ZEE NEWSના એડિટર-ઈન-ચીફ સુધીર ચૌધરીને સરહદપાર PAKથી મળી રહી છે મારી નાખવાની ધમકીઓ
Trending Photos
નવી દિલ્હી: ZEE NEWSના એડિટર ઈન ચીફ સુધીર ચૌધરીને સોમવારે સરહદપાર પાકિસ્તાનથી મારી નાખવાની ધમકી આપતા ફોન આવ્યાં છે. તેમના મોબાઈલના વ્હોટ્સ એપ એકાઉન્ટ પર પાકિસ્તાનના અનેક મોબાઈલ નંબરો + 92-3057625175, + 92-3479589959, + 92-3338831245 થી ઉશ્કેરણીજનક સંદેશા અને તસવીરો મોકલવામાં આવી છે. તેના વિરુદ્ધ તેમણે દિલ્હી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે અને દિલ્હી પોલીસે તપાસ પણ શરૂ કરી દીધી છે.
તેમને સરહદપારથી અજાણ્યા નંબરોથી જે મેસેજ કરવામાં આવ્યાં છે તેમાં અનેક તસવીરોની સાથે સંદેશા પણ મોકલવામાં આવ્યાં છે. તેમાંથી એક તસવીર જાંબાઝ વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાનની છે. તે તસવીર સાથે કેપ્શનમાં લખવામાં આવ્યું છે કે 'રો ઈન્ડિયા રો'. એમ પણ લખવામાં આવ્યું છે કે 'ઈન્ડિયાવાળાઓ ભૂલે તો નહીં, અપને હીરો કો.'
એટલું જ નહીં ઝી ન્યૂઝના એડિટર ઈન ચીફ સુધીર ચૌધરીને વ્હોટ્સ એપ કોલ કરાયો જેમાં કોલ કરનારાએ તેમને ડરાવવાની અને ધમકાવવાની કોશિશ કરી અને ભારતીયોને ફ્રી બલુચિસ્તાન ફેસબુક પેજ બનાવવા બદલ અપશબ્દો પણ કહ્યાં. તેમને +923338831245 નંબરથી આવેલા વ્હોટ્સએપ કોલમાં કહેવાયું કે સુધી ચૌધરી જેહાદી તત્વોનો પર્દાફાશ કરનારા મુદ્દાને ઉઠાવવાનું બંધ કરે નહીં તો ગંભીર પરિણામ ભોગવવા પડશે. જ્યારે સુધીર ચૌધરીએ પોતાની ઓળખ ઉજાગર કરવા માટે કહ્યું તો તેણે તે માટે ઈન્કાર કરી દીધો.
જ્યારે તેને પૂછવામાં આવ્યું કે શું તે પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ISI સાથે સંબંધ ધરાવે છે તો તેણે જવાબ આપ્યો કે કેરળમાં જે એફઆઈઆર કરાઈ છે તેના અંગે તે જાણે છે અને જલદી સુધીર ચૌધરી વિરુદ્ધ આવી અનેક એફઆઈઆર દિલ્હી, મહારાષ્ટ્ર અને પંજાબમાં નોંધાશે.
આ વીડિયો પણ જુઓ...
નોંધનીય છે કે 11 માર્ચના રોજ ઝી ન્યૂઝના ફ્લેગશીપ પ્રોગ્રામ ડીએનએમાં જમ્મુ અને કાશ્મીર પર જમીન જેહાદ નામથી ગ્રાઉન્ડ રિપોર્ટ દેખાડવા અને જેહાદના વિભિન્ન રૂપોનો ઉલ્લેખ કરાયા બાદ કેરળમાં ઝી ન્યૂઝના એડિટર ઈન ચીફ સુધીર ચૌધરી વિરુદ્ધ બિન જામીનપાત્ર એફઆઈઆર નોંધાઈ છે.
ઝી ન્યૂઝ પર દેશના સૌથી લોકપ્રિય કાર્યક્રમ ડીએનએના માધ્યમથી દેશને તોડવાની મંશા ધરાવતા જેહાદી તત્વોને ઉજાગર કરવાના કારણે ઝી ન્યૂઝના એડિટર ઈન ચીફ સુધીર ચૌધરી વિરુદ્ધ કાવતરા રચીને તેમને ડરાવવા-ધમકાવવાની કોશિશ થઈ રહી છે. ફક્ત એટલું જ નહીં આ સીધી રીતે ભારતના પ્રેસ સ્વાતંત્ર્ય પર હુમલાનો પ્રયત્ન છે. આ જ મામલે દિલ્હી પોલીસમાં પોલીસ કમિશનરને પત્ર લખીને ફરિયાદ નોંધાવવાની સાથે જ સુધીર ચૌધરીએ આવા દેશ વિરોધી તત્વો સામે કડક કાર્યવાહી કરવાની અપીલ કરી છે. આવી જ એક અન્ય ફરિયાદ ગૌતમબુદ્ધ નગરના પોલીસ કમિશનર આલોક સિંહ સમક્ષ કરાઈ છે.
જમીન જેહાદનો મામલો
ઝી ન્યૂઝના એડિટર ઈન ચીફ સુધીર ચૌધરીએ પોતાના પ્રોગ્રામ ડીએનએમાં 11 માર્ચ 2020ના રોજ જમ્મુ અને કાશ્મીરમાં ધર્મની આડમાં એક મોટા કૌભાંડને ઉજાગર કર્યું હતું. તત્કાલીન સરકારે Jammu and Kashmir State Lands (Vesting of Ownership to tha Occupants) Act, 2001 એટલે કે રોશની એક્ટની આડમાં જમ્મુ વિસ્તારની હજારો કૈનાલ જંગલ ભૂમિ એક ખાસ સમુદાયને મફતમાં આપી દીધી. જેનો મુખ્ય હેતુ જમ્મુ વિસ્તારની ડેમોગ્રાફી બદલવાનો હતો. આ રિપોર્ટ રજુ કરવાની સાથે જ સુધીર ચૌધરીએ જેહાદી એક્ટરોના ગજવા એ હિન્દની મંશાને પણ ઉજાગર કરી હતી. હકીકતમાં તે ભારતને ઈસ્લામિક સ્ટેટમાં ફેરવવાનું જેહાદી ષડયંત્ર છે.
આ રિપોર્ટ દેખાડ્યા બાદ સમગ્ર દેશમાં રાજનેતાઓ સહિત દેશના દરેક ભાગમાંથી સુધીર ચૌધરીને અનેક પ્રશંસા અને સ્નેહ મળ્યો. બીજી બાજુ આ ન્યૂઝ રિપોર્ટ સો કોલ્ડ સેક્યુલરો અને જેહાદી એક્ટરોને ગળે ઉતર્યા નહીં. તેના પરિણામ સ્વરૂપે 24 માર્ચ 2020ના રોજ કેરળમાં સુધીર ચૌધરી વિરુદ્ધ કોઝિકોડ કસ્બા પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નંબર 0231/2020 ઈન્ડિયન પીનલ કોડની કલમ 295-એ હેઠળ નોંધાઈ. આ લેખિત ફરિયાદમાં ઓલ ઈન્ડિયા યૂથ ફેડરેશનના સ્ટેટ જોઈન્ટ સેક્રેટરી પી ગાવસ (P Gavas)એ દાખલ કરાવી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે