પ્રધાનમંત્રીના એક ટ્વીટે તમામને છોડી દીધા પાછળ, જાણો ક્યાં ટ્વીટથી નંબર-1 બન્યા PM મોદી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી લોકોને અપીલ કરે તો પણ એક અભિયાન બની જાય છે. એવી જ રીતે લોકડાઉનમાં પ્રધાનમંત્રીએ કોરોના વોરિયર્સ માટે દીવા પ્રગટાવવા કરેલ ટ્વીટે તમામને પાછળ છોડી દિધા છે. આ ટ્વીટ એટલી વખત રીટ્વીટ થયું કે પ્રધાનમંત્રી નંબર વન નેતા બની ગયા.

પ્રધાનમંત્રીના એક ટ્વીટે તમામને છોડી દીધા પાછળ, જાણો ક્યાં ટ્વીટથી નંબર-1 બન્યા PM મોદી

નવી દિલ્હીઃ ભારત સહિત વિશ્વભરમાં કોરોના મહામારી કહેર વર્તાવી રહી છે. ભારતમાં જ્યારથી કોરોનાનો પગ પેસારો થયો ત્યારથી જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રજોગ સંબોધન કરી દેશવાસીઓને સુરક્ષી રહી સારા સ્વાસ્થ્ય માટે અપીલ કરી છે. એમાં પણ ખાસ લાઈટો બંધ કરી દિવડા પ્રગટાવીને કોરોના વોરિર્યસને સલામ કરવાની અપીલે તો રેકોર્ડ સર્જી દિધો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કોરોના મહામારી વચ્ચે સારા સ્વાસ્થ્યની આશા સાથે દેશભરના લોકોને દિવા પ્રગટાવવાનો અનુરોધ કરવા અંગે ટવીટ કર્યું હતું. ટ્વિટર પર આ ટવીટને જોરદાર પ્રતિસાદ મળ્યો. પ્રધાનમંત્રીના આ ટ્વીટને રાજનીતિમાં સૌથી વધારે રી-ટ્વીટ કરવામાં આવ્યું. જેની માહિતી ખુદ ટ્વિટર આપી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કોરોના કાળમાં રાષ્ટ્ર જોગ સંબોધન વખતે દેશના નાગરિકોને 5 એપ્રિલે 9 મિનિટ માટે તમામ લાઇટ બંધ કરીને દીવા પ્રગટાવવાની વિનંતી કરી હતી.

રાત્રે 9 વાગ્યે 9 મિનિટ માટે દીવા પ્રગટાવાના ટ્વીટે રચ્યો ઈતિહાસ
માર્ચ મહીનામાં દેશમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ એપ્રિલ મહિનાના પહેલાં સપ્તાહમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્ર જોગ સંબોધન કર્યું હતું. જેમાં તેમણે દેશવાસીઓને 5 એપ્રિલે રાત્રે 9 વાગ્યે 9 મિનિટ માટે તમામ લાઇટ બંધ કરીને દિવા પ્રગટાવવાનો અનુરોધ કર્યો હતો.પ્રધાનમંત્રીએ પોતે પણ તેમના ઘરે દીપ પ્રગટાવ્યા હોવાની તસ્વીર પોષ્ટ કરી હતી.જેમાં મોદીએ લખ્યું હતું शुभं करोति कल्याणमारोग्यं धनसंपदा, शत्रुबुद्धिविनाशाय दीपज्योतिर्नमोऽस्तुते. આ ટવીટે ઇતિહાસ બનાવી દીધો હતો. અને ટ્વિટર પર સૌથી વધુ પ્રધાનમંત્રીનું આ ટ્વીટ રી-ટ્વીટ કરવામાં આવ્યું હતું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સોશિયલ મીડિયા પર ફોલોઅર્સના મામલે ભારતના નેતાઓના લિસ્ટમાં નંબર 1 પર છે. ટ્વિટર પર મોદીના 6 કરોડથી  વધારે ફોલોઅર્સ છે.

— Narendra Modi (@narendramodi) April 5, 2020

પ્રધાનમંત્રીના ટ્વીટને કેટલી વખત રી-ટ્વીટ કરાયું
પ્રધાનમંત્રી મોદીએ 5 એપ્રિલના રોજ ટ્વીટ કર્યું હતું. ત્યારે આ ટ્વીટને રીટ્વીટ કરવામાં નંબર 1 પોલિટીકલ ટ્વીટ બન્યુ છે. પીએમ મોદીના આ ટ્વીટને 1 લાખ 18 હજારથી વધારે વખત રી-ટ્વીટ કરવામાં આવ્યું છે. જે કોઈ પણ ભારતીય નેતાના આ વર્ષે કરવામાં આવેલા ટ્વીટનું સૌથી વધારે રી-ટ્વીટ છે.

રતન ટાટાનું ટ્વીટ ખુબ રી-ટ્વીટ થયું
બિઝનેસ ક્ષેત્રમાં સૌથી વધારે રી-ટ્વીટ રતન ટાટાનું રહ્યું હતું. જેમણે કોવિડ-19થી પ્રભાવિત થયેલા સમુદાયને સપોર્ટ કરવાની પ્રતિબદ્ધતા વ્યકત કરી હતી. રતન ટાટાએ મહામારીમાં પ્રભાવિત થયેલા લોકોની રક્ષા અને તેમને સશકત બનાવવા માટે કંપની તરફથી રૂપિયા 500 કરોડની મદદ કરવાની જાહેરાત કરી હતી.

2020નું વર્ષ ટ્વીટર માટે ખુબ સારુ
ટ્વિટર ઇન્ડિયાના મેનેજિંગ ડાયરેકટર મનીષ મહેશ્વરીએ કહ્યુ હતુ કે,  2020ના વર્ષમાં ટ્વિટર પર સંવાદ અદભૂત રહ્યો હતો. આ વૈશ્વિક મહામારી સામેની લડાઇથી માંડીને ઉત્સલની ક્ષણોમાં આનંદિત થવું, કોરોના સંક્રમિતથી પ્રભાવિત થયેલા લોકોની સાથે ઉભા રહેવું. ભારત આ વર્ષમાં સુદર રીતે ટવીટર સાથે જોડાયું હતું. આ વર્ષ માઇક્રો- બ્લોગિંગ પ્લેટફોર્મ પર ફ્રન્ટલાઇન વર્કર્સ માટે આભારની ભાવના લઇને આવ્યું. ડોકટરો, શિક્ષકો માટે વિશેષ સન્માનની ભાવના સાથે, વિશ્વભરમાં આભાર વ્યકત કરવા માટે કરાયેલી ટ્વીટમાં 20 ટકાનો વધારો થયો છે.

ટ્વિટર કહ્યું કે કોવિડ-19 સિવાય પ્રશંસકોએ સુશાંત સિંહ રાજપૂતને શ્રધ્ધાંજલી આપી. સાથે જ હાથરસના સામુહિક દુષ્કર્મ કેસના નરાધમો પર ફિટકાર પણ વરસાવી હતી. ફેબ્રુઆરી મહિનામાં નેવેલીમાં પોતોના પ્રશંસકો સાથે તમિલ અભિનેતા વિજયની સેલ્ફી સૌથી વધુ રી-ટ્વીટ થવા વાલી ટ્વીટ બની હતી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news