પીએમ મોદીએ શીખ પ્રતિનિધિમંડળની કરી યજમાની, કહ્યું- શીખ પરંપરા ખરેખર એક ભારત, શ્રેષ્ઠ ભારતની જીવંત પરંપરા

PM Modi Meets Sikh Delegation: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે શીખ પ્રતિનિધિમંડળની યજમાની કરી. આ દરમિયાન તેમણે કહ્યું કે શીખ પરંપરા ખરેખર એક ભારત, શ્રેષ્ઠ ભારતની જીવંત પરંપરા છે. 

પીએમ મોદીએ શીખ પ્રતિનિધિમંડળની કરી યજમાની, કહ્યું-  શીખ પરંપરા ખરેખર એક ભારત, શ્રેષ્ઠ ભારતની જીવંત પરંપરા

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શુક્રવારે નવી દિલ્હી સ્થિત પોતાના આવાસ પર શીખ પ્રતિનિધિમંડળની યજમાની કરી. આ દરમિયાન તેમણે પોતાના સંબોધનમાં કહ્યુ કે, ગુરૂદ્વારામાં જવવુ, સેવામાં સમય આપવો, લંગર આપવુ, શીખ પરિવારોના ઘર પર રહેવુ, આ મારા જીવનનો ભાગ રહ્યો છે. અહીં પ્રધાનમંત્રી આવાસમાં પણ સમય-સમય પર શીખ સંતોના ચરણ પડતા રહે છે. તેમની સંગતનું સૌભાગ્ય મને મળતુ રહે છે. 

પીએમ મોદીએ કહ્યુ- અમારા ગુરૂઓએ આપણે સાહન અને સેવાની શીખ આપી છે. દુનિયાના અલગ-અલગ ભાગમાં કોઈ સંસાધન વગર આપણા ભારતના લોકો ગયા, અને પોતાના શ્રમથી સફળતાના મુકામ હાસિલ કર્યા. આ સ્પિરિટ આજે નવા ભારતની પણ છે. 

તેમણે કહ્યું, નવુ ભારત નવા આયામો મેળવી રહ્યું છે, દુનિયા પર પોતાની છાપ છોડી રહ્યુ છે. કોરોના મહામારીનો આ કાળખંડ તેનું સૌથી મોટુ ઉદાહરણ છે. મહામારીની શરૂઆતમાં જૂના વિચારવાળા લોકો ભારતને લઈને ચિંતાઓ જાહેર કરી રહ્યાં હતા. પરંતુ હવે લોકો ભારતનું ઉદાહરણ આપી રહ્યાં છે. 

પ્રધાનમંત્રીએ કહ્યુ કે, પહેલાં કહેવામાં આવતું કે ભારતની આટલી મોટી વસ્તી, ભારતને ક્યાંથી વેક્સીન મળશે, કઈ રીતે લોકોનું જીવન બચશે? પરંતુ આજે ભારત વેક્સીનનું સૌથી મોટુ સુરક્ષા કવચ તૈયાર કરનાર દેશ બનીન ઉભર્યો છે. 

પીએમ મોદીએ કહ્યુ- આપણા ભારતીય ડાયસ્પોરાને તો હું હંમેશાથી ભારતના રાષ્ટ્રદૂત માનુ છું. તમે બધા ભારતની બહાર, માં ભારતીનો અવાજ છો, ભારતની પ્રગતિ જોઈને તમારી છાતી ફલે છે, તમારૂ પણ માથુ ગર્વથી ઉંચુ થઈ જાય છે. 

તેમણે કહ્યું કે, આપણા ગુરૂઓએ લોકોને પ્રેરણા આપી, તમની ચરણ રજથી આ ભૂમિને પવિત્ર કરી. તેથી શીખ પરંપરા ખરેખર એક ભારત, શ્રેષ્ઠ ભારતની જીવંત પરંપરા છે. 

પ્રધાનમંત્રીએ કહ્યુ કે લંગરને ટેક્સ ફ્રી કરવાથી લઈને, હરમિંદર સાહિબને FCRA ની મંજૂરી સુધી, ગુરૂદ્વારાની આસપાસ સ્વચ્છતા વધારવાથી લઈને સારા ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુધી જોડવા સુધી, દેશમાં આજે દરેક સંભવ પ્રયાસ થઈ રહ્યાં છે. 

મહત્વનું છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કેટલાક સમયથી થોડા-થોડા અંતર પર શીખ સમુદાયના લોકોને મળી રહ્યા છે. તેમણે નવમાં શીખ ગુરૂ તેગ બહાદુરની સ્મૃતિમાં હાલમાં લાલ કિલ્લા પર આયોજીત એક કાર્યક્રમને પણ સંબોધિત કર્યો હતો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news