આ દેશમાં પાકિસ્તાન કરતા પણ વધારે ભારતીય કેદીઓ છે બંધ, પાકે. મુક્ત કર્યા 1557 કેદી
કેન્દ્ર સરકારે બુધવારે લોકસભામાં વિદેશમાં બંધ ભારતીય કેદીઓની માહિતીનાં આંકડા ખુબ જ ચોંકાવનારા હતા
Trending Photos
નવી દિલ્હી : પાકિસ્તાને છેલ્લા ચાર વર્ષમાં પોતાની જેલોમાંથી 1557 ભારતીય કેદીઓને મુક્ત કર્યા છે. બીજી તરફ ભારતે પોતાની જેલોમાં બંધ 318 પાકિસ્તાની કેદીઓને આ દરમિયાન જ મુક્ત કર્યા છે. આ માહિતી કેન્દ્ર સરકારે બુધવારે લોકસભામાં આપી. વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે બુધવારે લોકસભામાં એક પ્રશ્નનાં લેખીત ઉત્તરમાં આ અંગે માહિતી આપી. તેમણે કહ્યું કે, 2018 (13 ડિસેમ્બર સુધી)માં પાકિસ્તાનથી 174 ભારતીય માછીમારોને મુક્ત કરવામાં આવ્યા છે. જ્યારે આ સમયગાળામાં ભારતથી 28 કેદીઓ જ મુક્ત થઇ શક્યા છે.
વિદેશી રાજ્યમંત્રી વી.કે સિંહે એક પ્રશ્નનાં લેખીત ઉત્તરમાં જણાવ્યું કે, 15 બીજા દેશોમાં જેલમાં રહેવા દરમિયાન 40 ભારતીય નાગરિકોનાં મોત થઇ ગયા. બીજી તરફ સ્વરાજે જણાવ્યું કે, 2017માં પાકિસ્તાનની જેલોમાંથી 7 ભારતીય કેદીઓને મુક્ત કરવામાં આવ્યા. આ જ વર્ષે ભારતની જેલોમાંથી 60 પાકિસ્તાની નાગરિકોને મુક્ત કરવામાં આવ્યા. 2017માં જ પાકિસ્તાનની જેલોમાંથી 410 માછીમારો છોડવામાં આવ્યા. જ્યારે ભારતની જેલમાંથી 9 પાકિસ્તાનીમાછીમારને છોડવામાં આવ્યા.
વિદેશ મંત્રીના અનુસાર 2016માં પાકિસ્તાને બે ભારતીય નાગરિકોને મુક્ત કર્યા. જ્યારે ભારતે 10 પાકિસ્તાની કેદીઓને મુક્ત કર્યા. 2016માં જ પાકિસ્તાનની જેલોમાંથી 410 માછીમારોને મુક્ત કરવામાં આવ્યા. જ્યારે ભારતે પોતાની જેલમાં રહેલા 9 કેદીઓને મુક્ત કર્યા. 2015માં પાકિસ્તાનની જેલમાં બંધ 4 ભારતીય નાગરિકોને મુક્ત કરવામાં આવ્યા. તે વર્ષે ભારતની તરફથી 44 પાકિસ્તાની નાગરિકોને મુક્ત કરવામાં આવ્યા હતા. 2015માં જ પાકિસ્તાને 448 ભારતી માછીમારોને મુક્ત કર્યા હતા. બીજી તરફ ભારતે 115 પાકિસ્તાની માછીમારોને મુક્ત કર્યા હતા.
સ્વરાજનાં અનુસાર 1 જુલાઇ 2018નાં રોજ પાકિસ્તાન સાથે થયેલા કરારો અનુસાર હાલ ભારતીય જેલોમાં 108 પાકિસ્તાની માછીમારો અને 249 પાકિસ્તાની નાગરિકો બંધ છે. બીજી તરફ પાકિસ્તાન તરફથી અપાયેલી માહિતી અનુસાર ત્યાંની જેલોમાં 418 માછીમારો અને 53 નાગરિકો બંધ છે.
કેન્દ્ર સરકાર દ્વારા લોકસભામાં અપાયેલી માહિતી અનુસાર વિદેશની જેલોમાં 8445 ભારતીય નાગરિકો બંધ છે. આ તમામ 68 દેશોની જેલોમાં બંધ છે. સૌથી વધારે 2224 ભારતીય કેદીઓ સાઉદી અરબમાં છે. ત્યાર બાદ 1606 ભારતીય કેદીઓ સાથે સંયુક્ત આરબ અમિરાત (UAE) છે. ત્રીજા સ્થાન પર ભારતીય કેદીઓ નેપાળમાં છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે