આતંકવાદને પોષવા બદલ પાકિસ્તાનને જબરદસ્ત ઝટકો, FATFએ બ્લેક લિસ્ટ કરતા કંગાળ બની જશે
આતંકવાદનું સમર્થન કરતા અને આતંકી સંગઠનોને ફંડિંગ કરનારા પાકિસ્તાનને એક મોટો આંચકો લાગ્યો છે. શુક્રવારે ફાઈનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સ (FATF)ની એશિયા પ્રશાંત શાખાના ગ્રુપે પાકિસ્તાનને બ્લેક લિસ્ટની સૂચિમાં નાખી દીધુ છે.
Trending Photos
નવી દિલ્હી: આતંકવાદનું સમર્થન કરતા અને આતંકી સંગઠનોને ફંડિંગ કરનારા પાકિસ્તાનને એક મોટો આંચકો લાગ્યો છે. શુક્રવારે ફાઈનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સ (FATF)ની એશિયા પ્રશાંત શાખાના ગ્રુપે પાકિસ્તાનને બ્લેક લિસ્ટની સૂચિમાં નાખી દીધુ છે. આ પગલું પાકિસ્તાન તરફથી ટેરર ફંડિંગ અને મની લોન્ડરિંગને રોકવાના 40 માપદંડોમાંથી 32 માપદંડોમાં નિષ્ફળ જવા બદલ લેવામાં આવ્યું છે.
એફએટીએફ તરફથી બ્લેકલિસ્ટની સૂચિમાં નાખવામાં આવતા હવે પાકિસ્તાનની અર્થવ્યવસ્થા પર ખરાબ અસર થશે. પાકિસ્તાનને વૈશ્વિક સ્તરે કરજ લેવામાં વધુ મુશ્કેલીઓનો સામનો કરવો પડશે. પાકિસ્તાન આમ પણ કંગાળ સ્થિતિમાંથી પસાર થઈ રહ્યું છે. કાશ્મીર મુદ્દે પણ તેને આંતરરાષ્ટ્રીય સ્તરે બેઈજ્જતી સહન કરવી પડી રહી છે.
રિપોર્ટ મુજબ પાકિસ્તાન આતંકવાદ સામે લડવાના પોતાના કમિટમેન્ટમાં નિષ્ફળ ગયું છે. આ પગલું એપીજીની બેઠકમાં લેવાયું છે. ઓસ્ટ્રેલિયાના કેનબરામાં થઈ રહેલી એપીજીની બેઠકનો શુક્રવારે છેલ્લો દિવસ હતો. એફએટીએફ જી-7 દેશો તરફથી સ્થપાયેલું આંતરરાષ્ટ્રીય સંગઠન છે. તેની સ્થાપના 1989માં મની લોન્ડરિંગ સામે લડવા માટે કરાયું હતું. 2001માં તેણે આતંકી ફંડિંગ સામે પણ લડવાની કામગીરી શરૂ કરી હતી. તેનું સચિવાલય પેરિસમાં છે.
જુઓ LIVE TV
આ અગાઉ પાકિસ્તાન FATFની ગ્રે લિસ્ટમાં હતું. સૂત્રોના જણાવ્યાં મુજબ FATFની તપાસમાં જાણવા મળ્યું હતું કે મની લોન્ડરિંગ અને આતંકીઓના ફંડિંગ સાથે જોડાયેલા 40માંથી 32 સ્ટાન્ડર્ડમાં પાકિસ્તાન ખરું ઉતર્યું નહીં. ત્યારબાદ પાકિસ્તાનને બ્લેક લિસ્ટ કરાયું. પાકિસ્તાન પર આ કાર્યવાહી બાદ હવે તેની આર્થિક સ્થિતિ વધુ ખરાબ થવાની તે નક્કી છે. પાકિસ્તાનને દુનિયામાં કરજ મળવું વધુ મુશ્કેલ થઈ જશે. FATF તરફથી કહેવાયું છે કે પાકિસ્તાન જાન્યુઆરીની સમયમર્યાદામાં એક્શન પ્લાન લાગુ કરવામાં નિષ્ફળ ગયું છે અને આ ઉપરાંત મે 2019 સુધી કાર્યયોજનાને પણ પૂરી કરવામાં અસફળ રહ્યું છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે