૂમમાંથી એક સુસાઇડ નોટ મળી આવી છે. જેમાં નરેન્દ્ર ગિરિએ પોતાના શિષ્યથી નારાજગી વ્યક્ત કરી છે. પોલીસના અનુસાર નરેન્દ્ર ગિરીએ સુસાઇડ નોટમાં આત્મહત્યાની વાત લખી છે અને વસીયતનામું પણ લખ્યું છે. કેસમાં અખાડાની સંપત્તિ પર અધિકારનો વિવાદ સામે આવ્યો છે. તમને જણાવી દઇએ કે મહંત નરેન્દ્ર ગિરિએ આનંદ ગિરિને અખાડાથી બહાર કર્યા હતા. 

મોત પહેલાં નરેન્દ્ર ગિરિએ બનાવ્યો હતો વીડિયો
મહંત નરેન્દ્ર ગિરિ (Mahant Narendra Giri) એ મોત પહેલાં પોતાના મોબાઇલ વડે એક વીડિયો પણ બનાવ્યો હતો, જે પોલીસના હાથે લાગ્યો છે. પોલીસના અનુસાર નરેન્દ્ર ગિરિએ મોતના ઠીક પહેલાં 4 મિનિટનો વીડિયો બનાવ્યો હતો. પોલીસે નરેન્દ્ર ગિરિના મોબાઇલને જપ્ત કરી લીધો છે અને ફોરેન્સિક તપાસ માટે મોકલી દીધો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news