JEE Main 2021 Result Released: ફેબ્રુઆરી સેશન 2021નું પરિણામ થયું જાહેર, આ રીતે કરો ચેક
જેઈઈ મેન (ફેબ્રુઆરી સેશન) ની પરીક્ષા 23 અને 26 ફેબ્રુઆરી 2021ના આયોજીત કરાવવામાં આવી હતી. આ વખતે ઓલ ઈન્ડિયા રેન્ક જાહેર થશે નહીં કારણ કે આ વખતે જેઈઈ મેનની પરીક્ષા ઘણા તબક્કામાં યોજાશે.
Trending Photos
નવી દિલ્હીઃ JEE Main 2021 February Exam Result: નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ જોઈન્ટ એન્ટ્રેસ એક્ઝામ (જેઈઈ મેન-2021) ફેબ્રુઆરી 2021નું પરિણામ જાહેર કર્યુ છે. કેન્દ્રીય શિક્ષણ મંત્રી રમેશ પોખરિયાલ નિશંકે ટ્વીટ કરી તેની જાણકારી આપી છે. Jeemain.nta.nic.in પર જઈને તમે પરિણામ જોઈ શકો છો.
જેઈઈ મેન (ફેબ્રુઆરી સેશન) ની પરીક્ષા 23 અને 26 ફેબ્રુઆરી 2021ના આયોજીત કરાવવામાં આવી હતી. આ વખતે ઓલ ઈન્ડિયા રેન્ક જાહેર થશે નહીં કારણ કે આ વખતે જેઈઈ મેનની પરીક્ષા ઘણા તબક્કામાં યોજાશે. જ્યારે મેમાં બધા તબક્કાની પરીક્ષાનું પરિણામ આવી જશે, ત્યારે ઓલ ઈન્ડિયા રેન્ક જાહેર કરવામાં આવશે. કોરોના મહામારીને કારણે આ વખતે જેઈઈની પરીક્ષા અનેક તબક્કામાં આયોજીત કરવામાં આવશે.
National Testing Agency announces results of #JEEMains February session 2021. Six students receive 100 NTA score in the exam - 2 from Delhi and 1 each from Rajasthan, Chandigarh, Maharashtra and Gujarat. pic.twitter.com/QtuNjtxjYm
— ANI (@ANI) March 8, 2021
JEE Main 2021 રિઝલ્ટ જોવા માટે આ સ્ટેપ્સને કરો ફોલો
- સ્ટૂડન્ટસ સૌથી પહેલા સત્તાવાર વેબસાઇટ jeemain.nta.nic.in પર જાવ. હોમ પેજ પર આપેલી રિઝલ્ટ લિંક પર ક્લિક કરો.
- જ્યાં નવું પેજ ખુલે તેના પર લોગિન ક્રેડેન્શિયલ ભરો અને સબ્મિટ બટન પર ક્લિક કરો
- તમારૂ પરિણામ સત્તાવાર વેબસાઇટ પર આવી જશે.
1 માર્ચે જાહેર કરવામાં આવી હતી આન્સર-કી
નેસનલ ટેસ્ટિંગ એજન્સીએ જેઈઈ મેન 2021ની પરીક્ષાની આન્સર-કી 1 માર્ચ 2021ના જારી કરી હતી. એનટીએએ વિરોધ નોંધાવવાની અંતિમ તારીખ 3 માર્ચ નક્કી કરી હતી. જેઈએ મેન 2021 ફેબ્રુઆરી સેશનમાં 6.05 લાખ છાત્ર વિભિન્ન કેન્દ્ર પર સામેલ થયા હતા. આ વખતે જેઈઈ મેન પરીક્ષા માટે કુલ 22 લાખ છાત્રોએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. ફેબ્રુઆરીના સેશન સિવાય માર્ચ, એપ્રિલ અને મે મહિનામાં પરીક્ષાનું આયોજન કરવામાં આવશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે