Bihar Election: ભાજપમાં સામેલ થઈ નેશનલ શૂટર શ્રેયસી સિંહ, લડી શકે છે ચૂંટણી
Shreyasi Singh Joins Bharatiya Janata Party: શ્રેયસી સિંહ ભાજપમાં જોડાઇ ગઈ છે. શ્રેયસી નેશનલ શૂટર છે, પિતાના નિધન બાદ તેમના માતા પુતુલ સિંહ પણ સાંસદ રહ્યાં છે. શ્રેયસી સિંહે દિલ્હીમાં ભૂપેન્દ્ર યાદવની હાજરીમાં ભાજપનું સભ્યપદ લીધું છે.
Trending Photos
પટનાઃ પૂર્વ કેન્દ્રીય મંત્રી દિગ્વિજય સિંહની પુત્રી શ્રેયસી સિંહ ભાજપમાં સામેલ થઈ છે. શ્રેયસી નેશનલ શૂટર છે, પિતાના નિધન બાદ તેમના માતા પુતુલ સિંહ પણ સાંસદ રહ્યાં છે. શ્રેયસી સિંહે દિલ્હીમાં ભૂપેન્દ્ર યાદવની હાજરીમાં ભાજપનું સભ્યપદ ગ્રહણ કર્યું છે. ચર્ચા છે કે ભાજપ શ્રેયસી સિંહને આ વખતે બિહાર વિધાનસભા ચૂંટણીના રણમાં ઉતારી શકે છે.
ઘણા દિવસોથી શ્રેયસી સિંહ રાજનીતિમાં આવશે તેવી ચર્ચાઓ હતી. પહેલા આશંકા વ્યક્ત કરવામાં આવી રહી હતી કે તે આરજેડીમાં જોડાશે. પરંતુ આજે સ્પષ્ટ થઈ ગયું કે શ્રેયસી સિંહે પોતાની રાજકીય ઈનિંગની શરૂઆત ભાજપ સાથે કરી છે. શ્રેયસી નેશનલ શૂટર છે. 2018મા રાષ્ટ્ર મંડળ ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતી હતી. આ પહેલા ગ્લાસ્ગોમાં રમાયેલ રાષ્ટ્રમંડળ ગેમ્સમાં શૂટિંગની ડબલ ટ્રેપ સ્પર્ધામાં સિલ્વર મેડલ જીત્યો હતો.
Delhi: Shooter Shreyasi Singh, daughter of former union minister late Digvijay Singh, joins Bharatiya Janata Party (BJP) in presence of party leader Bhupendra Yadav. pic.twitter.com/UGq4WFL6jR
— ANI (@ANI) October 4, 2020
માતાને ભાજપે કરી દીધા હતા સસ્પેન્ડ
હકીકતમાં શ્રેયસી સિંહના માતા પુતુલ દેવી બાંકાથી ચૂંટણી લડતા હતા. 2014મા તેઓ સાંસદ બન્યા હતા. 2019મા લોકસભા ચૂંટણીમાં બાંકા સીટ જેડીયૂના ખાતામાં જતી રહી. પુતુલ સિંહ તેનાથી નારાજ થયા અને જેડીયૂના ગિરધારી યાદવ વિરુદ્ધ અપક્ષ ઉમેદવારી કરી હતી. પાર્ટીએ તેમને છ વર્ષ માટે સસ્પેન્ડ કરી દીધા હતા.
શ્રેયસી સિંહે કર્યો હતો પ્રચાર
નેશનલ શૂટર શ્રેયસી સિંહે તે દરમિયાન મેદાનમાં જોવા મળી હતી. તેમણે પોતાના માતા માટે મત માગી રહી હતી. ત્યારબાદ એવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી હતી કે શ્રેયસી સિંહ રાજનીતિમાં પગ મુકી શકે છે. હવે તેના પર મહોર લાગી ગઈ છે કે તે ચૂંટણી મેદાનમાં ઉતરશે. શ્રેયસી સિંહને લઈને ચર્ચા છે કે તે બાંકા કે જમુઈ કોઈ સીટથી ચૂંટણી લડી શકે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે