close

News Wrapએડિટરની પસંદગીના મુખ્ય સમાચાર મેળવો સીધા તમારા મેઇલબોક્સમાં

નોબલ વિજેતા અભિજિત બેનરજી PM મોદીને મળ્યા, જાણો વડાપ્રધાને શું કહ્યું?

ઈકોનોમિક્સના ક્ષેત્રમાં આ વર્ષના નોબલ પુરસ્કાર વિજેતા અભિજિત બેનરજીએ પીએમ મોદીની મુલાકાત કરી. પીએમ મોદીએ ત્યારબાદ કહ્યું કે અભિજિત બેનરજી સાથે શાનદાર મુલાકાત થઈ. માનવ વિકાસ પ્રત્યે તેમનું જૂનૂન સ્પષ્ટ જોવા મળે છે. 

Viral Raval Viral Raval | Updated: Oct 22, 2019, 02:18 PM IST
નોબલ વિજેતા અભિજિત બેનરજી PM મોદીને મળ્યા, જાણો વડાપ્રધાને શું કહ્યું?

નવી દિલ્હી: ઈકોનોમિક્સના ક્ષેત્રમાં આ વર્ષના નોબલ પુરસ્કાર વિજેતા અભિજિત બેનરજીએ પીએમ મોદીની મુલાકાત કરી. પીએમ મોદીએ ત્યારબાદ કહ્યું કે અભિજિત બેનરજી સાથે શાનદાર મુલાકાત થઈ. માનવ વિકાસ પ્રત્યે તેમનું જૂનૂન સ્પષ્ટ જોવા મળે છે. વિભિન્ન મુદ્દાઓ પર અમે તેમની સાથે સઘન અને વિસ્તૃત ચર્ચા કરી. ભારતને તેમની ઉપલબ્ધિઓ પર ગર્વ છે. આ મુલાકાત એટલા માટે પણ મહત્વની માનવામાં આવી રહી છે કારણ કે અભિજિત બેનરજીને નોબલ પુરસ્કાર મળ્યો ત્યારબાદથી સત્તા પક્ષ અને વિપક્ષ વચ્ચે તેમને લઈને ચર્ચા છેડાઈ છે. કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે આ અંગે ગત શુક્રવારે કહ્યું હતું કે અભિજિત બેનરજીએ નોબલ પુરસ્કાર જીત્યો છે, હું તેમને અભિનંદન પાઠવું છું પરંતુ આમ બધા જાણો છો કે તેમની સોચ સંપૂર્ણ ડાબેરી વિચારધારા છે. તેમણે ન્યાય યોજના બનાવી, પરંતુ દેશના લોકોએ તેમની સોચ નકારી દીધી. 

બેનરજીએ  ત્યારબાદ એક સમાચાર ચેનલને આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યું કે મારી આર્થિક સોચ કોઈ પક્ષ વિશેષ માટે નથી. જેના પર કોંગ્રેસના નેતા રાહુલ ગાંદીએ નરેન્દ્ર મોદી સરકારમાં સામેલ કેટલાક લોકોને ધર્માંધ ગણાવી દીધા. રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને કહ્યું કે પ્રિય બેનરજી આ ધર્માંધ લોકો નફરતમાં અંધા થઈ ચૂક્યા છે. તેમને ખબર નથી કે વ્યવસાયી કુશળતા શું હોય છે. જો તમે એક દાયકા સુધી પણ કોશિશ કરો તો પણ તમે તેમને સમજી શકશો નહીં. 

જુઓ LIVE TV

તેમણે કહ્યું કે લાખો ભારતીયોને તમારા કામ પર ગર્વ છે. રાહુલ ગાંધીએ કોંગ્રેસની ન્યાય યોજનાને તૈયાર કરવામાં નોબલ પુરસ્કાર વિજેતાના યોગદાનની પ્રશંસા કરી જે 2019ની લોકસભા ચૂંટણીના ચૂંટણી ઢંઢેરામાં સામેલ હતી. નોંધનીય છે કે ભારતીય મૂળના પ્રોફેસર અભિજિત બેનરજી એસ્તર ડફ્લો અને માઈકલ ક્રેમરને સંયુક્ત રીતે અર્થશાસ્ત્રના નોબલ પુરસ્કારથી સન્માનિત કરાયાની જાહેરાત હાલમાં થઈ.

ત્રણેય અર્થશાસ્ત્રીઓને વૈશ્વિક ગરીબી ખતમ કરવાના તેમના પ્રયોગાત્મક દ્રષ્ટિકોણ માટે નોબલ પુરસ્કાર માટે પસંદગી થઈ. આ અંગે બહાર પાડવામાં આવેલા અધિકૃત નોટિફિકેશનમાં કહેવાયુ કે બેનરજીનો જન્મ 1961માં મુંબઈમાં થયો હતો. તેમણે હાવર્ડ યુનિવર્સિટીમાંથી પીએચડીની પદવી મેળવી છે. તેઓ મેસાચુસેટ્સ ઈન્સ્ટીટ્યૂટ ઓફ ટેક્નોલોજીમાં અર્થશાસ્ત્રના પ્રોફેસર છે. નિવેદનમાં કહેવાયું છે કે 1972માં જન્મેલા ડફ્લો સૌથી ઓછા ઉમરની બીજી એવી મહિલા છે જેમને આર્થિક ક્ષેત્રમાં આ પ્રતિષ્ઠિત પુરસ્કારથી સન્માનિત કરાયા છે. 

પીએમ મોદીને મળ્યા બાદ અભિજિતે કહ્યું શાનદાર રહ્યો અનુભવ
પીએમ મોદીને મળ્યા બાદ અભિજિત બેનરજીએ  કહ્યું કે તેમને મળીને ખુબ સારુ લાગ્યું. તેમણે મને ઘણો સમય આપ્યો. આ દરમિયાન પીએમ મોદીએ ભારતના વિકાસ માટે તેમના વિચારવાની રીતનો ઉલ્લેખ કર્યો. જે ઘણી સારી છે. તેમણે જણાવ્યું કે તેઓ કઈ રીતે ગવર્નન્સને સમજે છે અને કેવી રીતે બ્યુરોક્રેસીને બદલવાની કોશિશ કરી રહ્યાં છે. તેમણે ગ્રાઉન્ડ પર લોકોના અવિશ્વાસ અને સરકારી તંત્ર અલીટ લોકોના દબદબાને લઈને વાતચીત કરી. એ જરૂરી છે કે ભારતમાં એવી નોકરશાહી વિક્સિત થઈ શકે જેનાથી ગ્રાઉન્ડ સ્તરે ચીજોમાં ફેરફાર લાવી શકાય. 

(ઈનપુટ: એજન્સી આઈએએનએસ સાથે)