શરમજનક કાંડ : બાલિકાગૃહની છોકરીઓને રાત્રે લઈ જવાતી હતી કારમાં, સવારે પાછી ફરતી રોતીરોતી !
દેવરિયામાં પણ મુઝફ્ફરપુર જેવો મામલો સામે આવ્યો છે
Trending Photos
દેવરિયા : બિહારના મુઝફ્ફરપુરની બાલિકા ગૃહની બાળકીઓના યૌન શોષણનો મામલો હજી ઠંડો નથી પડ્યો ત્યાં ઉત્તર પ્રદેશના દેવરિયામાં પણ આવો જ કિસ્સો બન્યો હોવાની માહિતી મળ છે. અહીં ખાનગી બાલિકા ગૃહમાં રહેતેી બાળકીઓએ અનેક ગંભીર આરોપ લગાવ્યા છે. એક છોકરીની ફરિયાદને આધારે પોલીસે રવિવારે રાત્રે રેઇડ કરીને બાલિકા ગૃહમાંથી 24 બાળકીઓને તેમજ મહિલાઓને છોડાવી છે જ્યારે અહીંથી 18 છોકરીઓ ગાયબ હોવાની માહિતી મળી છે. આ મામલામાં પોલીસે બાલિકા ગૃહની સંચાલિકા ગિરિજા ત્રિપાઠી, પતિ મોહન તિવારી અને તેમની દીકરીની ધરપકડ કરી છે.
Police arrest a man & his wife, managers of a shelter home in Deoria after its license was revoked following an inspection by Central Bureau of Investigation (CBI). 24 minor girls rescued, search for other 15 underway. pic.twitter.com/7GO3dUUIxS
— ANI UP (@ANINewsUP) August 5, 2018
માં વિંધ્યવાસિની નામનું બાલિકા ગૃહ વર્ષોથી શહેરના રેલ્વે સ્ટેશન રોડ પર ચાલી રહ્યું છે. એની એક બ્રાન્ચ શહેરના રજલા ગાંવમાં પણ ચાલે એછે. આ સંસ્થાની માન્યતા એક વર્ષ પહેલાં 2017માં સ્થગિત થઈ હતી. એ સમયે સીબીઆઇ તપાસ કરી રહી હતી પણ પોતાની વગને કારણે ગિરિજા ત્રિપાઠી અવૈદ્ય રીતે છોકરીઓને રાખતી હતી. રવિવારે જ્યારે એક છોકરી સંસ્થામાંથી ભાગીને પોલીસ પાસે પહોંચી તો એસપી રોહન પી. કનયને મોટી કાર્યવાહી હાથ ધરીને મામલાનો ખુલાસો કર્યો છે.
ખાનગી બાલિકા ગૃહથી ભાગીને પોલીસ પાસે પહોંચેલી અંજલિ નામની એક બાળકીએ આરોપ લગાવ્યો છે કે સંસ્થાથી પંદરથી આઠાર વર્ષની છોકરીઓને રાતના અલગઅલગ ગાડીઓમાં બહાર લઈ જવાતી હતી અને બીજા દિવસે આ છોકરીઓ રોતીરોતી પાછી આવતી હતી. અહીં છોકરીઓ પાસે કચરા-પોતાં તેમજ વાસણ સાફ રાખવા જેવા નોકરોના કામ પણ કરાવવામાં આવતા હતા.
જિલ્લા પ્રોબેશન અધિકારી તેમજ બાળ સંરક્ષણ અધિકારીઓએ અનેકવાર આ બાળકીઓને હેન્ડઓવર કરવાની નોટિસ આપી હતી પણ આમ છતાં ગિરિજા ત્રિપાઠી આ બાળકીઓને હેન્ડઓવર નહોતી કરતી. એસપીએ માહિતી આપી હતી કે અને આશંકા હતી કે આ મામલામાં કંઈ ખોટું છે અને ભાગેલી યુવતીએ ફરિયાદ કરતા અમે કાર્યવાહી હાથ ધરી હતી. મને તો લાગે છે કે કેટલાક એડોપ્શન પણ ખોટી રીતે થયા છે.
એસપીએ માહિતી આપી છે કે આમાં ડીપીઓ તેમજ સંબંધિત વિભાગ તપાસ કરશે. જિલ્લા પ્રોબેશન અધિકારીએ માહિતી આપી છે કે માં વિંધ્યવાસિની મહિલા પ્રશિક્ષણ તેમજ સામાજિક સેવા સંસ્થા હતી અને આ લોકો વિરૂદ્ધ સીબીઆઇ તપાસમાં અનિયમિતતા જોવા મળી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે