બાપરે..બાપ 'મટન પાણીપુરી', Non Veg Panipuri નું મેન્યુ વાયરલ, લોકોએ પૂછ્યું- બોનલેસ છે શું?

Golgappaa Menu Photo: એક સમય હતો જ્યારે લોકોને ખાટી-મસાલેદાર અને મીઠી પાણીપુરી ગમતી. પરંતુ એવું લાગે છે કે પશ્ચિમ બંગાળના સ્ટ્રીટ ફૂડ વેંડર્સ આ મામલે ખૂબ આગળ વધી ગયા છે. અહીં લોકોને નોન-વેજ ગોલગપ્પા ખવડાવવામાં આવે છે.

બાપરે..બાપ 'મટન પાણીપુરી', Non Veg Panipuri નું મેન્યુ વાયરલ, લોકોએ પૂછ્યું- બોનલેસ છે શું?

Non Veg Panipuri : ગોલગપ્પા કે પાણીપુરી ખાવાનું કોને ન ગમે? રસ્તાના કિનારે પાણીપુરીની લારી જોતા જ લોકોના મોઢામાં પાણી આવી જાય છે. પરંતુ આપણા સૌના આ પ્રિય સ્ટ્રીટ ફૂડ સાથે પણ ફ્યુઝનના નામે અત્યાચારો થવા લાગ્યા છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી એક તસવીર તેનો પુરાવો છે. જે ગોલગપ્પાની વેરાયટીનું મેન્યુંછે. આ જોઈને તમને ઉબકા થવા લાગશે. લોકોને વિશ્વાસ થઇ રહ્યો નથી કે ગોલગપ્પાને કોઇ આ રીતે પણ સર્વ કરી રહ્યું છે.

એક સમય હતો જ્યારે લોકોને ખાટી-મસાલેદાર અને મીઠી પાણીપુરી ગમતી. પરંતુ એવું લાગે છે કે પશ્ચિમ બંગાળના સ્ટ્રીટ ફૂડ વેંડર્સ આ મામલે ખૂબ આગળ વધી ગયા છે. અહીં એક પાણીપુરી વાળા ભાઈ લોકોને ચિકન અને મટન સાથે પાણીપુરી ખવડાવી રહ્યા છે. નવાઈની વાત એ છે કે લોકો તેને ખાઈ પણ રહ્યા છે. કેમ ચોંકી ગયા ને? રિતુપર્ણા ચેટર્જી નામના ટ્વિટર યુઝરની પોસ્ટ જોઈને તમારી જેમ મોટાભાગના યુઝર્સના માથા પણ હલી ગયા હતા. તેમણે દુકાનના મેનૂની તસવીર શેર કરી છે, જે તે બંગાળની એક દુકાનની જણાવી રહી છે. હવે આ મેનુ વાંચીને લોકો ચોંકી ગયા છે.

— Rituparna Chatterjee (@MasalaBai) June 11, 2023

ઋતુપર્ણાએ @MasalaBai હેન્ડલ વડે લખ્યું છે, એવું લાગે છે કે બંગાળ અને તેના લોકો ઘણા આગળ વધી ગયા છે. મેનુ અનુસાર, અહીંની એક દુકાનમાં તમને ચિકન-મટન સિવાય પ્રોન સાથે પાણીપુરી પણ પીરસવામાં આવશે. આ ઉપરાંત, ગોલગપ્પાની અન્ય કેટલીક વેરાયટી છે, લોકોને પાણીપુરીનું નોનવેજ વર્ઝન ગળે ઉતરી રહ્યું નથી.

મહિલાની પોસ્ટ પર અત્યાર સુધીમાં 55 હજારથી વધુ વ્યુઝ આવી ચૂક્યા છે, જ્યારે મેનુ વાંચીને લોકોનું મગજ ગોથે ચડી ગયું છે. ઘણા યૂઝર્સ કહે છે કે હવે આ જ જોવાનું બાકી હતું. એકે લખ્યું છે કે આવા તેજસ્વી લોકો ક્યાંથી આવે છે? બીજી તરફ, બીજાનું કહેવું છે કે મેં વિચાર્યું પણ નહોતું કે પાણીપુરી સાથે આ પ્રકારનો અત્યાચાર થઈ શકે છે. અન્ય યુઝરે કમેન્ટ કરી છે કે શું તે બોનલેસ છે?

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news